નવી દિલ્હી: રાજધાની દિલ્હીના ન્યૂ અશોક નગર વિસ્તારમાં 8 વર્ષની માસુમ બાળકી સાથે દુષ્કર્મનો મામલો સામે આવ્યો છે. બાળકીના પરિવારજનોએ આ કૃત્ય માટે તે જ શાળાના સ્પોર્ટ્સ શિક્ષક પર આરોપ લગાવ્યો છે. પોલીસે આરોપી વિરુદ્ધ બળાત્કાર અને પોક્સો એક્ટ હેઠળ કેસ નોંધીને તપાસ શરૂ કરી છે.
સ્પોર્ટ્સ ટીચર દ્વારા યૌન શોષણ: ઘટનાસ્થળે પીડિતાના માતા-પિતાએ જણાવ્યું કે તેમની પુત્રી 8 વર્ષની છે. તે ન્યૂ અશોક નગરમાં દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન (એમસીડી) સ્કૂલમાં ત્રીજા ધોરણમાં અભ્યાસ કરે છે. તેણે જણાવ્યું કે 4-5 દિવસ પહેલા સ્કૂલના સ્પોર્ટ્સ ટીચર દ્વારા તેની દીકરીનું યૌન શોષણ કરવામાં આવ્યું હતું.
આ પણ વાંચો: Surat Crime : કામરેજમાં કિશોરીએ મોબાઇલ માટે કર્યો આપઘાત
શાળા પ્રશાસન વિરુદ્ધ સૂત્રોચ્ચાર: શાળામાં 8 વર્ષની માસુમ બાળકી પર દુષ્કર્મની ઘટનાથી પરિવારજનોમાં રોષ જોવા મળી રહ્યો છે. માહિતી મળતાં જ શાળામાં અભ્યાસ કરતા બાળકોના સંબંધીઓ મોટી સંખ્યામાં શાળાની બહાર એકઠા થઈ ગયા હતા અને શાળા પ્રશાસન વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા. સગાસંબંધીઓએ જણાવ્યું કે શાળામાં સુવિધાના નામે કંઈ જ નથી. જ્યારે શિક્ષકો આવા કામો કરતા હોય તો આવી સ્થિતિમાં બાળકો કેવી રીતે સુરક્ષિત રહી શકે. હાલમાં આ મામલે દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનના કોઈ અધિકારીનું નિવેદન સામે આવ્યું નથી.
આ પણ વાંચો: Ahmedabad Crime : સોલામાં દહેજના દાનવોએ લીધો પરિણીતાનો ભોગ
આરોપી પોલીસની પકડથી દૂર: પૂર્વ દિલ્હી જિલ્લાના ડીસીપી અમૃતા ગુગુલોથે જણાવ્યું હતું કે બુધવારે સવારે ન્યૂ અશોક નગર પોલીસ સ્ટેશનમાં એક શાળાના શિક્ષક દ્વારા બાળકીની જાતીય સતામણી સંદર્ભે પીસીઆર કોલ આવ્યો હતો. પોલીસની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. ડીસીપીનું કહેવું છે કે પીડિતાનું કાઉન્સેલિંગ અને મેડિકલ તપાસ કરવામાં આવી રહી છે. ફરિયાદના આધારે આરોપીઓ વિરુદ્ધ IPCની વિવિધ કલમો અને POCSO એક્ટની કલમ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. હાલ આરોપી પોલીસની પકડમાંથી બહાર છે. આ કેસમાં પોલીસ તેને શોધી રહી છે. આ બાબતની ગંભીરતાને ધ્યાને લઈ તપાસ હાથ ધરી છે.