ETV Bharat / bharat

આકાશમાં જોવા મળ્યો રહસ્યમય પ્રકાશ, જૂઓ વીડિયો... - ઈન્ટરનેટ વીડિયો વાયરલ

મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રના આકાશમાં શનિવારે સાંજે રહસ્યમય પ્રકાશ જોવા મળ્યો હતો. જેનો વીડિયો જોતાની સાથે જ ઈન્ટરનેટ પર વાયરલ થઈ ગયો હતો અને સામાન્ય લોકોમાં ચર્ચાનો વિષય બન્યો હતો. આ ઘટના અંગે લોકો જુદી જુદી રીતે અનુમાન લગાવી રહ્યા છે. આ સાથે જ, નિષ્ણાતો તેને ઉલ્કાઓ ગણાવી રહ્યા છે. (METEOR SHOWER SEEN IN SKY)

આકાશમાં જોવા મળ્યો રહસ્યમય પ્રકાશ
આકાશમાં જોવા મળ્યો રહસ્યમય પ્રકાશ
author img

By

Published : Apr 3, 2022, 11:48 AM IST

Updated : Apr 3, 2022, 12:09 PM IST

ભોપાલ/મુંબઈ: મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રના ઘણા જિલ્લાઓમાં શનિવારે આકાશમાં અદભુત નજારો જોવા મળ્યો હતો. શનિવારે સાંજે 7 વાગ્યા પછી લગભગ 40 સેકન્ડ સુધી આકાશમાં રહસ્યમય લાઇટોની લાઇન ચમકતી જોવા મળી હતી. લોકોએ આ ઘટનાને પોતાના કેમેરામાં કેદ કરી લીધી હતી. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. તે જ સમયે, નિષ્ણાતો તેને ઉલ્કાઓ ગણાવી રહ્યા છે. આકાશમાંથી પડતી દેખાતી આ ઉલ્કા થોડીવાર આકાશમાં પ્રકાશ વરસાવતી રહી હતી. (METEOR SHOWER SEEN IN SKY)

આકાશમાં જોવા મળ્યો રહસ્યમય પ્રકાશ

આ પણ વાંચો : વડોદરા ગગનમા અગનગોળો દેખાયો, લોકોમાં સર્જાયું કુતુહુલ

સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલઃ ભોપાલના પ્રાદેશિક વિજ્ઞાન કેન્દ્રે જણાવ્યું કે, તે એક ઉલ્કા છે. તે સામાન્ય રીતે પડતું રહે છે. આ કદમાં મોટું હોવાથી ખુલ્લી આંખે દેખાતું હતું. ભોપાલ, ઈન્દોર, બરવાની, બરવાહ, બેતુલ અને ધાર જિલ્લામાં આ પ્રકાશ સાંજે 7 વાગ્યાની આસપાસ દેખાતો હતો. તેજ ગતિએ નીકળતી મિસાઈલ જેવી આ તેજસ્વી અદ્ભુત વસ્તુને જોઈને લોકોએ તેનો વીડિયો બનાવ્યો હતો. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં જ લોકોની પ્રતિક્રિયાઓ પણ આવવા લાગી હતી. ઉલ્કા જોઈને લોકો કહેવા માડ્યા કે કે, શું તે રશિયા દ્વારા છોડવામાં આવેલ રોકેટ છે, તો કોઈએ કહ્યું કે, પાકિસ્તાને મિસાઈલ નથી છોડીને.

ઈન્દોર, બેતુલમાં પણ જોવા મળ્યો પ્રકાશ : બેતુલ અને ઈન્દોરમાં પણ આ રહસ્યમયી રોશની જોવા મળી હતી. લાઈટ જોઈને ઘણા લોકો માની ગયા કે તે કોઈ રોકેટ છે. ઉલ્કાને જોઈને ઘણા લોકોએ ઈન્દોરથી દિલ્હી રૂટ પર વિમાન જવાની શક્યતા જણાવી હતી, પરંતુ જ્યારે ધીરે ધીરે ઉલ્કાના કદનો પ્રકાશ ઓછો થઈ ગયો અને તે જમીન તરફ પડવા લાગ્યો ત્યારે આશંકા થઈ કે કોઈ વિમાન પડી ગયું છે. બીજી તરફ નિષ્ણાતો આ સમગ્ર મામલાની તપાસમાં વ્યસ્ત છે. (METEOR SHOWER SEEN IN SKY)

આ પણ વાંચો : રાજસ્થાનમાં હિંદુ નવા વર્ષ પર નીકળેલી રેલી પર પથ્થરમારો, 42 ઈજાગ્રસ્ત

ઉલ્કાની કોઈ માર્કેટ વેલ્યૂ નથી: લોકો તેમના વિશે વિવિધ અટકળો લગાવી રહ્યા છે. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે, ઉલ્કાઓનું કોઈ બજાર મૂલ્ય નથી, પરંતુ તેનો ઉપયોગ વૈજ્ઞાનિક સંશોધનમાં થાય છે. ઉલ્કાઓ હવાના ઘર્ષણને કારણે આગ પકડે છે અને આ ટુકડા વાતાવરણમાં જ બળી જાય છે, પરંતુ તે કદમાં મોટા હતા, તેથી લોકો તેને લાંબા સમય સુધી જોઈ શકતા હતા. આ પહેલીવાર છે જ્યારે મધ્યપ્રદેશના પશ્ચિમી ભાગોમાં મોટા કદની ઉલ્કાઓ આકાશમાંથી પૃથ્વી તરફ પડતા જોવા મળી છે.

Last Updated : Apr 3, 2022, 12:09 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.