હરિદ્વાર: ઉત્તરાખંડની ધામી સરકાર ચારધામ યાત્રાની (Chardham Yatra 2022) જાહેરાત પર કરોડો રૂપિયા ખર્ચે છે. જેથી કરીને દેશ વિદેશના યાત્રાળુઓ ચારધામમાં દર્શન કરવા હેતું આવે. એટલું જ નહીં સરકાર પ્રવાસીઓને ખાતરી પણ આપે છે કે, ઉત્તરાખંડ તમારા માટે સુરક્ષિત છે, પણ પરિસ્થિતિ વિપરીત છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Pm Narendra Modi) અને ઉત્તર પ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ (Yogi Adityanath) પણ ચારધામની (Chardham Yatra 2022) મુલાકાત લેવા માટે દેશવાસીઓને અપીલ કરી ચૂક્યા છે. પણ છેલ્લા કેટલાક દિવસોથી પ્રવાસીઓ સાથે ગેરવર્તણૂંક (Misbehave with Devotees) અને મારપીટ થઈ હોવાના કેસ સામે આવી રહ્યા છે.
આ પણ વાંચો: Chardham Yatra 2022: બ્રહ્મ મુહૂર્તમાં બદ્રીનાથ ધામના કપાટ ખુલ્યા, ધામ 'જય બદ્રી વિશાલ' નાદથી ગુંજી ઉઠ્યું
સુરક્ષાની ખુલી પોલ - ઉત્તરાખંડની-અતિથિ દેવો ભવની છબી ખરડાઈ રહી છે. તા.3 મેના રોજ ગંગોત્રી અને યમુનોત્રી મંદિરના કપાટ ખૂલ્યા બાદ ચારધામ યાત્રા (Chardham Yatra 2022) શરૂ થઈ ગઈ હતી. જેમાં દેશભરમાંથી મોટી સંખ્યામાં ભાવિકો આવ્યા હતા. સોશિયલ મીડિયા પર ભક્તો સાથે થયેલી ગેરવર્તણૂંક અને મારપીટની ઘટનાના કેસ જોવા મળ્યા હતા. જે ક્યાંકને ક્યાંક શ્રદ્ધાળુઓની સુરક્ષા પર સવાલ ઊભા કરે છે. શ્રદ્ધાળુઓ સાથે મારપીટ થયા હોવાની સૌથી વધારે ઘટના હરિદ્વારમાંથી સામે આવી રહી છે. તા.1 મેના રોજ હરિદ્વાર રેલવે સ્ટેશન પાસે બહારથી આવેલા ભાવિકો પેટ્રોલ પંપ પર ફ્યૂલ ભરાવી રહ્યા હતા ત્યારે પેટ્રોલ પંપના કર્મચારીઓ સાથે બોલાચાલી થઈ ગઈ હતી. પણ પેટ્રોલ પંપ સ્ટાફની ભૂલની જાણકારી પોલીસને (Haridwar Police) આપવામાં ન આવી. એવામાં પેટ્રોલ પંપના સ્ટાફે પ્રવાસીઓને ઢોરમાર માર્યો હતો. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર પોસ્ટ થયો છે.
ભક્તો સાથે હાથાપાઇ - તારીખ 5 મેના રોજ હરિદ્વારમાં આવેલી હર કી પૌડીના ગંગા ઘાટ પર ભાવિકો અને સ્થાનિક વેપારીઓ વચ્ચે કોઈ વાતને લઈને માથાકુટ થઈ ગઈ હતી. વાતમાં વાતમાં મામલો એવો બગડ્યો કે, પ્રવાસીઓ અને વેપારીઓ વચ્ચે લાકડીવાળી થઈ ગઈ. એવામાં પ્રવાસીઓએ એવી ફરિયાદ કરી કે, ફૂળફૂલના વેપારીએ મહિલા સાથે ખોટી રીતે વાત કરી હતી. જેનો પ્રવાસીએ વિરોધ કર્યો હતો. એવામાં પોલીસે બંન્ને પક્ષમાંથી દસ વ્યક્તિઓ સામે પહોંચ ફાડીને દંડ કર્યો છે. વેકેશન અને ચારધામ યાત્રાની સીઝન હોવાથી હરિદ્વારમાં ધર્મશાળા તથા આશ્રમ પેક છે.
આ પણ વાંચો: CHARDHAM YATRA 2022: કેદારનાથ ધામના કપાટ ખુલ્યાં, PM મોદીના નામે કરાઈ પ્રથમ પૂજા
પ્રવાસીઓની ભીડ ઉમટી - એક એવો પણ વીડિયો સામે આવ્યો હતો કે, કેટલાક વેપારીઓ યુવકને માર મારી રહ્યા છે. જ્યારે મહિલા પોતાના બાળક સાથે યુવકને છોડી દેવા માટે કરગરી રહી છે. એટલું જ નહીં આ ભાવિકના કપડાં ફાડી નાંખ્યા ત્યાં સુધી માર માર્યો હતો. બંને વચ્ચે ડખા કેવી રીતે થયા એ અંગે કંઈ જાણવા મળ્યું નથી. ટૂંકમાં વ્યવસ્થાનો અભાવ છે તેમ છતાં તંત્ર મૌનવ્રત લઈને બેઠું હોય એવો ઘાટ છે. પાર્કિંગથી લઈને વસ્તુઓની ખરીદી સુધી વેપારીઓ માફિયા માનસ ધરાવતા હોય એવું ચિત્ર જોવા મળ્યું છે.