ETV Bharat / bharat

Uttarakhand News: પિથોરાગઢ સરહદી જિલ્લામાં પીકઅપ વાહન ખાડામાં પડી ગયું, 6 લોકોના મોતની આશંકા - DITCH IN DHARCHULA PITHORAGARH UTTARAKHAND

પિથોરાગઢના ધારચુલામાં પીકઅપ વાહન ખાડામાં પડી ગયું છે. દુર્ઘટનામાં 6 લોકોના મોત થયા હોવાની માહિતી મળી રહી છે. પોલીસ અને એસડીઆરએફની ટીમ બચાવ કામગીરી કરી રહી છે.

MANY PEOPLE DIED DUE TO VEHICLE FELL INTO DITCH IN DHARCHULA PITHORAGARH UTTARAKHAND

author img

By ETV Bharat Gujarati Team

Published : Oct 24, 2023, 8:52 PM IST

પિથોરાગઢ: ઉત્તરાખંડના સરહદી જિલ્લા પિથોરાગઢમાં એક મોટી દુર્ઘટના ઘટી છે. જ્યાં ધારચુલા વિસ્તારમાં પીકઅપ વાહન ખાડામાં પડી જવાની ઘટના પ્રકાશમાં આવી છે. આ અકસ્માતમાં 6 લોકોના મોત થયાની માહિતી મળી રહી છે. પિથોરાગઢના એસપી લોકેશ્વર સિંહે અકસ્માતની પુષ્ટિ કરી છે. વાહનમાં કેટલા લોકો સવાર હતા તેની સ્પષ્ટ માહિતી હજુ સુધી વહીવટી તંત્ર પાસે ઉપલબ્ધ નથી.

આ દુર્ઘટના ધારચુલા વિસ્તારના પાંગલામાં થઈ હતી. જ્યાં UK 04 TB 2734 વાહન ખાડામાં પડીને કાલી નદીમાં ખાબક્યું હતું. મામલાની માહિતી મળતાની સાથે જ SDRF અને સ્થાનિક પોલીસની ટીમો ઘટનાસ્થળે મોકલવામાં આવી હતી. પીકઅપ વાહનમાં મુસાફરો કોણ હતા અને કેટલા લોકો હતા તેની માહિતી એકત્ર કરવામાં આવી રહી છે. રેસ્ક્યુ ઓપરેશન ચાલુ છે. દુર્ઘટના સ્થળે નેટવર્કની સમસ્યાને કારણે રેસ્ક્યુ ટીમનો સંપર્ક કરવાનો સતત પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.' -લોકેશ્વર સિંહ, એસપી, પિથોરાગઢ

પ્રાથમિક માહિતીના આધારે એટલું જ કહી શકાય કે, વાહન ગુંજીથી ધારચુલા તરફ જઈ રહ્યું હતું, જેને પાંગલાના ટેમ્પા મંદિર પાસે અકસ્માત નડ્યો હતો. કેવી રીતે થયો અકસ્માત? આ અંગે હજુ સુધી પોલીસનું નિવેદન આવ્યું નથી. હાલ પોલીસની સાથે ગ્રામજનો પણ બચાવ કામગીરીમાં લાગેલા છે. પિથોરાગઢ પોલીસના જણાવ્યા અનુસાર, વાહનમાં 6 લોકો સવાર હતા.

16 દિવસ પહેલા પણ થયો હતો મોટો અકસ્માત: નોંધનીય છે કે 8 ઓક્ટોબરે પણ પિથોરાગઢ જિલ્લામાં એક મોટો રોડ અકસ્માત થયો હતો. ધારચુલા-ગુંજી મોટર રોડ પર થકટી ધોધ પાસે ડુંગર પરથી ખડક પડતાં બોલેરો વાહન કચડાયું હતું. આ અકસ્માતમાં કારમાં સવાર 7 લોકોના મોત થયા હતા.

  1. Tapi Accident: ટેમ્પોચાલકે મોટર સાઈકલ લઈને જતાં પોલીસકર્મીને ટક્કર મારતાં મોત
  2. Bangladesh Train Accident : બાંગ્લાદેશમાં મોટી દુર્ઘટના, બે ટ્રેન અથડાતાં 20 મુસાફરોના મોત

For All Latest Updates

TAGGED:

Uttarakhand
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.