- પૂર્વ વડાપ્રધાન ડૉ. મનમોહન સિંહે આપી કોરોનાને માત
- 10 દિવસની સારવાર બાદ દિલ્હી AIIMSમાંથી અપાઈ રજા
- કોરોનાગ્રસ્ત થતા તમામ રાજકીય પાર્ટીઓના નેતાઓએ સ્વસ્થ થવા કરી હતી પ્રાર્થના
નવી દિલ્હી: પૂર્વ વડાપ્રધાન ડૉ. મનમોહન સિંહને કોરોનાના લક્ષણો જણાતા તેમને કોરોના ટેસ્ટ કરાવ્યો હતો. જે પોઝિટિવ આવતા તેમને 19 એપ્રિલના રોજ દિલ્હી ખાતે AIIMS ટ્રોમા સેન્ટરમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા. તેમણે કોરોનાને માત આપતા તેમને ગુરૂવારે ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા.
મનમોહન સિંહ કો-મોર્બિડિટી ધરાવે છે
મનમોહન સિંહના સ્વાસ્થ્યની વાત કરવામાં આવે તો તેઓ ડાયાબિટીસના દર્દી છે. આ સિવાય ભૂતકાળમાં તેમની 2 બાયપાસ સર્જરી પણ થઈ ચૂકી છે. ગત વર્ષે પણ કોરોના મહામારીના સમયે મે મહિનામાં તેમની તબિયત નાદુરસ્ત થતા તેમને દિલ્હી AIIMSમાં દાખલ કરવામાં આવ્યા હતા.