- બંગાળમાં ભાજપ કાર્યાલય પાસે મોટી સંખ્યામાં દેશી બનાવટના બોમ્બ મળી આવ્યા
- તમામ બોમ્બ ભાજપ કાર્યાલયથી થોડે દૂર એક કોથળામાં રાખવામાં આવ્યા હતા
- ભાજપ પાર્ટી ઓફિસ નજીક હેસ્ટિંગ્સ ક્રોસિંગ વિસ્તારમાંથી બોમ્બ મળી આવ્યા
કોલકાતા: પશ્ચિમ બંગાળમાં ભાજપ કાર્યાલય પાસે મોટી સંખ્યામાં દેશી બનાવટના બોમ્બ મળી આવ્યા છે. કોલકાતામાં ભાજપ કાર્યાલય પાસે 51 દેશી બનાવટના બોમ્બ મળી આવ્યા બાદ બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડની ભારે જમાવટ કરવામાં આવી છે.
આ પણ વાંચો: પશ્ચિમ બંગાળમાં મતદાનની રાત્રે 56 બોમ્બ મળી આવ્યા, બે લોકો સામે FIR દાખલ
બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડની ભારે જમાવટ કરવામાં આવી
કોલકાતામાં ભાજપ કાર્યાલય પાસે ખીદિરપુર મોરે અને હેસ્ટિંગ્સ ક્રોસિંગ વિસ્તારમાંથી ઓછામાં ઓછા 51 દેશી બોમ્બ મળી આવ્યા હોવાનું મનાય છે. પક્ષે કહ્યું હતું કે, ધમકી વચ્ચે આ વિસ્તારમાં બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડની ભારે જમાવટ કરવામાં આવી છે.
આ પણ વાંચો: પુણેથી મળી આવ્યા બોમ્બ વિસ્ફોટક પદાર્થ, એકની ધરપકડ
કોલકાતા પોલીસના એન્ટી રાઉડી વિભાગને બોમ્બ મળી આવ્યા
સૂત્રો કહે છે કે, મિલિટરી ઈન્ટેલિજન્સ દ્વારા વહેંચાયેલા ઇનપુટ્સના આધારે કોલકાતા પોલીસના એન્ટી રાઉડી વિભાગને ભાજપ પાર્ટી ઓફિસ નજીક હેસ્ટિંગ્સ ક્રોસિંગ વિસ્તારમાંથી બોમ્બ મળી આવ્યા હતા. આ તમામ બોમ્બ ભાજપ કાર્યાલયથી થોડે દૂર એક કોથળામાં રાખવામાં આવ્યા હતા. તેમને અહીં કોણે રાખ્યા તેની તપાસ કરવામાં આવી રહી છે.