ETV Bharat / bharat

Micro lenders : બેરોજગાર વર્ગ અને વિદ્યાર્થીઓને નિશાન બનાવતાં તરત જ નાણાં ધીરનારાઓ, શી સાવધાની રાખશો? - Micro lenders cause mega trouble

નાણાંની જરુરત બેરોજગાર યુવાનો અને વિત્તીય બાબતોમાં ભોળા વિદ્યાર્થીઓને ચિંતિત બનાવે છે. નાણાં ધીરનારા લોકો દસ્તાવેજો વિના ત્વરિત લોન ઓફર કરીને તેઓને ફસાવવાની તકની જ શોધમાં છે. આવા ત્વરિત ધીરાણકર્તાઓ પાસેથી નાણું લેતા પહેલાં અમુક સાવચેતી જરુર દાખવવી જોઇએ. જેમ કે આરબીઆઈ તરફથી માન્ય મોબાઇલ ઓન્લી એનબીએફસી લાઇસન્સ છે કે કેમ તે તપાસો.

Micro lenders : બેરોજગાર વર્ગ અને વિદ્યાર્થીઓને નિશાન બનાવતાં તરત જ નાણાં ધીરનારાઓ, શી સાવધાની રાખશો?

author img

By

Published : Feb 11, 2023, 3:43 PM IST

હૈદરાબાદ : નાણાકીય મુશ્કેલીના સમયે ઉતાવળમાં લીધેલો નિર્ણય વધુ નુકસાન અને દુઃખ તરફ દોરી શકે છે. જેમની પાસે આવકનો નિયમિત સ્ત્રોત નથી અથવા રોજગાર ગુમાવ્યો છે તેઓ લાંબો વિચાર ન કરતાં ખોટા નાણાકીય નિર્ણયો લઇ શકે છે. આ બાબત એવી છે જ્યાં માઇક્રો ફાઇનાન્સ કંપનીઓ જરૂરિયાતમંદ લોકોની નબળાઈઓનો શિકાર કરવા માટે આગળ વધે છે. આવા અનૈતિક સૂક્ષ્મ ધીરાણકર્તાઓની જાળમાં ફસાઈ ન જવાય તે માટે બેરોજગાર યુવાનો અને લાંબો વિચાર ન કરતાં વિદ્યાર્થીઓએ કઈ સાવચેતી રાખવી જોઈએ તે માટે આ બાબતો જાણવી ઉપયોગી નીવડશે.

ડિજિટલ લોન લેવા દબાણ : સ્માર્ટ ફોન અને ડિજિટલ મીડિયાના વ્યાપક ઉપયોગને કારણે તાત્કાલિક લોન ધીરાણકર્તાઓ જરૂરિયાતમંદ યુવાનોનું ધ્યાન આકર્ષિત કરવામાં વધુ સક્ષમ છે. જ્યારે માન્ય દસ્તાવેજો વિના બેંકો અને નિયમિત નાણાકીય સંસ્થાઓ પાસેથી લોન મેળવવી અશક્ય છે. સૂક્ષ્મ ધીરાણકર્તાઓ કોઈ દસ્તાવેજો અથવા ઉધાર લેનારાઓની સહીઓ પણ માંગતા નથી. તેઓ જરૂરિયાતમંદ ઉધાર લેનારાઓમાં તાકીદની ભાવના પેદા કરે છે અને તેમને ડિજિટલ લોન લેવા દબાણ કરે છે.

આ પણ વાંચો Adani vs Hindenburg : અદાણીએ હિંડનબર્ગ સામે ખોલ્યો મોરચો, અમેરિકન કાનૂની ટીમને કરી હાયર

લોન એપ વિશે ચકાસણી : માઈક્રો લોન માટે જતી વખતે સૌપ્રથમ અને સૌથી અગત્યની સાવચેતી એ છે કે લોન એપ ફર્મને કોઈ ભૌતિક સરનામું મળ્યું છે કે નહીં તે તપાસવું. માઇક્રો ફાઇનાન્સમાં બિઝનેસ કરવા માટે પણ, નાણાં ધીરતી પેઢીએ નિર્ધારિત માર્ગદર્શિકાનું પાલન કરવાનું હોય છે. તેઓએ રીઝર્વ બૅન ઑફ ઈન્ડિયા RBI પાસેથી મોબાઇલ-ઓન્લી એનબીએફસી NBFC બિન-બેન્કિંગ નાણાકીય કંપની લાયસન્સ પણ લેવું જરુરી હોય છે.

છેતરપિંડીનો હેતુ : જો કોઈ પેઢી RBI લાઇસન્સ વિના માઇક્રો લોન આપે છે, તો તેનો અર્થ એ છે કે આમાં કોઇ છેતરપિંડીનો કોઈ હેતુ હોઇ શકે છે. તમારે કોઈપણ કિંમતે આવા ધીરાણકર્તાઓને ટાળવું જોઈએ. લોન શાર્ક દ્વારા ભવિષ્યમાં થતી હેરાનગતિનો શિકાર થવાને બદલે સુરક્ષાને ધ્યાનમાં લેવી અને નાણાકીય સમસ્યાઓનો સામનો કરવો વધુ સારું છે. જો શક્ય હોય તો નાણાં લેનારે તપાસ કરવી જોઈએ કે શું તમને તરત જ લોન આપનાર સૂક્ષ્મ ધીરાણકર્તા પાસે ફોન નંબર છે અથવા તેમને ઑનલાઇન હકારાત્મક સમીક્ષાઓ મળી છે કે કેમ.

આ પણ વાંચો Life Insurance: જીવન વીમા પોલિસી લેતા પહેલા કઈ બાબતોનું ધ્યાન રાખશો

તમારા સંપર્કોનો દુરુપયોગ : લોન એપ ડાઉનલોડ કરતા પહેલા બે વાર વિચારવું જોઈએ. તેઓ તમારા અંગત ડેટાનો ઉપયોગ કરવાની પરવાનગી માંગે છે. તમારા ફોન નંબર અને ફોટોનો દુરુપયોગ થઇ શકે છે.. એકવાર તમે તમારા ઓળખીતાપાળખીત ફોન નંબરો આપી દો, પછી તેઓ આ સંપર્કોનો દુરુપયોગ કરીને ભવિષ્યમાં તમને ભારે સામાજિક નુકસાન પહોંચાડે છે. સૂક્ષ્મ ધીરાણકર્તા પરિવારના સભ્યો, મિત્રો અને ઉધાર લેનારના સંબંધીઓને પણ લક્ષ્ય બનાવે છે.

આ સાવધાની જરુર રાખો : ઈન્સ્ટન્ટ લોન લેણદારો તેમના આધાર અને પાન કાર્ડની વિગતો લઈને લોન લેનારાઓને હેરાન કરવા માટે અન્ય સામાન્ય યુક્તિનો ઉપયોગ કરે છે. તેઓ તમારા અંગત ડેટાનો દુરુપયોગ કરે છે અને તમને છેતરપિંડીઓમાં ફસાવે છે. જ્યારે તાકીદે નાણાંની જરૂર હોય ત્યારે વ્યક્તિ તાત્કાલિક લોન માટે જઈ શકાય શકે છે. પરંતુ સંબંધિત મોબાઇલ લોન એપ્લિકેશનના ઓળખપત્રોની ચકાસણી કર્યા પછી જ. તમારે તેમાં સામેલ છુપાયેલી ફી તપાસવી જોઈએ અને ત્વરિત ધીરાણકર્તાઓ દ્વારા એકત્રિત કરવામાં આવતા વ્યાજના ઊંચા દરો સામે પણ સાવચેત રહેવું જોઈએ.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.