ETV Bharat / bharat

Social media side effects: સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ દ્વારા ખોટી માહિતી લોકોને ગેરમાર્ગે દોરી શકે છે - સોશિયલ મીડિયા પ્લેટફોર્મમાં ઈનામ કે સ્કિમ

એક રીસર્ચમાંથી જાણવા મળ્યું છે કે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ યુઝર્સને ઈનામની લાલચમાં ખોટી માહિતી અને ફેક ન્યૂઝ આપે છે. ફેસબુક અને ટ્વિટર જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ યુઝર્સને ઈનામની લાલચમાં ફેક ન્યૂઝ પીરસી રહ્યા છે. યુનિવર્સિટી ઓફ સધર્ન કેલિફોર્નિયા (યુએસસી) દ્વારા હાથ ધરવામાં આવેલા એક રીસર્ચના રીપોર્ટમાં સૂચવવામાં આવ્યું છે કે ઓનલાઈન ખોટી ફેક ન્યૂઝના પ્રસારને રોકવામાં પગલાં લેવામાં આવે. જેમાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ મોટી ભૂમિકા અદા કરે છે.

Social media side effects: સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ દ્વારા ખોટી માહિતી લોકોને ગેરમાર્ગે દોરી શકે છે

author img

By

Published : Jan 19, 2023, 11:26 AM IST

નવી દિલ્હીઃ સોશિયલ મીડિયા અને વિવાદ એ કોઈ નવી વાત નથી. ક્યારેક એના ઉપયોગ સામે તો ક્યારેક એમાં રહેલા ડેટાની સુરક્ષા સામે પ્રશ્નો થયેલા છે. તાજેતરમાં થયેલા એક રીસર્ચમાંથી ચોંકાવનારી વિગત સામે આવી છે. જેમાં ફેક ન્યૂઝ અને લોભામણી જાહેરાત પાછળ સોશિયલ મીડિયા જવાબદાર હોવાનું પુરવાર થાય છે. રીસર્ચના રીપોર્ટમાં ઉલ્લેખ છે કે,વપરાશકર્તાઓ પુરસ્કાર આધારિત એજ્યુકેશન સિસ્ટમને આધાર તરીકે ધ્યાનમાં લઈને સોશિયલ મીડિયા પર માહિતી શેર કરે છે. જેને અન્ય લોકો દ્વારા માન્યતા આપવામાં આવે છે.

આ પણ વાંચો અફઘાનિઓ માટે ફેસબૂકે જારી કર્યા સેફ્ટી ટૂલ, તાલિબાનથી બચવામાં કરશે મદદ

રીવોર્ડ બેઝ લર્નિંગ સિસ્ટમઃ પુરસ્કાર-આધારિત શિક્ષણ પ્રણાલીના આધારે (રીવોર્ડ બેઝ લર્નિંગ સિસ્ટમ) યુઝર્સના પ્રતિસાદના પરિણામોને ધ્યાનમાં લીધા વિના ખોટી માહિતી પોસ્ટ કરવા, માહિતીને વ્યાપકપણે ફેલાવવા વગેરેમાં સક્રિય બને છે. એ પ્લેટફોર્મ સોશિયલ મીડિયા છે. તારણો સૂચવે છે કે વપરાશકર્તાઓની અછત દ્વારા ખોટી માહિતી ફેલાતી નથી, રીસર્ચ ટીમના સભ્ય વેન્ડી વૂડે (યુએસસી સાયકોલોજી અને બિઝનેસના એમેરિટા પ્રોવોસ્ટ પ્રોફેસર) જણાવ્યું હતું કે, આ વાસ્તવમાં સોશિયલ મીડિયા સાઇટ્સના બેદરકાર માળખાને કારણે થાય છે. સુરક્ષા પર ધ્યાન આપવામાં આવે તો આવું ન થાય.

આ પણ વાંચો Metaverse શું છે અને તેનાથી ફેસબૂકની દુનિયા કેવી રીતે બદલાઈ જશે?

આવું બને છેઃ સંશોધનનું નેતૃત્વ કરનાર ગિઝેમ સિલાને જણાવ્યું હતું કે ખોટી માહિતી ફેલાવવાની વાત આવે ત્યારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મમાં ઈનામ કે સ્કિમ મોટી ભૂમિકા ભજવે છે. આ ઈનામ વપરાશકર્તાઓને સોશિયલ મીડિયા પર કંઈપણ પોસ્ટ કરવા માટે ઉશ્કેરે કરે છે, જે તેમને સામગ્રી શેર કરવા માટે વધુ સંવેદનશીલ બનાવે છે. ખોટી માહિતીને અસરકારક રીતે રોકવા માટે ઓનલાઈન પ્રક્રિયામાં ફેરફાર જરૂરી છે. જોકે, આ માટે કંપનીઓની કોઈ ખાસ પોલીસી નથી. આ પહેલા પણ ફેક ન્યૂઝ અને ડેટાની સિક્યુરિટી અંગે પ્રશ્નો થયેલા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.