મુંબઈ: બોમ્બે હાઈકોર્ટે ગોયલ દંપતીને રાહત આપી છે. જેટ એરવેઝના પૂર્વ ચેરમેન નરેશ ગોયલ અને તેમની પત્ની વિરુદ્ધ મની લોન્ડરિંગના કેસની ફરિયાદ નોંધાઈ હતી. જે કેસને કોર્ટે ફગાવી દીધો હતો. ECIR 'અકબર ટ્રાવેલ્સ'ની ફરિયાદ પર તેમની પર કથિત છેતરપિંડી માટે ફરિયાદ નોંધાઈ હતી.
ગોયલ દંપતીને રાહત: બોમ્બે હાઈકોર્ટે ગુરુવારે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા જેટ એરવેઝના ભૂતપૂર્વ ચેરમેન નરેશ ગોયલ અને તેમની પત્ની અનિતા ગોયલ સામે કથિત મની લોન્ડરિંગ કેસમાં દાખલ કરાયેલ એન્ફોર્સમેન્ટ કેસ ઇન્ફર્મેશન રિપોર્ટ (ECIR)ને રદ કર્યો હતો. કેન્દ્રીય તપાસ એજન્સીની ECIR 'અકબર ટ્રાવેલ્સ'ની ફરિયાદ પર કથિત છેતરપિંડી માટે ગોયલ વિરુદ્ધ પોલીસ દ્વારા નોંધાયેલી FIR પર આધારિત હતી.
આ પણ વાંચો: Supreme Court On Pawan Khera: કોંગ્રેસ પ્રવક્તા પવન ખેડાને રાહત, સુપ્રીમ કોર્ટે આપ્યા વચગાળાના જામીન
ગેરકાયદેસર કાર્યવાહી: બંને પક્ષોને સાંભળ્યા પછી બોમ્બે હાઈકોર્ટના ન્યાયમૂર્તિ રેવતી મોહિતે ડેરે અને ન્યાયમૂર્તિ પૃથ્વીરાજ ચવ્હાણની ડિવિઝન બેન્ચે 20 ફેબ્રુઆરી 2020ના રોજ નોંધાયેલ ECIR અને ગોયલ દંપતી સામેની તમામ કાર્યવાહી ગેરકાયદેસર અને કાયદાની વિરુદ્ધ હોવાના આધારે રદ કરી દીધી હતી.
પુરાવાના ન મળતાં કેસ રદ: સામાન્ય રીતે ECIR એ FIR જેવી જ હોય છે જે પોલીસ, સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન અને અન્ય કોઈપણ એજન્સી દ્વારા ફોજદારી કેસના આધારે નોંધવામાં આવે છે. અગાઉ ગોયલ દંપતીના વકીલો રવિ કદમ અને આબાદ પોંડાએ દલીલ કરી હતી કે 2018માં મુંબઈ પોલીસમાં નોંધાયેલી ફરિયાદના આધારે ECIR નોંધવામાં આવી હતી. પરંતુ માર્ચ 2020 માં પોલીસે અંતિમ અહેવાલ દાખલ કર્યો કે તેમને ફરિયાદમાં કંઈપણ નક્કર મળ્યું નથી અને તે વિવાદ સિવિલ કેસનો હોવાનું જણાય છે.
આ પણ વાંચો: PM Modi webinar on Budget : પીએમ મોદીએ બજેટ બાદના પહેલા સંબોધનમાં ગ્રીન ગ્રોથ સંકલ્પનાઓની છણાવટ કરી
46 કરોડ રૂપિયાનું નુકસાન: મેજિસ્ટ્રેટ કોર્ટે આ અહેવાલ સ્વીકાર્યો હતો. અકબર ટ્રાવેલ્સ દ્વારા નોંધાવવામાં આવેલી ફરિયાદના આધારે પોલીસે ગોયલ વિરુદ્ધ કથિત છેતરપિંડી અને બનાવટના આરોપોમાં એફઆઈઆર દાખલ કરી હતી. ટ્રાવેલ એજન્સીએ આરોપ લગાવ્યો હતો કે ઑક્ટોબર 2018થી એરલાઇન્સે ઑપરેટીંગ ફ્લાઇટ્સ બંધ કર્યા પછી તેમને 46 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે.