- ઓક્સિજન ટેન્કર હૈદરાબાદના બેગમપેટ એરપોર્ટ પર પહોંચ્યું
- થાઇલેન્ડથી તેલંગાણા માટે ત્રણ ક્રિઓજેનિક ઓક્સિજન ટેન્કર આયાત કર્યા છે
- થોડા દિવસોમાં બાકીના ક્રાયોજેનિક ઓક્સિજન ટેન્કર પણ હૈદરાબાદ પહોંચશે
હૈદરાબાદ: કોવિડ સામેની લડતમાં દેશભરની હોસ્પિટલોમાં મેડિકલ ઓક્સિજનની તીવ્ર તંગી વચ્ચે મેઘા એન્જિનિયરિંગ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર્સ લિમિટેડ (MEIL)એ શનિવારે થાઇલેન્ડથી તેલંગાણા માટે ત્રણ ક્રિઓજેનિક ઓક્સિજન ટેન્કર આયાત કર્યા છે. ઓક્સિજન ટેન્કર હૈદરાબાદના બેગમપેટ એરપોર્ટ પર પહોંચ્યું અને ત્યાં મેઘા એન્જિનિયરિંગ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર્સ લિમિટેડએ તેમનું સ્વાગત કર્યું.
આ પણ વાંચોઃ પોરબંદર સિવિલ હોસ્પિટલમાં ઓક્સિજન પ્લાન્ટની કામગીરી શરૂ
બેંગકોક (થાઇલેન્ડ)ના કુલ આવા 11 ટેન્કર આવશે
બેંગકોક (થાઇલેન્ડ)ના કુલ આવા 11 ટેન્કર આવશે. દરેક ક્રાયોજેનિક ઓક્સિજન ટેન્ક 1.40 કરોડ લિટર ઓક્સિજન આપી શકશે. આ ટેન્કો હોસ્પિટલોમાં લિક્વિડ મેડિકલ ઓક્સિજન (એલએમઓ)ની સપ્લાય વધારવામાં મદદ કરશે. તે MEIL દ્વારા તેલંગાણા રાજ્યને વિના મૂલ્યે આપવામાં આવી હતી.
દરેક ક્રાયોજેનિક ટાંકી 1.40 કરોડ લિટર મેડિકલ ઓક્સિજન પૂરો પાડી શકે છે
ત્રણ ટેન્કરની પહેલી ટુકડી શનિવારે અહીંના બેગમપેટ એરફોર્સ સ્ટેશન પર ઉતરી અને બાકીના 8 ટેન્ક થોડા દિવસોમાં અહીં પહોંચી જશે. દરેક ક્રાયોજેનિક ટાંકી 1.40 કરોડ લિટર મેડિકલ ઓક્સિજન પૂરો પાડી શકે છે અને તમામ 11 ટાંકીમાંથી લગભગ 15.40 કરોડ લિટર ઓક્સિજનનો ઉમેરો કરી શકે છે.
થાઇલેન્ડથી 11 ક્રાયોજેનિક ઓક્સિજન ટેન્કર મંગાવવામાં આવ્યા છે
એમઈઆઈએલના ડાયરેક્ટર શ્રીનિવાસે કહ્યું કે, 'MEILની સીએસઆર પ્રવૃત્તિઓ અંતર્ગત થાઇલેન્ડથી 11 ક્રાયોજેનિક ઓક્સિજન ટેન્કર મંગાવવામાં આવ્યા છે અને આજે અમારી પ્રથમ બેચ મળી છે. જેમાં ભારતીય વાયુ સેનાના સતત ટેકાથી થાઇલેન્ડથી હૈદરાબાદમાં ત્રણ ટેન્કર લાવવામાં આવ્યા છે. "
આ પણ વાંચોઃ તૌકતે વાવાઝોડાના ભય વચ્ચે પણ પશ્ચિમ રેલવેએ ઓક્સિજન સપ્લાય ચાલુ રાખ્યો
એક જ ટેન્કરની ક્ષમતા 20 મેટ્રિક ટન છે
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, MEIL જે ઓક્સિજન લાવે છે, તે તમામ ઓક્સિજનની અછતની સમસ્યાના નિવારણ માટે તેલંગાણા સરકારને મફતમાં સોંપવામાં આવશે. તેમણે કહ્યું કે, એક જ ટેન્કરની ક્ષમતા 20 મેટ્રિક ટન છે. શ્રીનિવાસે વધુમાં જણાવ્યું હતું કે, થોડા દિવસોમાં બાકીના ક્રાયોજેનિક ઓક્સિજન ટેન્કર પણ હૈદરાબાદ પહોંચશે.