ETV Bharat / bharat

Vinod Kambli Controversy: પૂર્વ ક્રિકેટર વિનોદ કાંબલી વિરુદ્ધ નોંધાઈ FIR, દારૂના નશામાં પત્ની સાથે કરી મારપીટ

મુંબઈની બાંદ્રા પોલીસે ભૂતપૂર્વ ક્રિકેટર વિનોદ કાંબલી વિરુદ્ધ કેસ નોંધ્યો છે. બાંદ્રા પોલીસે વિનોદ કાંબલીની પત્ની એન્ડ્રીયાના નિવેદન પર આઈપીસીની કલમ 324 અને 504 હેઠળ કેસ નોંધીને વધુ તપાસ શરૂ કરી છે. વિનોદ કાંબલીની પત્ની એન્ડ્રીયાએ વિનોદ પર આરોપ લગાવ્યો છે કે તેણે દારૂના નશામાં હતા ત્યારે તેની સાથે મારપીટ કરી હતી

MH FIR registered against former cricketer Vinod Kambli at Bandra Police Station in Mumbai after his wife complaint

author img

By

Published : Feb 5, 2023, 1:11 PM IST

Updated : Feb 5, 2023, 1:50 PM IST

મુંબઈ: પૂર્વ ક્રિકેટર વિનોદ કાંબલી ફરી એકવાર વિવાદમાં ફસાયા છે. આ વખતે તેની પત્નીએ મુંબઈના બાંદ્રા પોલીસ સ્ટેશનમાં તેની સામે મારપીટ કરવાનો કેસ દાખલ કર્યો છે, જેમાં આરોપ છે કે તેણે દારૂના નશામાં તેના ફ્લેટમાં તેની સાથે મારપીટ કરી હતી. વિનોદ કાંબલીની પત્નીએ આરોપ લગાવ્યો છે કે વિનોદ કાંબલીએ રસોઈ બનાવવાનું હેન્ડલ તેના પર ફેંક્યું હતું જેના કારણે તેના માથામાં ઈજા થઈ હતી.

શું બની હતી ઘટના?: આ ઘટના શુક્રવારે બપોરે 1 થી 1.30 વાગ્યાની વચ્ચે બની હતી જ્યારે કાંબલી નશાની હાલતમાં બાંદ્રા સ્થિત તેના ફ્લેટ પર પહોંચ્યો હતો અને તેણે તેની પત્ની સાથે દુર્વ્યવહાર કર્યો હતો. આ પછી તે દોડીને રસોડામાં ગયો અને રસોઈ બનાવવાની તપેલીનું હેન્ડલ લઈને તેની પત્ની પર ફેંકી દીધું. બાંદ્રા પોલીસના એક અધિકારીએ જણાવ્યું હતું કે પોલીસ આવે તે પહેલાં કાંબલીની પત્નીએ ભાભા હોસ્પિટલમાં પોતાની સારવાર કરાવી હતી.

ધરપકડ થવાની શક્યતા: પોલીસના જણાવ્યા મુજબ, વિનોદ કાંબલીની પત્નીએ પોલીસનો સંપર્ક કર્યો હતો અને એ પહેલાં મુંબઈની ભાભા હોસ્પિટલમાં પોતાની સારવાર કરાવી હતી. પત્નીના જણાવ્યા મુજબ, વિનોદ કાંબલી નશામાં ધૂત થઈને ઘરે આવ્યો હતો અને પછી અપશબ્દો બોલ્યો હતો. બાદમાં તેણે તેને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો પણ તે સમજ્યો નહીં. સમજાવવા જતા તે ઉશ્કેરાઈ ગયો હતો અને હુમલો કર્યો હતો. તેણે ફરિયાદમાં કહ્યું છે કે, વિનોદ કાંબલી અપશબ્દો બોલ્યા હતા અને દારુના નશામાં તેની સાથે મારપીટ કરી હતી. જો કે, હજુ સુધી વિનોદ કાંબલીની ધરપકડ થઈ નથી.

આ પણ વાંચો Sidharth Kiara Wedding: આવો મસ્ત છે સૂર્યગઢ પેલેસ, જ્યાં સિદ્ધાર્થ-કિયારા પ્રભુતામાં પગલાં પાડશે

એન્ડ્રિયાનો આરોપ: કાંબલીની પત્ની એન્ડ્રિયાએ પોલીસને કરેલી ફરિયાદમાં કહ્યું, 'તે મને સતત ધમકાવતો રહે છે. તેઓ મારી અને મારા બાળક સાથે દુર્વ્યવહાર કરે છે, મારપીટ પણ કરે છે. અમને રાંધવાની તપેલી વડે માર્યા બાદ તેઓએ અમને બેટથી પણ માર માર્યો હતો. ઉલ્લેખનીય છે કે, અગાઉ વિનોદ કાંબલીની પોલીસે ગયા વર્ષે ફેબ્રુઆરીમાં ધરપકડ કરી હતી. ત્યારબાદ તેણે દારૂના નશામાં પોતાની કાર સાથે અન્ય વાહનને ટક્કર મારી હતી.

આ પણ વાંચો Former Pakistan President Pervez Musharraf passed away: પાકિસ્તાનના પૂર્વ રાષ્ટ્રપતિ પરવેઝ મુશર્રફનું લાંબી માંદગી બાદ નિધન

કાંબલીની કારકિર્દી: પૂર્વ ક્રિકેટર વિનોદ કાંબલીએ ભારત માટે કુલ 104 વનડે અને 17 ટેસ્ટ મેચ રમી હતી. આ દરમિયાન તેણે કુલ 3,561 રન બનાવ્યા. જેમાં 6 સદીનો સમાવેશ થાય છે. તેણે ટેસ્ટમાં ચાર સદી અને વનડે ક્રિકેટમાં બે સદી ફટકારી હતી. 1991માં પોતાની કારકિર્દીની શરૂઆત કરનાર કાંબલીનું કરિયર 9 વર્ષમાં સમાપ્ત થયું હતું. તેણે તેની છેલ્લી મેચ 2000માં રમી હતી, જ્યારે તેના સાથી ખેલાડી સચિન 24 વર્ષ સુધી દેશ માટે રમ્યા અને ઘણા રેકોર્ડ બનાવ્યા.

Last Updated : Feb 5, 2023, 1:50 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.