નવી દિલ્હી: સરકારે સોમવારે જમ્મુ અને કાશ્મીરના પુલવામામાં સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF)ની બસ પર આતંકવાદી હુમલામાં (Terrorist attack on CRPF bus) સામેલ પાકિસ્તાની નાગરિક મોહિઉદ્દીન ઔરંગઝેબ આલમગીરને આતંકવાદી જાહેર (government declared Aurangzeb Alamgir a terrorist) કર્યો છે. 14 ફેબ્રુઆરી, 2019ના રોજ પુલવામામાં થયેલા હુમલામાં CRPFના (Terrorist attack on CRPF bus) 40 જવાનો શહીદ થયા હતા. લગભગ એક પખવાડિયા બાદ, ભારતે જવાબી કાર્યવાહીમાં પાકિસ્તાનની અંદર સ્થિત આતંકવાદી કેમ્પો પર હવાઈ હુમલા (Indian Surgical strike) કર્યા હતા.
આ પણ વાંચો: શ્રીનગરમાં આતંકી હુમલો, એક CRPF જવાન શહીદ, એક ઈજાગ્રસ્ત
ભારત વિરોધી આતંકવાદી પ્રવૃત્તિઓ: કેન્દ્રીય ગૃહ મંત્રાલયે એક નોટિફિકેશનમાં કહ્યું છે કે, મકતબ અમીર, મુજાહિદ ભાઈ અને મુહમ્મદ ભાઈ તરીકે ઓળખાતા આલમગીર પુલવામામાં CRPFના કાફલા પર હુમલામાં સામેલ હતા. તે જૈશ-એ-મોહમ્મદ (JeM) વતી ભારત વિરોધી આતંકવાદી પ્રવૃત્તિઓમાં સામેલ છે અને પાકિસ્તાની નાગરિકો પાસેથી સંગઠન માટે ભંડોળ એકત્ર કરવાની અને કાશ્મીરમાં ભંડોળ ટ્રાન્સફર કરવાની પ્રવૃત્તિઓમાં સામેલ છે.
ગેરકાયદેસર ગતિવિધિઓ: આલમગીર અફઘાન લડવૈયાઓની ઘૂસણખોરી અને જમ્મુ-કાશ્મીરમાં ભારતીય સુરક્ષા દળો પર આતંકવાદી હુમલાઓનું સંકલન કરવામાં સામેલ છે. મંત્રાલયે કહ્યું કે આલમગીરની તમામ ગતિવિધિઓને ધ્યાનમાં રાખીને તેને ગેરકાયદેસર ગતિવિધિઓ એક્ટ હેઠળ આતંકવાદી જાહેર કરવામાં આવ્યો છે.