ETV Bharat / bharat

Accident In Maharashtra : ભક્તોના ટ્રેક્ટરને ટ્રકે મારી ટક્કર, 4ના મોત 6 ઘાયલ

મહારાષ્ટ્રના ડીંડીમાં એક ભયાનક માર્ગ અકસ્માતમાં (Accident In Maharashtra) 4 લોકોના મોત થયા છે અને 6 લોકો ઘાયલ થયા હતા. મહારાષ્ટ્રના પંઢરપુર જઈ રહેલા ભક્તોના ટ્રેક્ટરને ટ્રકે ટક્કર મારી હતી, જેના કારણે આ અકસ્માત થયો હતો.

Accident In Maharashtra : ભક્તોના ટ્રેક્ટરને ટ્રકે મારી ટક્કર, 4ના મોત 6 ઘાયલ
Accident In Maharashtra : ભક્તોના ટ્રેક્ટરને ટ્રકે મારી ટક્કર, 4ના મોત 6 ઘાયલ
author img

By

Published : Mar 14, 2022, 10:07 AM IST

Updated : Mar 14, 2022, 2:11 PM IST

સોલાપુર: મહારાષ્ટ્રના ડીંડીમાં સોલાપુર-પુણે હાઈવે પર લંબોટી નજીક રવિવારે રાત્રે એક ભયાનક માર્ગ અકસ્માતમાં (Accident In Maharashtra) 4 લોકોના મોત થયા હતા અને 6 ઘાયલ થયા હતા. મહારાષ્ટ્રના પંઢરપુર જઈ રહેલા ભક્તોના ટ્રેક્ટરને ટ્રકે ટક્કર મારી હતી, જેના કારણે આ અકસ્માત થયો હતો. ઘાયલોને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

આ પણ વાંચો: પુર ઝડપે આવી રહેલી કાર ઝાડ સાથે અથડાતા સર્જાયો અકસ્માત, 4 ના મોત 2 ઘાયલ

અકસ્માતમાં 4 લોકોના ઘટનાસ્થળે મોત: મહારાષ્ટ્રના (Road Accident In Maharashtra) દિંડી વિસ્તારમાં પંઢરપુર જઈ રહેલા શ્રદ્ધાળુઓના ટ્રેક્ટર સાથે ટ્રક ઘુસી ગયો હતો. આ અકસ્માતમાં 4 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા જ્યારે 6 જેટલા લોકો ઘાયલ થયા હતા. રવિવારે રાત્રે સોલાપુર-પુણે હાઈવે પર લંબોટી પાસે આ અકસ્માત થયો હતો. ઘાયલોને સારવાર માટે સોલાપુરની સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તમામ મૃતકો અને ઇજાગ્રસ્તો તુલજાપુર તાલુકાના કદમવાડીના રહેવાસી છે.

તુલજાપુર તાલુકાના કદમવાડીના રહેવાસીઓ: તુલજાપુર તાલુકાના કદમવાડીના રહેવાસીઓ રવિવારે એકાદશી નિમિત્તે ટ્રેક્ટર ટ્રોલીમાં બેસી પંઢરપુર જવા રવાના થયા હતા. સોલાપુરથી મોહોલ થઈને પંઢરપુર જતા માર્ગ પર ટ્રેક્ટર કોંડી અને કેગાંવ વચ્ચે પહોંચ્યું ત્યારે એક બેકાબૂ ટ્રકે પાછળથી ટક્કર મારી હતી. ટક્કર એટલી જોરદાર હતી કે સાત લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. લગભગ 6 લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. લગભગ બે કલાકમાં રાહત કાર્ય શરૂ થયું હતું. મૃતકો અને ઘાયલોને રાત્રે 11 વાગ્યાની આસપાસ સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.

પોલીસ ઘાયલોને હોસ્પિટલ લઈ ગઈ: અકસ્માતની માહિતી મળતા પોલીસ પહોંચી અને રાહત બચાવમાં લાગી ગઈ. દરમિયાન ઈજાગ્રસ્તોને નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. આ અકસ્માતમાં લગભગ 6 લોકો ઘાયલ થયા હોવાનું કહેવાય છે. કેટલાક ઘાયલોની સ્થિતિ ગંભીર છે. મૃત્યુઆંક વધવાની આશંકા છે. ઘાયલોની સારવાર શરૂ કરવામાં આવી છે. કેટલાક ગંભીર રીતે ઘાયલ લોકોને અન્ય હોસ્પિટલમાં ખસેડવાની પણ વિચારણા કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો: Accident in Patan: ભાભર રાધમપુર હાઈવે પર રિક્ષા અને ડમ્પર વચ્ચે અકસ્માત, 3ના મોત, 1 ઈજાગ્રસ્ત

પોલીસ ઘટનાની તપાસમાં લાગી ગઈ છે: પોલીસે આ ભયાનક માર્ગ અકસ્માતની તપાસ શરૂ કરી છે. પોલીસ એ જાણવાનો પ્રયાસ કરી રહી છે કે અકસ્માત સમયે ટ્રક ચાલક દારૂના નશામાં હતો કે કેમ. સાથે જ અકસ્માતમાં સંડોવાયેલ વાહન કબજે કરી તપાસ હાથ ધરી છે.

Last Updated : Mar 14, 2022, 2:11 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.