ETV Bharat / bharat

સુપ્રીમ કોર્ટમાંથી જામીન મળ્યા બાદ મોહમ્મદ ઝુબૈરને તિહાર જેલમાંથી મુક્ત કરાયો

author img

By

Published : Jul 21, 2022, 7:11 AM IST

ઓલ્ટ ન્યૂઝના સહ-સ્થાપક મોહમ્મદ ઝુબૈરને (Mohammad Zubair released from Delhi Tihar Jail) સુપ્રીમ કોર્ટમાંથી (Supreme Court) જામીન મળ્યા બાદ દિલ્હીની તિહાર જેલમાંથી મુક્ત કરવામાં આવ્યો હતો. ઝુબૈરની દિલ્હી પોલીસે 27 જૂને ટ્વિટ દ્વારા ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડવા બદલ ધરપકડ કરી હતી.

સુપ્રીમ કોર્ટમાંથી જામીન મળ્યા બાદ મોહમ્મદ ઝુબૈરને તિહાર જેલમાંથી મુક્ત કરાયો
સુપ્રીમ કોર્ટમાંથી જામીન મળ્યા બાદ મોહમ્મદ ઝુબૈરને તિહાર જેલમાંથી મુક્ત કરાયો

નવી દિલ્હી: Alt Newsના સહ-સ્થાપક મોહમ્મદ ઝુબૈરન (Mohammad Zubair released from Delhi Tihar Jail) દિલ્હીની તિહાર જેલમાંથી મુક્ત કરવામાં આવ્યો હતો. આના કલાકો પહેલા સુપ્રીમ કોર્ટે (Supreme Court) ઝુબૈરને ઉત્તર પ્રદેશમાં તેના વિરુદ્ધ નોંધાયેલા તમામ કેસોમાં જામીન આપ્યા હતા. જેલ અધિકારીઓએ પુષ્ટિ કરી કે, 'મોહમ્મદ ઝુબૈરને તિહારમાંથી મુક્ત કરવામાં આવ્યો છે.'

આ પણ વાંચો: મોહમ્મદ ઝુબેરની જામીન અરજી પર આજે નિર્ણય, જાણો શું હતો મામલો

ઉત્તર પ્રદેશમાં ઝુબૈર વિરુદ્ધ ઘણી FIR નોંધવામાં આવી : ટ્વિટ દ્વારા ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડવા બદલ ઝુબૈરની દિલ્હી પોલીસે 27 જૂને ધરપકડ કરી હતી. ઉત્તર પ્રદેશમાં ઝુબૈર વિરુદ્ધ ઘણી એફઆઈઆર નોંધવામાં આવી છે, જેમાંથી બે હાથરસમાં જ્યારે સીતાપુર, લખીમપુર ખેરી, મુઝફ્ફરનગર, ગાઝિયાબાદ અને ચંદૌલીમાં એક-એક એફઆઈઆર નોંધવામાં આવી છે.

આ પણ વાંચો: મોહમ્મદ ઝુબેરની વધી મુશ્કેલીઓ, હવે 13 જુલાઈએ થશે સુનાવણી

સુપ્રિમ કોર્ટે ઝુબૈરને વચગાળાના જામીન આપ્યા : સુપ્રિમ કોર્ટે ઝુબૈરને વચગાળાના જામીન આપતાં કહ્યું હતું કે, 'ધરપકડની સત્તાનો ખૂબ સંયમ સાથે ઉપયોગ કરવો જોઈએ'. સર્વોચ્ચ અદાલતે કહ્યું કે, તે "ઝુબૈરને તેની સ્વતંત્રતાથી વંચિત રાખવા માટે કોઈ ઔચિત્ય જોતો નથી" અને ઉત્તર પ્રદેશ પોલીસ દ્વારા રચવામાં આવેલી વિશેષ તપાસ ટીમ (SIT) ના વિસર્જનનો આદેશ પણ આપ્યો હતો.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.