- પંજાબના મોગામાં ફાઈટર જેટ મિગ 21 થયું ક્રેશ
- મિગ -21એ રાજસ્થાનના સુરતગઢથી ઉડાન ભરી હતી
- અકસ્માત સમયે વિમાન નિયમિત તાલીમ ઉડાન પર હતું
ચંદીગઢ: ભારતીય વાયુસેનાનું મિગ -21 લડાકુ વિમાન મોડી રાત્રે ક્રેશ થયું હતું. મળતી માહિતી મુજબ, મિગ -21એ રાજસ્થાનના સુરતગઢથી ઉડાન ભરી હતી અને આ ઘટના મોગાના લંગિયાના ખુર્દ ગામ નજીક બની હતી.
પાઇલોટ અભિનવનું મૃત્યું
ઉલ્લેખનીય છે કે, અકસ્માત સમયે વિમાન નિયમિત તાલીમ ઉડાન પર હતું. ઘટનાસ્થળ પર પ્રશાસન અને ઉચ્ચ અધિકારીઓ પહોંચી ગયા હતા. જેમાં પાઇલોટ અભિનવ હજુ મળ્યા નહોંતા. ત્યારે તેમની શોધ માટે એક સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં વિગતો મળી હતી કે, પાયલોટ અભિનેવનું ઘટના સમયે મૃત્યું થયું છે.
આ પણ વાંચો: MPના ગોહદમાં MIG-21 ફાઈટર પ્લેન ક્રેશ, બે પાયલટનો આબાદ બચાવ
દુર્ઘટના સુરતગઢના એરબેઝની આજુબાજુ બની હતી
તમને જણાવી દઇએ કે, 05 જાન્યુઆરીએ રાજસ્થાનના શ્રીગંગાનગરના સુરતગઢમાં એક મિગ -21 બાઇસન વિમાન ક્રેશ થયું હતું. સૈન્યના જણાવ્યા અનુસાર, MIG-21 બાયસન વિમાન તકનીકી ખામીને કારણે રાત્રે 8: 15 વાગ્યે ક્રેશ થયું હતું. આ દુર્ઘટના સુરતગઢના એરબેઝની આજુબાજુ બની હતી. જો કે, પાયલોટ સુરક્ષિત હતો.
મિગ-21 માં છે સુપરસોનિક સ્પીડ
મિગ -21 ફાઇટર એરક્રાફ્ટ મિગ અનેક ઘાતક વિમાનોની ટૂંકી રેન્જ અને મધ્યમ રેન્જની વિમાન મિસાઇલોથી હુમલો કરવામાં સક્ષમ છે. આ ફાઇટર એરક્રાફ્ટની ગતિ પ્રતિ કલાક 2229 કિલોમીટર છે, જે તે સમયે સૌથી ઝડપથી ઉડતું ફાઇટર એરક્રાફ્ટ હતું.
કારગિલ યુદ્ધમાં પણ મિગ-21 એ મહત્વની ભૂમિકા ભજવી હતી
વર્ષ 1964 માં મિગ -21 ફાઇટર એરક્રાફ્ટને પ્રથમ સુપરસોનિક ફાઇટર જેટ તરીકે ભારતીય એરફોર્સમાં સામેલ કરવામાં આવ્યું હતું. શરૂઆતમાં આ જેટ વિમાન રશિયામાં બનાવવામાં આવ્યાં હતાં અને ત્યારબાદ ભારતે પણ આ વિમાનને એસેમ્બલ કરવાની યોગ્ય અને તકનીકી મેળવી હતી. જે પછી હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ (HAL) એ 1967 થી લાઇસન્સ હેઠળ મિગ -21 ફાઇટર એરક્રાફ્ટનું ઉત્પાદન શરૂ કર્યું. રશિયાએ 1985 માં આ વિમાનનું ઉત્પાદન બંધ કર્યું હતું, પરંતુ ભારત તેના અપગ્રેડ કરેલા વેરિએન્ટનો ઉપયોગ કરી રહ્યું છે.
આ પણ વાંચો: મિગ-21માં વિંગ કમાન્ડર અભિનંદને ફરી ભરી ઉડાણ
મિગ -21 એ બાયસન ફાઇટર એરક્રાફ્ટ મિગ -21 નું અપગ્રેડ કરેલું વર્ઝન છે
મિગ -21 પણ પાકિસ્તાન સાથે 1971 અને 1999 ની કારગિલ યુદ્ધોમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. મિગ -21 એ બાયસન ફાઇટર એરક્રાફ્ટ મિગ -21 નું અપગ્રેડ કરેલું વર્ઝન છે. તેથી, તેનો ઉપયોગ આગામી 3 થી 4 વર્ષ માટે થઈ શકે છે. આ વર્ઝનો ઉપયોગ ફક્ત ભારતીય વાયુસેના દ્વારા કરવામાં આવે છે. અન્ય દેશો તેના વિવિધ વેરિયન્ટનો ઉપયોગ કરે છે. સપ્ટેમ્બર 2018 સુધીમાં એરફોર્સ પાસે લગભગ 120 મિગ -21 વિમાન હતા.