ETV Bharat / bharat

શું બાજરી સહિતના મિલેટ્સ આરોગ્યવર્ધક અનાજ છે? - આરોગ્ય

બાજરી એવું અનાજ છે જે “પ્રાચીન અનાજ” શ્રેણીમાં સમાવાય છે. તકનીકી રીતે બાજરી બીજરુપે હોય છે તેમ છતાં બાજરી અનાજ જેવો જ સમાન સ્વાસ્થ્ય લાભ આપે છે. અનાજની રીતે જ તેનો ઉપયોગ થાય છે. ઈટીવી ભારત સુખીભવાએ બાજરીના લોટ વિશે કેટલીક રસપ્રદ માહિતી મેળવવા માટે મુંબઇના ક્લિનિકલ ન્યુટ્રિશનિસ્ટ ડો.કૃતિ એસ. ધીરવાની સાથે વાત કરી હતી.

શું બાજરી સહિતના મિલેટ્સ આરોગ્યવર્ધક અનાજ છે?

author img

By

Published : May 20, 2021, 3:33 PM IST

  • બાજરી, જુવાર અને રાજગરાના લોટ વિશે જાણો
  • મિલેટ્સ- ધાન્ય શ્રેણીના આ ખોરાક છે ખૂબ આરોગ્યવર્ધક
  • જાણો આ ધાન્યના લોટની ન્યૂટ્રિશિયન વેલ્યૂ વિશે

અમદાવાદઃ આપણે ત્યાં ગુજરાતમાં બાજરી, જુવાર સહિતના અન્ય ધાન્ય પુષ્કળ પ્રમાણમાં ઉગાડવામાં આવે છે. પણ શું તમે જાણો છો કે માનવ દ્વારા ખેતી કરતાં પહેલા સદીઓથી આફ્રિકામાં બાજરી જંગલોમાં ઉગતી રહી હતી! પોષક તત્વોથી સમૃદ્ધ હોવા ઉપરાંત, તે ઠંડા, શુષ્ક પ્રદેશોમાં સારી રીતે ઉગે છે અને વાવેતરના 70 દિવસની અંદર લણણી કરી શકાય છે. દુનિયાના અનેક દેશોમાં તેની ખેતી થાય છે જેમાં મુખ્યત્વે આફ્રિકા, એશિયા અને યુરોપ ખંડના દેશોમાં કરવામાં આવે છે. બાજરી વિશ્વના ઘણા આહારમાં મુખ્ય અનાજ બની ગઈ છે.

બાજરીમાંથી તમને શું મળે છે?

રાંધેલી બાજરીનો એક કપ આશરે 207 કેલરી, 6 ગ્રામ પ્રોટીન, 2 ગ્રામ ડાયેટરી ફાઇબર, અને 2 ગ્રામ કરતાં ઓછી ચરબી અને પુષ્કળ ખનીજો અને વિટામિન પૂરા પાડે છે. બાજરીમાંથી રાગી-નાચણી અને અન્ય પ્રકારના લોટ પણ ઉપલબ્ધ બને છે. જો તમે તંદુરસ્ત લોટ શોધી રહ્યાં છો તો શારીરિક તેમજ માનસિક સ્વાસ્થ્ય માટે પણ તો રાગીનો લોટ એક સંપૂર્ણ સ્વાસ્થ્યપ્રદ પસંદગી છે. રાગી (નાચની) તરીકે પણ ઓળખાય છે, તે એક અજાયબી ભર્યો લોટ કહી શકાય કેમ કે તેં કેલ્શિયમ, આયર્ન, મેગ્નેશિયમ, પોટેશિયમ, નિયાસિન, થાઇમિન અને એમિનો એસિડનો ભંડાર કહેવાયો છે. આ અજાયબીભર્યો લોટ એનિમિયાની સારવાર માટે અને સ્નાયુઓને ડાયાબિટીસના નિયંત્રણમાં સુધારવામાં મદદ કરે છે. બાજરીનો લોટનો ઉપયોગ મોટેભાગે રોટલી, ડોસા, કૂકીઝ, બિસ્કિટ બનાવવા માટે થાય છે. રોટલીના સ્વાદ અને સ્વાસ્થ્યમૂલક તત્વો વધારવા માટે તેને ઘઉંના લોટમાં પણ ભેળવવામાં આવે છે.

આ પણ વાંચોઃ પેટ સારું રહે તે માટે પ્રિ અને પ્રોબાયોટિક ફૂડ

જુવારનો લોટ

જુવારનો લોટ પણ મજબૂત વિક્લપ છે.જેનો સ્વાદ અન્ય સ્વાદિષ્ટ વાનગીઓને સંપૂર્ણ સ્વાદ આપે છે. વિટામિન બી 12, થાઇમિન, વિટામિન એ, ફોસ્ફરસ, કેલ્શિયમ, પ્રોટીન અને ફાઇબર સામગ્રીની ગુણોથી સમૃદ્ધ આ લોટ લોહીના પ્રવાહ, કોષોના વિકાસ અને વાળના વિકાસને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. તે ડાયાબિટીસના દર્દીઓ માટે સારો છે અને પાચનમાં સુધારવામાં મદદ કરે છે. કબજિયાતથી રાહત આપે છે. જુવાર કુદરતી રીતે ધાન્યના લોટમાં રહેલું કુદરતી ગ્લુટન મુક્ત અનાજ છે જે તેની એલર્જી ધરાવનારા લોકો માટે એક મોટો વિકલ્પ ધરી આપે છે.

મોતીબાજરી-બાજરાનો લોટ

ગરમ હવામાન ધરાવતાં દેશોમાં ઉગતી બાજરીનો લોટ વિટામિન્સ અને ખનીજોનો પાવરહાઉસ હોય છે. ઘણે ઠેકાણે મોતી બાજરી તરીકે ઓળખાતી બાજરીના લોટમાં પ્રોટીન, મેગ્નેશિયમ, આયર્ન, ફોસ્ફરસ અને ફાઇબર જેવા પોષક તત્વો ભરેલા હોય છે. તે વિટામિન ઇ, વિટામિન બી સંકુલ, નિયાસિન, થાઇમિન અને રાઇબોફ્લેવિનનો સમૃદ્ધ સ્રોત પણ છે. હૃદયરોગની ફરિયાદોવાળા લોકો માટે તે ખૂબ જ ઉપકારી છે કારણ કે તે કોલેસ્ટરોલ અને બ્લડ પ્રેશર ઘટાડે છે.બાજરીનો લોટ લોટ થોડો સૂકાઈ જતો હોય છે તેથી તેને ખાતી વખતે રોટલામાં ઘી ચોપડવાનું સૂચન કરવામાં આવે છે.

રાજગરાનો લોટ

રાજગરો પણ ગુજરાતમાં છૂટથી ઉપવાસ દરમિયાન ખવાતો લોટ છે. રાજગરાને ઉપઅનાજ તરીકેે પશ્ચિમી દેશોમાં અનાજ સમાજ માનવામાં આવે છે. પરંતુ ભારતમાં તેને અનાજ માનવામાં આવતું નથી. તેથી જ ઉપવાસ દરમિયાન રાજગરાનો લોટ આદર્શ પસંદગી બને છે કારણ કે ઉપવાસ દરમિયાન અનાજનો ઉપયોગ કરવામાં આવતો નથી. તે પ્રોટીન, કેલ્શિયમ, આયર્ન, જસત, મેગ્નેશિયમ, ફોસ્ફરસ, પોટેશિયમ અને વિટામિન સીનું પાવરહાઉસ કહેવાય છે જે હૃદયરોગ, કેન્સર અને સ્ટ્રોક જેવી લાંબો સમય રહેતી બીમારીઓને રોકવામાં મદદ કરે છે. તે આર્થરાઇટિસ-સંધિવા જેવા રોગની સારવાર કરવામાં પણ મદદરૂપ છે. ઘણાં ભારતીય ઘરમાં બાજરી, જુવાર, રાજગરાનો લોટ દળવામાં આવે છે ત્યારે બાજરીના દાણામાંથી લોટ બનાવતી વખતે થોડા મુદ્દાઓ ધ્યાનમાં લેવાં આવશ્યક છે.

આ પણ વાંચોઃ Lockdown Recipe: Break the boredom with Millet Laddoo

બાજરી, જુવાર, રાજગરાની શ્રેણીનું અનાજ જેને પશ્ચિમમાં મિલેટ્સના નામે ઓળખવામાં આવે છે.તેનો લોટ બનાવવા માટે આ ધાન્યને તેના ફાયટીક એસિડને બેઅસર કરવા અને એન્ઝાઇમ અવરોધકોને મુક્ત કરવા માટે રાતભર અથવા 5-6 કલાક સુધી પલાળવું જોઈએ. આનાથી પોષક તત્વોને શોષી અને પચવામાં સરળ બનશે. પલાળીને પછી તેમને સૂર્યપ્રકાશમાં સૂકવવાની જરૂર છે. એકવાર સંપૂર્ણ સૂકાયાં પછી તે ધાન્યનો દળીને લોટ બનાવી ઉપયોગમાં લઇ શકાય છે.

બાજરીના લોટનુંં પોષક મૂલ્ય વધારવાની બીજી રીત છે છાશ અથવા દહીંમાં લોટ પલાળીને. આ પ્રક્રિયા ફાઇબર અને પ્રતિરોધક તત્વોને તોડવામાં મદદ કરે છે. ઉપરાંત, બાજરી અને દહીં / છાશનું મિશ્રણ પ્રીબાયોટિક અને પ્રોબાયોટિક તરીકે કાર્ય કરે છે જે આંતરડાની તંદુરસ્તી સુધારે છે અને અનેક જઠરાંત્રિય રોગોની સારવારમાં મદદ કરે છે.

મિલેટ્સનો વપરાશ સામાન્ય રીતે મોસમી ફેરફાર મુજબ કરવો જોઇએ. શિયાળાની આદર્શ બાજરી છે અને ઊનાળામાં પર્લ મિલેટ વાપરી શકાય છે. તેમાં જુવાર, જવના લોટનું મિશ્રણ ઊનાળામાં ખૂબ જ રાહતરુપ ખોરાક બનાવે છે. પ્રોટીન, આયર્ન, કેલ્શિયમ અને ફાઇબરથી સમૃદ્ધ હોવાથી, બાજરી બાળકો માટે પોષણક્ષમ ખોરાક છે. મિલેટ્સ આંતરડાને હાઇડ્રેટેડ રાખે છે જે બાળકોને કબજિયાતથી બચાવે છે. તે પ્રીબાયોટિક્સથી સમૃદ્ધ હોય છે જે તેમના આંતરડાને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. બાજરીમાં મેગ્નેશિયમની માત્રા સ્નાયુઓના અને યોગ્ય ન્યુરોમસ્ક્યૂલર કાર્યોમાં મદદગાર બને છે.

મિલેટ્સના ધાન્યના લોટ ગ્લુટન ફ્રી હોય છે પણ તેમાં ગોઇટ્રોજનની થોડીક માત્રા પણ હોય છે. આ પદાર્થ થાઇરોઇડ પ્રવૃત્તિમાં દખલ કરે છે અને જો રોજિંદા પ્રમાણમાં વધુ માત્રામાં લેવામાં આવે તો તે ગોઇટર ઉત્પન્ન કરી શકે છે. બીજું, મોટાભાગે બાજરી સહિતના મિલેટ્સમાં પ્રોટીન અને પોટેશિયમનું પ્રમાણ વધુ હોવાથી કિડનીના કોઈપણ રોગોથી પીડિત દર્દીઓએ ડૉક્ટર/ ન્યુટ્રિશનિસ્ટની સલાહ પ્રમાણે બાજરી, જુવાર, રાજગરાનો લોટ ઉપયોગમાં લેવો જોઇએ.

આ પણ વાંચોઃ Lockdown Recipe: Millet Biscuits will bring a smile to everyone's face

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.