- નિરંજની અખાડામાં પંચોની બેઠકમાં મહત્વનો નિર્ણય
- બલબીરગિરિને મહંત નરેન્દ્રગિરિના અનુગામી બનાવવા પર સહમતિ
- નિરંજન અખાડાના સેક્રેટરી રવીન્દ્ર પુરીએ આપી જાણકારી
હરિદ્વાર: નિરંજની અખાડામાં પંચોની બેઠકમાં મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ બેઠકમાં નિરંજની અખાડાના મુખ્ય સંતો ઉપસ્થિત રહ્યાં હતાં. મહંત નરેન્દ્રગિરિના અવસાન (Mahant Narendra Giri case) બાદ સભામાં બલબીરગિરીને (Balbirgiri) તેમના અનુગામી બનાવવામાં આવ્યાં છે. નિરંજની અખાડાના સેક્રેટરી રવીન્દ્ર પુરીએ બાઘમ્બ્રી મઠની વસીયત દર્શાવી હતી.
બોર્ડની રચના કરવામાં આવશે
બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો છે કે બાઘમ્બરી મઠ ચલાવવા માટે નિરંજન અખાડામાં 1 બોર્ડની રચના કરવામાં આવશે. આ બોર્ડ અખાડાના હિત અને ગૌરવ માટે કામ કરાવવા માટે બનાવવામાં આવી રહ્યું છે. બોર્ડમાં નિરંજની અખાડાના પાંચ લોકોનો સમાવેશ થશે. બલબીરગિરિને (Balbirgiri) અનુગામી બનાવવાનું લગભગ નિશ્ચિત છે.
આઠ અષ્ટ કૌશલ મહંતો અને આઠ ઉપમહંતો બેઠકમાં સામેલ
મહંત નરેન્દ્રગિરિના નિધન (Mahant Narendra Giri case) બાદ હરિદ્વારમાં નિરંજની અખાડાની આ પ્રથમ બેઠક છે. નિરંજન અખાડાના સચિવ રવીન્દ્ર પુરીએ જણાવ્યું હતું કે, અખાડાના પંચો અને સંતોએ મળીને નક્કી કર્યું છે કે આજે તમામ સંતોની બેઠક બોલાવવી જોઈએ. જેમાં મહંત નરેન્દ્રગિરિના ઉત્તરાધિકારીને ચૂંટવામાં આવે. બેઠકમાં બધાં સંત પોતાનો મત રાખશે અને નિર્ણય લેવાશે કે કોણ મહંત નરેન્દ્રગિરિનું ઉત્તરાધિકારી બનશે. બેઠકમાં માહિતી આપતા રવીન્દ્ર પુરીએ જણાવ્યું હતું કે અમારા નિરંજની અખાડાના પંચોમાં આઠ અષ્ટ કૌશલ મહંતો અને આઠ ઉપમહંતો સામેલ થાય છે.
મહંત નરેન્દ્રગિરિની વસીયત મુજબ નિર્ણય
રવીન્દ્ર પુરીએ વધુમાં જણાવ્યું હતું કે, બલવીરગિરિને (Balbirgiri) અનુગામી તરીકે જાહેર કરવા માટે સંમતિ આપવામાં આવી છે. પરંતુ તેની ઔપચારિક જાહેરાત બેઠક બાદ કરવામાં આવશે. આપને જણાવીએ કે મહંત નરેન્દ્રગિરિના નિધન (Mahant Narendra Giri case) બાદ બલબીરગિરિને તેમના ઉત્તરાધિકારી બનાવવાનું નક્કી હોવાનું જણાવાઈ રહ્યું છે. કારણ કે પંચાયતી અખાડા શ્રી નિરંજનીના પંચ પરમેશ્વરોની વાતચીતમાં એવું નક્કી કરવામાં આવ્યું છે કે મહંત નરેન્દ્રગિરિની વસીયત મુજબ બલબીરગિરિને જ બાઘમ્બ્રી મઠના અનુગામી બનાવવામાં આવશે. આજની બેઠકમાં બલબીરગિરિના નામ પર અનુગામી તરીકે અંતિમ મહોર લાગ્યા બાદ તેમના અનુગામી તરીકે જાહેર કરવામાં આવશે.
મહંત નરેન્દ્રગિરિએ સ્યૂસાઈડ નોટમાં શિષ્યને જવાબદાર ઠરાવ્યો હતો
નોંધપાત્ર છે કે 20 સપ્ટેમ્બરના રોજ મહંત નરેન્દ્રગિરિનો મૃતદેહ (Mahant Narendra Giri case) બાઘમ્બરી મઠ આશ્રમના ઓરડામાં ફાંસી ખાઈને લટકતો મળી આવ્યો હતો. આવી સ્થિતિમાં શિષ્યોએ દરવાજો તોડી મૃતદેહને નીચે ઉતાર્યો હતો. આ સાથે પોલીસને મહંત નરેન્દ્રગિરિના રૂમમાંથી લગભગ 6-7 પાનાંની સ્યુસાઈડ નોટ પણ મળી આવી હતી જેમાં તેમની માનસિક તકલીફનો ઉલ્લેખ છે. સ્યુસાઈડ નોટમાં મહંત નરેન્દ્રગિરિ શિષ્ય આનંદગિરિ પર તેમને હેરાન કરવાનો આરોપ છે.
અખાડાના તમામ હોદ્દેદારોને સહકાર આપવા જણાવાયું
અખિલ ભારતીય અખાડા પરિષદના પ્રમુખ મહંત નરેન્દ્રગિરિએ પોતાની સ્યુસાઇડ નોટમાં બલવીરને પોતાનો અનુગામી બનાવવા લખ્યું છે. આ સાથે અખાડાના તમામ હોદ્દેદારોને સહકાર આપવા જણાવાયું છે. મહંત નરેન્દ્રગિરિ તેમના મૃત્યુ પહેલાં જ બલબીરગિરિને (Balbirgiri) મઠના મહંત, બાઘમ્બ્રી ગદ્દી અને લેટે હનુમાન મંદિરના મહંત બનાવવા માટે તેમના લખાણ કરી ચૂક્યાં છે. બલબીરગિરિ લગભગ 30 વર્ષથી મહંત નરેન્દ્ર ગિરિના શિષ્ય હોવાનું કહેવાય છે. બલવીરગિરિ હરિદ્વારમાં રહીને ત્યાં મઠની સંભાળ લઈ રહ્યાં હતાં. આનંદગિરિ અને બલવીરગિરિ એક સમયે નરેન્દ્રગિરિના નજીકના માનવામાં આવતાં હતાં. હવે સ્યૂસાઈડ નોટમાં નરેન્દ્રગિરિ ગિરીએ આત્મહત્યા માટે એકને જવાબદાર ઠેરવ્યાં છે અને બીજા શિષ્યને પોતાનો અનુગામી બનાવ્યો છે. તમને જણાવી દઈએ કે મૂળ ઉત્તરાખંડના બલબીરગિરિી 2005માં સંત બન્યાં હતાં.
સીએમ યોગીએ બલબીરગિરિ સાથે વાત કરી હતી
બલવીરગિરિ (Balbirgiri) હાલમાં બાઘમ્બરી મઠમાં હાજર છે. જ્યારે સીએમ યોગી આદિત્યનાથ મહંત નરેન્દ્રગિરિ શ્રદ્ધાંજલિ આપવા પહોંચ્યા હતા, તે જ સમયે તેમણે બલવીરગિરિ સાથે બેસીને વાતચીત કરી હતી. વાતચીત દરમિયાન સીએમ યોગીએ મહંત નરેન્દ્રગિરિના મૃત્યુની નિષ્પક્ષ તપાસ બાદ દોષિત લોકો સામે કડક પગલાં લેવાની વાત પણ કરી હતી.
આ પણ વાંચોઃ Mahant Narendra Giri case મામલે CBIએ રાત્રે 3 વાગ્યા સુધી આનંદગિરિની 8 કલાક પૂછપરછ કરી
આ પણ વાંચોઃ મહંત કેસની સોય હરિદ્વારમાં અટવાઇ, ગુરુ અને શિષ્ય વચ્ચે ત્રીજો કોણ છે?