પુણે: અહેમદનગર-કલ્યાણ હાઈવે પર ડિંગોર નજીક અંજીરા બાગ પાસે રવિવારે રાત્રે 10 થી 11 વાગ્યાની વચ્ચે ગોઝારો અકસ્માત સર્જાયો હતો, આ અકસ્માતમાં આઠ લોકોના ઘટનાસ્થળે જ મોત થયાની પ્રાથમિક માહિતી બહાર આવી છે. આ અકસ્માત બે રીક્ષા અને ટ્રક વચ્ચે સર્જાયો હતો, જેમાંથી એક રીક્ષાનો કચ્ચરઘાણ વળી ગયો હતો. આ અકસ્માત એટલો ભયાનક હતો કે, ઘટનાસ્થળે જ પાંચ લોકોના મોત થયા હતાં. સ્થાનિક લોકોએ આ અકસ્માતની તાત્કાલિક પોલીસને જાણ કરી હતી. જેના પગલે પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી. પોલીસે સ્થાનિકોની મદદથી રાહત અને બતાવ કામગીરી શરૂ કરી હતી.
અકસ્માતમાં 8 લોકોના મોત: મળતી માહિતી અનુસાર આ અકસ્માતમાં ઓતૂરથી કલ્યાણ તરફ જઈ રહેલી એક પીક-અપ રિક્ષા અને ટ્રક વચ્ચે સર્જાયો હતો. જેમાં ટ્રક ચાલકે રીક્ષાને અડફેટે લીધી હતી. આ અકસ્માતમાં કુલ 8 લોકોનાં મૃત્યું નીપજ્યાં છે, જેમાંથી પાંચ પુરુષ, એક મહિલા અને બે નાના બાળકોનો સમાવેશ થાય છે. મૃતકોની ઓળખ ગણેશ મસ્કરે (3), કોમલ મસારે (25 વર્ષ), હર્ષદ મસ્કરે (ઉંમર 6) કાવ્યા મસ્કરે (ઉંમર 6) તરીકે થઈ છે. અન્ય મૃતકોના નામ હજુ સામે આવ્યા નથી.
પોલીસ તપાસ: હાલ તો સમગ્ર અકસ્માતની ઘટનાને લઈને પોલીસે તપાસ હાથ ધરી છે, અને મૃતકોના મૃતદેહોને તેમજ ઈજાગ્રસ્તોને હોસ્પિટલમાં ખસેડીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. મહત્વપૂર્ણ છે કે, દેશમાં દિન-પ્રતિદિન અકસ્માતની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે. સરકારના કડક નિયમો છતાં ગેરજવાબદારી ભર્યુ ડ્રાઈવિંગ કરીને કેટલાંક વાહન ચાલકો અન્ય લોકોની જિંદગીને જોખમમાં મુકી રહ્યાં છે અને પરિણામે આવા અકસ્માતમાં સર્જાતા રહે છે જેમાં નિર્દોષ લોકો કાળનો કોળીયો બની જાય છે.