મુંબઈઃ મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ મરાઠા અનામત આંદોલન પર રાજકીય સમીક્ષા માટે બુધવારે સર્વપક્ષીય બેઠક બોલાવી છે. મુખ્ય પ્રધાન એકનાથ શિંદે મુંબઈના શૈયાદ્રી ગેસ્ટ હાઉસમાં બેઠક માટે પહોંચી ગયા છે. શિવસેના(યુબીટી) અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરેને આ બેઠકમાં આમંત્રણ અપાયું નથી. મુખ્ય પ્રધાન કાર્યાલયના એક અધિકારી અનુસાર શિંદે વિપક્ષી નેતાઓને સ્થિતિ કાબુમાં આવી શકે તે માટે સરકારની યોજનાઓ વિશે માહિતગાર કરશે અને તેમનું સમર્થન પણ માંગશે.
-
#WATCH | Maharashtra CM Eknath Shinde arrives at Mumbai's Shayadri Guest House for the all-party meeting on Maratha reservation pic.twitter.com/SCW2TQEead
— ANI (@ANI) November 1, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">#WATCH | Maharashtra CM Eknath Shinde arrives at Mumbai's Shayadri Guest House for the all-party meeting on Maratha reservation pic.twitter.com/SCW2TQEead
— ANI (@ANI) November 1, 2023#WATCH | Maharashtra CM Eknath Shinde arrives at Mumbai's Shayadri Guest House for the all-party meeting on Maratha reservation pic.twitter.com/SCW2TQEead
— ANI (@ANI) November 1, 2023
પાંચ જિલ્લામાં ટ્રાન્સપોર્ટેશન સ્થગિતઃ છેલ્લા કેટલાક દિવસથી રાજ્યના કેટલકા વિસ્તારોમાં હિંસાની ઘટનાઓ બની છે. પાંચ મરાઠાવાડ જિલ્લામાં રાજ્ય સંચાલિત બસ સેવાઓ સ્થગિત કરી દેવાઈ છે. આ દરમિયાન બીડ જિલ્લાના કેટલાક વિસ્તારોમાં કર્ફ્યૂ લદાયો છે અને ઈન્ટરનેટ સેવાઓ બંધ કરી દેવાઈ છે. પ્રદર્શનકર્તાઓએ રાજકીય નેતાના ઘરોને નિશાન બનાવવાનું શરુ કરી દીધું છે. મુખ્ય પ્રધાને જનતાને હિંસા ન કરવાની અપીલ કરી છે. તેમજ રાજકીય પક્ષોને આવી કોઈપણ ગતિવિધિમાં સામેલ ન થવા અનુરોધ કર્યો છે. જેનાથી પરિસ્થિતિ બેકાબૂ ન બની જાય.
કુનબી જાતિ પ્રમાણપત્રઃ મહારાષ્ટ્ર સરકારે મંગળવારે એક આદેશ જાહેર કર્યો હતો. જેમાં અધિકારીઓને યોગ્ય મરાઠા સમુદાયને કુનબી જાતિ પ્રમાણપત્ર આપવા જણાવ્યું છે. તેથી આ સમુદાય માટે ઓબીસી વર્ગ અંતર્ગત મળતા અનામત લાભો મેળવવાનો માર્ગ સરળ બને.
ડોક્યુમેન્ટ્સનું ડીજીટલાઈઝેશનઃ એક સરકારી પ્રસ્તાવ અનુસાર અગાઉ કુનબી લોકોને જે પ્રમાણપત્ર અપાયા છે તે ઉર્દુ અને 'મોડી' લીપીમાં છે. તેનું ભાષાંતર કરવાનો આદેશ કર્યો છે. આ ડોક્યુમેન્ટ્સનું ડીજીટલાઈઝેશન કરવામાં આવશે, તેની ખરાઈ કરવામાં આવશે અને પબ્લિક ડોમેનમાં મુકવામાં આવશે.
1.72 કરોડ જૂના ડોક્યુમેન્ટ્સઃ શિંદે સરકાર દ્વારા નિમાયેલ સમિતિએ 1.72 કરોડ જૂના ડોક્યુમેન્ટ્સ(નિઝામકાળના દસ્તાવેજો સહિત) તથા જેમાંથી 11,530 રેકોર્ડ મળ્યા જેમાં કુનબી જાતિનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. કુનબી સમુદાય ખેતી સાથે સંકળાયેલ સમુદાય છે. જેણે નીમ્ન વર્ગનો દરજ્જો અપાયો છે. મહારાષ્ટ્રમાં ઓબીસી વર્ગને શિક્ષણ અને સરકારી નોકરીમાં અનામતનો લાભ લે છે.
સંજય રાઉતનું નિવેદનઃ શિવસેના(યુબીટી) નેતા સંજય રાઉતે મંગળવારે જણાવ્યું કે મુખ્ય પ્રધાન શિંદે દ્વારા બોલાવાયેલ સર્વપક્ષીય બેઠકમાં તેમની પાર્ટીના અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરેને આમંત્રણ આપવામાં નથી આવ્યું. શિવસેના નેતૃત્વવાળી ગઠબંધન સરકારની આલોચના કરતા રાઉત જણાવે છે કે જ્યારે મહારાષ્ટ્ર સળગી રહ્યું છે ત્યારે શિંદે સરકાર શરમજનક રાજકારણ કરી રહી છે.