ETV Bharat / bharat

MH Fire Accident: પુણેમાં દુકાનોમાં આગ લાગતા બે ભડથું, - Fire in shops in Pune Two citizens injured

મહારાષ્ટ્રના પુણેમાં સતારા રોડ પર આવેલી ત્રણ અલગ-અલગ દુકાનોમાં ગઈકાલે રાત્રે ભીષણ આગ લાગી હતી. આ અકસ્માતમાં બે લોકો દાઝી ગયાના હોવાની માહિતી મળી રહી છે. હાલ તો આગ કેવી રીતે લાગી હતી તેનું કારણ બહાર આવ્યું નથી.

મહારાષ્ટ્રના પુણેમાં દુકાનોમાં આગ લાગતા બે દાઝી ગયા

author img

By

Published : May 1, 2023, 11:59 AM IST

પુણેઃ ઉનાળાની ગરમી હોય કે વરસાદની ગરમી ઉકળાટના કારણે આગ લાગવાના બનાવો વધી રહ્યા છે. પુણેમાં આવેલા સતારા રોડ પર ગઈકાલે રાત્રે ત્રણ અલગ-અલગ દુકાનોમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. આ ઘટનામાં બે વ્યક્તિઓ દાઝી ગયાની માહિતી મળી રહી છે. આગ લાગવાનું કારણ જાણી શકાયું નથી. ફાયર ફાઈટરોએ આગ પર કાબુ મેળવ્યો હતો. પોલીસ ઘટનાની તપાસ કરી રહી છે. ડીમાર્ટની નજીક ત્રણ અલગ-અલગ દુકાનોમાં બપોરે 2.30 વાગ્યે અચાનક આગ ફાટી નીકળી હતી. લોકોએ આ અંગે પોલીસ અને ફાયર વિભાગને જાણ કરી હતી. માહિતી મળતા જ પોલીસ અને ફાયર બ્રિગેડના જવાનો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા.

આ પણ વાંચો પુણેના કાત્રજ ઘાટમાં મહિલા રિક્ષાચાલક પર મુસાફર દ્વારા દુષ્કર્મનો પ્રયાસ

ઓરિયન પાર્કમાં ભીષણ આગ: આ પહેલા મહારાષ્ટ્રના થાણે વિસ્તારમાં ઘોડબંદર રોડ પર આવેલા કપૂરબાવડીમાં સિનેવન્ડર મોલ અને ઓરિયન પાર્કમાં ભીષણ આગ લાગી હતી. આગમાં ફસાયેલા લોકોને પોલીસ અને ફાયર બ્રિગેડના જવાનોએ સુરક્ષિત રીતે બચાવી લીધા હતા. પોલીસના જણાવ્યા અનુસાર, સિનેવિન્ડર મોલની બાજુમાં આવેલી ઓરિયન બિઝનેસ પાર્ક બિલ્ડિંગના પહેલા માળે રાત્રે લગભગ 9 વાગ્યે આગ લાગી હતી. બાદમાં બાજુના સિનેવિન્ડરમાં ફેલાઈ ગઈ હતી. આ અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ નથી.

  • #WATCH Maharashtra: Two people have been reported injured in a fire that broke out at three different shops on Pune Satara Road near DMart. 7 fire tenders were on the spot to control the fire. The incident took place around 2.30 am. The fire is under control. pic.twitter.com/EURxfq767Z

    — ANI (@ANI) May 1, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

લોકો મોટી સંખ્યામાં: આ ઘટનામાં સ્થાનિક લોકો પણ મોટી સંખ્યામાં એકત્ર થઈ ગયા હતા. આગ ઠારવાનો પ્રયાસ કર્યો હતો. જો કે, ત્યાં સુધીમાં આગ ઘણી ફેલાઈ ગઈ હતી. તેને કાબૂમાં લેવી મુશ્કેલ હતી. ફાયર બ્રિગેડના જવાનોએ 7 ફાયર ટેન્કરની મદદથી ભારે જહેમત બાદ આગને કાબૂમાં લીધી હતી. આગમાં બે વ્યક્તિઓ ઈજા પામ્યાના સમાચાર છે. ફાયર બ્રિગેડના કર્મચારીઓના જણાવ્યા અનુસાર, દુકાનોમાં કેટલાક વિસ્ફોટ પણ થયા હતા, જેના કારણે આગની જ્વાળાઓ વધુ પ્રસરી હતી. દુકાનોને ભારે નુકસાન થયું હતું. એવું કહેવામાં આવી રહ્યું છે કે, જે દુકાનોમાં આગ લાગી તેમાંથી એક રસોડાના સાધનોની દુકાન અને બીજી મોબાઈલ ફોનની દુકાન હતી.

આ પણ વાંચો MH Crime: મહિલા અને તેના બે બાળકોની હત્યા અને સળગાવી, એકની ધરપકડ

સુરતમાં BMWમાં આગ: શહેરના મોટા વરાછા વિસ્તારમાં BMW ગાડીના આગળના ભાગે બોનેટમાં આગ ભભૂકી હતી. કાર ચાલકે રોડ વચ્ચે જ ગાડી મૂકી બહાર આવી ગયો હતો. ઘટનાની જાણ થતા જ મોટા વરાછા ફાયર વિભાગ ઘટના સ્થળે પહોંચી આગ પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવ્યો હતો. જોકે આ આગમાં કોઈ પ્રકારની જાનહાની થઇ ન હતી. ગાડીના આગળના ભાગે બોનેટમાં આગ ભભૂકી ઉઠતા તેઓ રોડ વચ્ચે જ ગાડી મૂકી બહાર આવી હતી.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.