- વડાપ્રધાન મોદીએ કરી મન કી બાત
- મન કી બાતનો 74મો કાર્યક્રમ
- જળ સંરક્ષણ, માધ પૂર્ણિમા અને રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસનો ઉલ્લેખ કર્યો
નવી દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદી માસિક રેડિયો કાર્યક્રમ મારફતે દેશવાસીઓને પોતાના વિચારો રજૂ કરે છે. આ મન કી બાતનો 74મો કાર્યક્રમ હતો. વડાપ્રધાને મન કી બાદ કાર્યક્રમમાં સંબોધન કરતા સમયે જણાવ્યું હતું કે, કાલે માધ પૂર્ણિમાનો પર્વ હતો. માધ મહિનાનો વિશેષ રૂપેથી નદીઓ, સરોવરો અને જળ સ્રોત સાથે જોડાયેલો તહેવાર માનવામાં આવે છે. માધ મહિનામાં કોઇપણ જળાશયમાં સ્નાન કરવું પવિત્ર માનવામાં આવે છે.
માધ પૂર્ણિમાના દિવસે સંત રવિદાસજીની જયંતી
વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે, પાણી એક રીતે પારસથી પણ વધું મહત્વપૂર્ણ છે. કહેવાય છે કે પારસના સ્પર્શથી લોખંડ પણ સોનું બની જાય છે. તેવી જ રીતે પાણીનો સ્પર્શ જીવન માટે જરૂરી છે. જ્યારે માધ મહિના અને તેના આધ્યાત્મિક અને સામાજિક મહત્વ અંગે ચર્ચા કરવામાં આવે તો આ ચર્ચા એક નામ વગર પૂર્ણ ન થઇ શકે, તે નામ છે સંત શિરોમણી રવિદાસ મહારાજનું. માધ પૂર્ણિમાના દિવસે સંત રવિદાસજીની જયંતી પણ છે.
કર્મથી જ સિદ્ધિ પ્રાપ્ત થાય છે
રવિદાસજી કહે છે, કરમ બંધન મેં બંધ રહિયો, ફલ કી ના તજ્જિયો આશ, કર્મ માનુષ કા ધર્મ હૈ, સત્ ભાખૈ રવિદાસ. વડાપ્રધાને આ દોહાનો ભાવાર્થ સમજાવતા જણાવ્યું હતું કે, આપણે નિરંતર આપણું કાર્ય કરતા રહેવું જોઇએ, ફળ તો અવશ્ય મળશે. કર્મથી જ સિદ્ધિ પ્રાપ્ત થાય છે.
ગુરુ મિલિયા રૈદાસ, દિન્હીં જ્ઞાન કી ગુટકી
વડાપ્રધાન મોદીએ જણાવ્યું કે, સંત રવિદાસજીએ સમાજ જીવનમાં ફેલાયેલી બદીઓ વિશે હમેશા મુક્ત મને પોતાના વિચારો રજૂ કર્યા છે. તેમને આ બદીઓને સમાજ સામે ધરી હતી, અને તેને સુધારવા માટેની રાહ ચીંધી છે. ત્યારે જ તો મીરાજીએ જણાવ્યું હતું કે, ગુરુ મિલિયા રૈદાસ, દિન્હીં જ્ઞાન કી ગુટકી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જણાવ્યું હતું કે, આપણે આપણા સપના માટે બીજા પર નિર્ભર રહીએ છીએ, જે યોગ્ય નથી. જે જેમ ચાલે છે, તેને તેમ જ ચાલતું રહેશે. રવિદાસજી હંમેશા તટસ્થ રહેતા હતા. આજે આપણે જોઈ રહ્યા છીએ કે આજનું યુવાધન આ વિચારો સાથે સહમત થતા નથી.
ડૉ. સી. વી. રામન દ્વારા રામન ઇફેક્ટની શોધને સમર્પિત છે રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ
રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસનો ઉલ્લેખ કરતા વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે, આજના દિવસે ભારતના મહાન વૈજ્ઞાનિક ડૉ. સી. વી. રામન દ્વારા રામન ઇફેક્ટની શોધને સમર્પિત છે. જનતાની પ્રતિક્રિયા અગે વાત કરતા જણાવ્યું હતું કે, કેરળના યોગેશ્વરજીએ નમો એપ પર લખ્યું છે કે રામન ઇફેક્ટની શોધ સમગ્ર વિજ્ઞાનની દિશાને પરિવર્તિત કરી હતી. વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે, જ્યારે આપણે વિજ્ઞાન અંગે વાત કરીએ છીએ ત્યારે ધણી વાર ભૌતિકી રસાયણો કે પ્રયોગશાળાઓ સુધી મર્યાદિત રાખીએ છીએ, પરંતું વિજ્ઞાનનો વ્યાપ તેનાથી ક્યાય વધુ છે. આત્મનિર્ભર ભારત અભિયાન અંતર્ગત વિજ્ઞાનની શક્તિનું મહત્વપૂર્ણ યોગદાન છે.
ચોખાની જાતોનો ઉલ્લેખ
વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે, હૈદરાબાદના ચિંતાલા વેંકટા રેડ્ડીજીના ડૉક્ટર મિત્રએ તેમને એકવાર વિટામિન-ડીની ઉણપના રોગો અને તેના જોખમ વિશે જણાવ્યું હતું. રેડ્ડીજી પોતે ખેડૂત છે, તેમને સખત મહેનત કરીને ઘઉં-ચોખાની એક જાત વિકસાવી જે ખાસ કરીને વિટામિન-ડીથી સમૃદ્ધ છે.
ગૌરવ સાથે મસ્તક ઉંચુ થઇ જાય છે
PM મોદીએ જણાવ્યું હતું કે, જ્યારે આપણે આકાશમાં સ્વદેશી ફાઇટર એરક્રાફ્ટ તેજસને જોઇએ છીએ, ત્યારે આપણે તેના કરતાબ જોઇએ છીએ, ત્યારબાદ ભારતમાં બનેલી ટેન્ક અને મિસાઇલ્સ આપણું ગૌરવ વધારે છે. ત્યારે આપણે મેડ ઈન ઈન્ડિયાની રસી ઘણા દેશોમાં પહોંચાડશું, ત્યારે આપણું મસ્તક ગૌરવથી ઉંચુ થઈ જાય છે.
સરગવાના બીજનો વિકાસ
સ્થાનિક સ્તરે પરિવર્તન લાવી રહેલા લોકોનો ઉલ્લેખ કરતા વડાપ્રધાને મોદીએ જણાવ્યું કે, ગુજરાતના પાટણ જિલ્લામાં કામરાજભાઈ ચૌધરીએ ઘરે સરગવાના સારા બીજ વિકસ્યા છે. કેટલાક લોકો સરગવાને સહિજન પણ કહે છે, જેને મોંગિયા અથવા ડ્રમસ્ટિક પણ કહે છે.
આત્મનિર્ભર ભારતની પ્રથમ શરત
વડાપ્રધાન જણાવ્યું હતું કે, કોલકાતાના રંજનજીએ તેમના પત્રમાં ખૂબ જ રસપ્રદ અને મૂળ પ્રશ્નો પૂછ્યા છે, અને તેમને ઉત્તમ રીતે જવાબ આપવાનો પ્રયાસ કર્યો છે. મોદીએ જણાવ્યું હતું કે, 'આત્મનિર્ભર એ ભારતની પહેલી શરત છે કે, આપણા દેશના લોકો દ્વારા બનાવેલી ચીજો પર ગર્વ લેવો.'
દરેક મંદિર પાસે તળાવ
વડાપ્રધાન જણાવ્યું હતું કે, જ્યારે દરેક દેશવાસી ગૌરવ લે છે, દરેક દેશવાસી જોડાય છે, ત્યારે આત્મનિર્ભર ભારત માત્ર આર્થિક અભિયાનને બદલે રાષ્ટ્રીય ભાવના બની જાય છે. જો તમે આપણા મંદિરો પર નજર કરીએ તો તમને જાણવા મળશે કે દરેક મંદિર પાસે તળાવ છે.
કાચબાની વિવિધ પ્રજાતિઓનું સંરક્ષણ
વડાપ્રધાન જણાવ્યું હતું કે, હજોમાં હયાગ્રીવ માધેબ મંદિર, સોનીતપુરમાં આવેલા નાગાશંકર મંદિર અને ગુવાહાટીમાં ઉગ્રતારા મંદિર નજીક આવા તળાવો છે. આવા તળાવોને કાચબાઓની લુપ્ત જાતિઓ બચાવવા માટે ઉપયોગમાં લેવાય છે.
જળ પક્ષીઓની સંખ્યાની ગણતરી
આસામના કાજીરંગા રાષ્ટ્રીય ઉદ્યાન અને ટાઇગર રિઝર્વ ઓથોરિટીનો ઉલ્લેખ કરતા વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે, અહીં થોડા સમય માટે વાર્ષિક વોટરફોવલ્સ વસ્તી ગણતરી કરવામાં આવી રહી છે. આ વસ્તી ગણતરીમાં પાણીનાં પક્ષીઓની સંખ્યા તેમના મનપસંદ આવાસોની ઉપલબ્ધિ વિશે જાણકારી એકઠી કરવામાં આવે છે.
યુવાનોની સૈન્ય તાલીમ
PMએ જણાવ્યું હતું કે 'ઓડિશામાં અરખુડામાં એક સજ્જન છે નાયક સર. તેમ છતાં તેમનું નામ સિલુ નાયક છે, પરંતુ બધા તેમને નાયક સર કહે છે. નાયક ખરેખર માણસ એક ધ્યેય (મેન ઓન મિશન) સાથે જીવે છે. વડાપ્રધાન મોદીએ નાયકના યોગદાનનો ઉલ્લેખ કરતાં જણાવ્યું કે, જેમને સેનામાં જોડાવા ઇચ્છે છે. તેવા યુવાઓને નાયક મફતમાં તાલીમ આપે છે.