ETV Bharat / bharat

Mission 2024: દિલ્હીમાં NCP પ્રમુખ શરદ પવાર અને પ્રશાંત કિશોર વચ્ચે યોજાઈ સિક્રેટ બેઠક - પ્રશાંત કિશોર પવારને મળ્યા

ચૂંટણીલક્ષી વ્યૂહરચનાકાર (election strategist) પ્રશાંત કિશોર (Prashant Kishor) સોમવારે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (Nationalist Congress Party)ના પ્રમુખ શરદ પવાર (Sharad Pawar)ને મળ્યા હતા. એક મહિનાની અંદર આ તેમની બીજી મુલાકાત છે. બંને વચ્ચે Mission 2024 અંગે વાતચીત થઈ હોવાનું મનાય છે.

Mission 2024: દિલ્હીમાં NCP પ્રમુખ શરદ પવાર અને પ્રશાંત કિશોર વચ્ચે યોજાઈ સિક્રેટ બેઠકMission 2024: દિલ્હીમાં NCP પ્રમુખ શરદ પવાર અને પ્રશાંત કિશોર વચ્ચે યોજાઈ સિક્રેટ બેઠક
Mission 2024: દિલ્હીમાં NCP પ્રમુખ શરદ પવાર અને પ્રશાંત કિશોર વચ્ચે યોજાઈ સિક્રેટ બેઠક
author img

By

Published : Jun 21, 2021, 4:16 PM IST

  • દિલ્હીમાં પ્રશાંત કિશોર (Prashant Kishor) અને શરદ પવાર (Sharad Pawar) વચ્ચે યોજાઈ બેઠક
  • સિક્રેટ બેઠકમાં બંને વચ્ચે Mission 2024 અને વર્ષ 2022ની ઉત્તરપ્રદેશની ચૂંટણી અંગે વાતચીત થઈ હોવાની ચર્ચા
  • એક જ મહિનાની અંદર બંને વચ્ચે આ બીજી મુલાકાત યોજાઈ હતી

નવી દિલ્હીઃ રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (Nationalist Congress Party)ના પ્રમુખ શરદ પવાર (Sharad Pawar)અને ચૂંટણીલક્ષી વ્યૂહરચનાકાર (election strategist) પ્રશાંત કિશોર (Prashant Kishor) વચ્ચે દિલ્હીમાં એક મુલાકાત યોજાઈ હતી. આ બેઠક સિક્રેટ (Secret Meeting) રીતે ગોઠવવામાં આવી હતી. આ અંગે મળતી માહિતી અનુસાર, વર્ષ 2022માં ઉત્તરપ્રદેશ વિધાનસભાની ચૂંટણી અને વર્ષ 2024માં લોકસભાની ચૂંટણી (Loksabha Election) અંગે બંને વચ્ચે ચર્ચા થઈ હોવાનું જાણવા મળ્યું છે.

આ પણ વાંચો- Uttar Pradesh Assembly Election: ભાજપના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ અને મહામંત્રી આજથી UPના પ્રવાસે

દિલ્હીમાં શરદ પવારના નિવાસસ્થાને પહોંચ્યા હતા પ્રશાંત કિશોર

6 જનપથમાં આવેલા શરદ પવારના નિવાસસ્થાને પ્રશાંત કિશોર (Prashant Kishor) તેમની સાથે મુલાકાત કરવા પહોંચ્યા હતા. સૂત્રોનું માનીએ તો, કાલે રાષ્ટ્રીય મંચ (National Forum)ની બેઠક શરદ પવારના આવાસ પર થશે. આ બેઠકમાં યશવંત સિન્હા (Yashwant Sinha) અને ડી. રાજા (D. Raja) સામેલ થઈ શકે છે. ઉલ્લેખનીય છે કે, રાષ્ટ્રીય મંચ (National Forum)ની શરૂઆત યશવંત સિન્હા (Yashwant Sinha)એ ભાજપ (BJP) છોડ્યા પછી કરી હતી.

આ પણ વાંચો- Assembly Election-2022 : 5 રાજ્યોમાં ચૂંટણીની તૈયારીઓ શરૂ

બંને વચ્ચે મુંબઈમાં પણ થઈ હતી મુલાકાત

રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)ના પ્રમુખ શરદ પવાર અને ચૂંટણીલક્ષી વ્યૂહરચનાકાર પ્રશાંત કિશોર (Prashant Kishor) વચ્ચે આ જ મહિને મુંબઈમાં મુલાકાત થઈ હતી. બંને વચ્ચે મુંબઈમાં 11 જૂને શરદ પવારના મુંબઈના ઘરે થઈ હતી. આ મુલાકાત એટલે મહત્વની માનવામાં આવે છે. કારણ કે, વિધાનસભા ચૂંટણી પછી પ્રશાંત કિશોરે કહ્યું હતું કે, હવે તેઓ આ ફિલ્ડ (Electoral strategist) છોડી રહ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.