નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે કથિત મની લોન્ડ્રિંગ મામલે મહારાષ્ટ્રના પૂર્વ પ્રધાન નવાબ મલિકના વચગાળાના જામીનની સમય મર્યાદામાં 3 મહિનાનો વધારો કર્યો છે. બોમ્બે હાઈ કોર્ટે 13 જુલાઈના રોજ પોતાના આદેશમાં નવાબ મલિકને મેડિકલ ગ્રાઉન્ડના આધારે જામીન સમય મર્યાદામાં વધારો કરવાની મનાઈ ફરમાવી હતી. બોમ્બે હાઈ કોર્ટના આદેશ વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. નવાબ મલિકના કથિત મની લોન્ડ્રિંગની તપાસ ઈડી કરી રહ્યું છે.
બોમ્બે હાઈ કોર્ટે નામંજૂર કરી હતી અરજીઃ ન્યાયાધીશ બેલા ત્રિવેદી અને ન્યાયાધીશ દીપાંકર દત્તાની સંયુક્ત બેન્ચે નોંધ્યું કે નવાબ મલિકને ફેફસાની બીમારીની સારવાર ચાલી રહી છે. 11 ઓગસ્ટના રોજ નવાબ મલિકને વચગાળાના જામીન આપવામાં આવ્યા હતા. આ સમયમાં નવાબ મલિકની તબિયતમાં સુધારો થયો નથી. સુપ્રીમ કોર્ટમાં નવાબ મલિકના વચગાળાના જામીનનો વિરોધ એડિશનલ સોલિસિટર જનરલ એસ. વી. રાજુએ કર્યો નહતો.
શું છે કેસ?: ઈડીએ ભાગેડું ગેંગસ્ટર દાઉદ ઈબ્રાહિમ અને તેમના સાથીદારોની ગતિવિધિઓ સાથે કથિત રીતે સંકળાયેલ નવાબ મલિકની ફેબ્રુઆરી 2022માં ધરપકડ કરી હતી. ધરપકડ બાદ નવાબ મલિકની તબિયત ગંભીર રીતે નાતંદુરસ્ત રહી હતી. નવાબ મલિકે સારવાર માટે અનેક વાર જામીન અરજી કરી હતી. જેમાં 11 ઓગસ્ટના રોજ તેને વચગાળાના જામીન મળ્યા હતા. જો કે આ જામીન સમય દરમિયાન કરાવેલ સારવારથી નવાબ મલિકની તબિયતમાં જોઈએ તેવો સુધારો થયો નહતો.
2 અઠવાડિયા બાદ સુનાવણીઃ મલિકે હાઈ કોર્ટમાં અનેક બીમારીની સારવાર અર્થે જામીનની માંગણી કરી હતી. હાઈ કોર્ટે જામીન માંગતી તેમની અરજી પર બે અઠવાડિયા બાદ સુનાવણી નક્કી કરી છે.