- લોકડાઉનની આશંકાઓ કામદારો વળ્યા ઘર તરફ
- રાજધાનીમાં છ દિવસનું લોકડાઉન
- કામદારો સ્થળાંતર કરતા મજૂરોની સર્જાઈ શકે છે અછત
નવી દિલ્હી/ગુરુગ્રામ: દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે રાજધાની દિલ્હીમાં એક એઠવાડિયાના લોકડાઉનની ઘોષણા કરતા પ્રવાસીઓને દિલ્હી છોડીને ન જવાની અપીલ કરી હતી પરંતુ તેમ છતાં પણ અહીં આનંદ વિહાર બસ ડેપો ખાતે હજારો લોકો પોતાના ઘરે જવા એકઠા થયા હતા.
લોકો વળ્યા ઘર તરફ
પોલીસ અધિકારીઓ મુજબ, આનંદ વિહાર બસ ડેપો અને રેલવે સ્ટેશન પર 5,000થી વધુ લોકો પહોંચી ગયા હતા અને હજુ પણ આ સંખ્યામાં વધારો થઈ રહ્યો છે.
આ પણ વાંચો: દિલ્હીના આનંદ વિહાર બસ ડેપો પર શ્રમિકોની ભારે ભીડ, અફરા-તફરીનો માહોલ
કેજરીવાલની ખાતરી છતાં કામદારો ઘર તરફ રવાના
આ પહેલા કેજરીવાલે દિવસની શરૂઆતમાં લોકડાઉનની ઘોષણા કરતા રાજધાનીમાં રહેતા બહારના કામદારોને અપીલ કરી હતી કે, આ લોકડાઉન નાનું હોવાની અપેક્ષા છે, તેથી તેઓ દિલ્હી છોડીને ન જાય.
રાજધાનીમાં છ દિવસનું લોકડાઉન
રાજધાનીમાં સોમવાર રાત્રિના 10 વાગ્યાથી આવતા સોમવારે સવાર પાંચ વાગ્યા સુધીના લોકડાઉનની ઘોષણા કરતા કેજરીવાલે કહ્યું કે, 'હું છું ને, મારા પર વિશ્વાસ રાખો'
પોલીસ કર્મચારી કામદારોને સમજાવી રહ્યા છે
એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, લોકડાઉનની અચાનક ઘોષણા બાદ હજારો લોકો આનંદ વિહાર બસ ડેપો પહોંચવા લાગ્યા હતા. આ વિસ્તારમાં તૈનાત પોલીસ કર્મચારી પણ લોકોને સમજાવવા અને પાછા ફરવાનો પ્રયાસ કરી રહ્યા છે. જો કે, પ્રવાસી કામદારોને એવી આશંકા પણ છે કે, દિલ્હીમાં કોરોનાના વધતા કેસને કારણે લોકડાઉનની વધારી પણ શકાશે.
આ પણ વાંચો: દિલ્હીમાં એક અઠવાડિયાના લોકડાઉનની જાહેરાત
કામદારો સ્થળાંતર કરતા મજૂરોની સર્જાઈ શકે છે અછત
ઉલ્લેખનીય છે કે, ગુરુગ્રામ એ ઔદ્યોગિક નગર છે જ્યાં યુપી, બિહાર, બંગાળ, ઉત્તરાખંડ જેવા રાજ્યોના લોકો નોકરી કરવા આવે છે. આવી સ્થિતિમાં જો સ્થળાંતર કરનારા લોકોનું સ્થળાંતર બંધ ન કરવામાં આવે તો આગામી કેટલાક દિવસોમાં ગુરુગ્રામના ઔદ્યોગિક એકમોમાં મજૂરોની અછત વર્તાઇ શકે છે.
આગામી 6 દિવસોમાં અમે દિલ્હીમાં બેડની વ્યવસ્થા કરીશું
મુખ્યપ્રધાને જણાવ્યું હતું કે, 'આગામી 6 દિવસોમાં અમે દિલ્હીમાં બેડની વ્યવ્થા કરીશું. અમારા સહાય માટે અમે સેન્ટ્રલ ગવર્નમેન્ટનો આભાર માનીએ છીએ. લોકડાઉનના સમયનો ઉપયોગ ઓક્સિજન, સારવારની વ્યવસ્થા કરવા માટે કરવામાં આવશે. હું બધા જ નિર્દેશોનુંં પાલન કરવાની વિનંતી કરું છું. '
દિલ્હીના મુખ્યપ્રધાને પ્રવાસી મજૂરોને અપીલ કરી કે, દિલ્હી છોડોને ના જશો
દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે પ્રવાસી મજૂરોને અપીલ કરતા કહ્યું હતું કે, કે હું તમને હાથ જોડીને અપીલ કરૂ છુ કે, આ ફક્ત 6 દિવસો માટે એક નાનકડું લોકડાઉન છે. દિલ્હી છોડોની ના જશો. હું આશા રાખું છું કે, લોકડાઉન આગળ વધારવાની જરૂરી નથી. સરકાર તમારી કાળજી રાખશે.