- બે સૈનિકો ભીષણ એન્કાઉન્ટરમાં શહીદ થઇ ગયા હતા
- સર્ચ પેટ્રોલીંગ દળને આતંકવાદિઓએ દાદલ જંગલ વિસ્તારમાં જોયા
- આતંકવાદીઓએ ફાયરિંગ કર્યું હતું
શ્રીનગર: જમ્મુ-કશ્મીરના રાજૌરીમાં નિયંત્રણ રેખા (LoC) ની બાજુમાં ગુરુવારે સેનાએ બે પાકિસ્તાની આતંકવાદિઓને મારીને ઘૂસણખોરીનો એક મોટો પ્રયાસ નિષ્ફળ કર્યો હતો, જ્યારે એક જૂનિયર કમીશન અધિકારી સહિત બે સૈનિકો ભીષણ એન્કાઉન્ટરમાં શહીદ થઇ ગયા હતા.
આ પણ વાંચોઃ જમ્મુ કાશ્મીર (Jammu Kashmir): LOC પર આતંકીઓ સાથે અથડામણમાં એક જવાન ઘાયલ
સેનાના જવાનોએ એક વિશાળ સર્ચ અભિયાન શરૂ કર્યું
સંરક્ષણ પ્રવક્તાએ જણાવ્યું હતું કે, રાજૌરી જિલ્લાના સુંદરબની સેક્ટરના દાદલ વિસ્તારમાં ઘૂસણખોરી અને આતંકીઓની ગતિવિધિઓની માહિતી મળ્યા બાદ સેનાના જવાનોએ એક વિશાળ સર્ચ અભિયાન શરૂ કર્યું હતું. તેમણે કહ્યું કે, ગુરુવારે આ માહિતીની પુષ્ટિ કરવામાં આવી હતી અને આતંકવાદીઓની શોધમાં સર્ચ પેટ્રોલીંગ દળને આતંકવાદિઓએ દાદલ જંગલ વિસ્તારમાં જોયા અને તેમને પડકાર આપ્યો હતો.
બે પાકિસ્તાની આતંકવાદીઓ માર્યા ગયા હતા
પ્રવક્તાએ જણાવ્યું હતું કે, આતંકવાદીઓએ ફાયરિંગ કર્યું હતું અને હાથગોળા ફેંક્યા, જેનાથી એક ભીષણ એન્કાઉન્ટર થયું હતું, જેમાં બે પાકિસ્તાની આતંકવાદીઓ માર્યા ગયા હતા. તેમણે જણાવ્યું હતું કે, આ અભિયાનમાં નાયબ સબ શ્રીજીત એમ અને કોન્સ્ટેબલ મારૂપ્રોલૂ જસવંત રેડ્ડી શહીદ થયા હતા.
આતંકવાદીઓ પાસેથી બે એકે-47 રાઇફલ મળી આવી
પ્રવક્તાએ જણાવ્યું હતું કે, આતંકવાદીઓ પાસેથી બે એકે-47 રાઇફલ અને વિશાળ માત્રામાં દારૂગોળો મળી આવ્યો છે. તેમણે કહ્યું કે, આ વિસ્તારની સઘન શોધખોળ ચાલી રહી છે. સૈન્ય દ્વારા છેલ્લા 24 કલાકમાં રાજૌરીમાં નિયંત્રણ રેખા પરનો આ બીજો ઘૂસણખોરીનો પ્રયાસ છે.
આ પણ વાંચોઃ ઉત્તર કાશ્મીર હંડવારામાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે તકરાર, એક આંતકવાદીનું એનકાઉન્ટર
એન્કાઉન્ટરમાં બે જવાન ઇજાગ્રસ્ત થયા હતા
બુધવારે રાજૌરી જિલ્લામાં નિયંત્રણ રેખાની બાજુમાં એક પાકિસ્તાની આતંકવાદીઓએ ઘૂસણખોરીના પ્રયાસ નિષ્ફળ કરી સૈન્યના જવાનોએ ગોળીબાર કર્યો હતો. એલઓસી પાર કરવાનો પ્રયાસ કરનારા આતંકવાદીઓ સાથેના એન્કાઉન્ટરમાં બે જવાન ઇજાગ્રસ્ત થયા હતા.