ETV Bharat / bharat

માતમમાં ફેરવાયો લગ્ન સમારોહ, જાનૈયાઓની કાર નહેરમાં પડતા 6 લોકોના કરૂણ મોત - કાર પુલ નીચે પડી

ઔરંગાબાદના નવીનગરમાં એક માર્ગ અકસ્માતમાં (Road Accident in Aurangabad) પલામુના 6 લોકોના મોત થયા છે. સ્વિફ્ટ ડિઝાયર કાર કેનાલમાં પડી જવાને કારણે આ અકસ્માત થયો હતો. અકસ્માતમાં ઇજાગ્રસ્ત એક વ્યક્તિને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. સંપૂર્ણ સમાચાર વાંચો...

માતમમાં ફેરવાયો લગ્ન સમારોહ
માતમમાં ફેરવાયો લગ્ન સમારોહ
author img

By

Published : May 15, 2022, 1:11 PM IST

ઔરંગાબાદઃ બિહારના ઔરંગાબાદમાં એક માર્ગ અકસ્માત (Road Accident in Aurangabad) થયો છે. નવીનગરીમાં જાનૈયાઓની કાર બેકાબુ બની પુલ નીચે કેનાલમાં પડી હતી. આ અકસ્માતમાં 6 લોકોના મોત થયા છે. તમામ મૃતકો ઝારખંડના પલામુના રહેવાસી હતા. એવું કહેવાય છે કે, આ જાન પલામુના ખાતિનથી નવીનગરના બદીલ ગામ તરફ જઈ રહ્યું હતું. કારમાં 7 લોકો સવાર હતા. ડ્રાઇવરે અચાનક બેલેન્સ ગુમાવતાં આ અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં ઇજાગ્રસ્ત એક વ્યક્તિને નવીનગરની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જ્યાંથી વધુ સારી સારવાર માટે બનારસ રીફર કરવામાં આવ્યા છે.

આ પણ વાંચો : પીકઅપને નડ્યો કાળમુખો અકસ્માત, 5ના મોત 15થી વધુ લોકો ઘાયલ

કાર બેકાબૂ થઈને કેનાલમાં પડીઃ કહેવાય છે કે રવિવારે વહેલી સવારે જાનમાંથી પરત ફરી રહેલી એક કાર કેનાલમાં પડી હતી. નવીનગર-જાપલા મુખ્ય માર્ગ પર હુસૈનાબાદ પોલીસ સ્ટેશન વિસ્તારના અકોની ગામમાં આ અકસ્માત થયો હતો. કારમાં સવાર પાંચ લોકોના ઘટના સ્થળે જ મોત થયા હતા. ગંભીર વ્યક્તિને વધુ સારી સારવાર માટે ઉત્તર પ્રદેશની વારાણસી હોસ્પિટલમાં મોકલવામાં આવ્યો છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.