ETV Bharat / bharat

OICમાં 'કાશ્મીર રાગ' પર ભારતે કહ્યું ઇસ્લામિક દેશોનું સંગઠન બની ગયું અપ્રસ્તુત

ભારતીય વિદેશ મંત્રાલયે (Indian Ministry of External Affairs) ઈસ્લામિક દેશોના સંગઠનની (Organisation of Islamic Cooperation) બેઠકમાં કાશ્મીર અને ભારતીય મુસ્લિમો પર કરવામાં આવેલી ટિપ્પણી પર આકરી પ્રતિક્રિયા આપી છે.

OICમાં 'કાશ્મીર રાગ' પર ભારતે કહ્યું ઇસ્લામિક દેશોનું સંગઠન બની ગયું અપ્રસ્તુત
OICમાં 'કાશ્મીર રાગ' પર ભારતે કહ્યું ઇસ્લામિક દેશોનું સંગઠન બની ગયું અપ્રસ્તુત
author img

By

Published : Mar 25, 2022, 8:30 AM IST

નવી દિલ્હીઃ પાકિસ્તાનના ઈસ્લામાબાદમાં ઓર્ગેનાઈઝેશન ઓફ ઈસ્લામિક દેશોના (Organisation of Islamic Cooperation) વિદેશ મંત્રીઓની બેઠકમાં કાશ્મીર અને મુસ્લિમોની સ્થિતિ પર આપવામાં આવેલા નિવેદનો પર ભારતે તીખી પ્રતિક્રિયા આપી છે. ભારતીય વિદેશ મંત્રાલયે (Indian Ministry of External Affairs) કહ્યું છે કે, બેઠકમાં જે પ્રકારના નિવેદનો આવ્યા છે અને જે ઠરાવ પસાર કરવામાં આવ્યા છે તે ઓર્ગેનાઈઝેશન ઓફ ઈસ્લામિક કોઓપરેશનની અપ્રસ્તુતતા દર્શાવે છે. આમાં પાકિસ્તાનની ભૂમિકા છેડછાડ કરનારની હોવાનું પણ સાબિત થયું છે. આ બેઠકમાં જે મુદ્દાઓ પર ભારતને ટાંકવામાં આવ્યું છે તે જુઠ્ઠાણા અને ખોટી રજૂઆત પર આધારિત છે.

આ પણ વાંચો: કેન્દ્ર સરકારે ઈસ્લામોફોબિયાથી સંબંધિત OICની ટિપ્પણીઓને નકારી

IOCની બેઠકમાં ભારતનો ઉલ્લેખ કેવો કરાયો : ભારતીય વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચી દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે IOCની બેઠકમાં ભારતનો ઉલ્લેખ જુઠ્ઠાણા અને ખોટી રજૂઆતના આધારે કરવામાં આવ્યો છે. અવારનવાર માનવાધિકારનું ઉલ્લંઘન કરનાર પાકિસ્તાનના ઈશારે લઘુમતીઓ સાથેના વ્યવહાર અંગેની ટિપ્પણીઓ આ સંસ્થાની અપ્રસ્તુતતા દર્શાવે છે. આવા નિવેદનોથી IOC સાથે સંકળાયેલા દેશો અને સરકારોને તેમની પ્રતિષ્ઠા પર અસરનો અહેસાસ કરાવવો જોઈએ.

આ પણ વાંચો: ઇઝરાયલ-યુએઈ સમજૂતીને કારણે પશ્ચિમ એશિયામાં ભારત માટે ત

ચીનના વિદેશ પ્રધાનના નિવેદન સામે ભારત સરકારે વાંધો ઉઠાવ્યો : આ પહેલા ઓર્ગેનાઈઝેશન ઓફ ઈસ્લામિક કોઓપરેશનની (Organisation of Islamic Cooperation) બેઠકમાં જમ્મુ-કાશ્મીર પર ચીનના વિદેશ પ્રધાન વાંગ યી દ્વારા આપવામાં આવેલા નિવેદન સામે ભારત સરકારે પણ વાંધો ઉઠાવ્યો હતો. ભારતે કહ્યું કે, કેન્દ્રશાસિત પ્રદેશ સાથે સંબંધિત મામલા સંપૂર્ણપણે દેશનો આંતરિક મામલો છે. ચીન સહિત અન્ય દેશોને જમ્મુ-કાશ્મીર પર ટિપ્પણી કરવાનો અધિકાર નથી. તેઓએ સમજવું જોઈએ કે ,ભારત તેમની આંતરિક બાબતો પર જાહેરમાં મંતવ્યો વ્યક્ત કરવાનું ટાળે છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.