બેલાગવી (કર્ણાટક): કર્ણાટકના બેલગાવીમાંથી એક એવી ઘટના બની છે. જેના કારણે હૈયું કંપી જાય એમ છે. પાંચ વર્ષના છોકરાને અકાળે કાળ ભરખી જશે એવું તો એના પરિવારજનોએ પણ વિચાર્યું નહીં હોય. ખાસ કરીને જ્યારે મૃત્યુની અવસ્થા આવશે એવી તો કોઈની ગણતરી પણ નહીં હોય.રવિવારે બેલાગવીમાં માંઝાના દોરાના કારણે 5 વર્ષના છોકરાનું મૃત્યુ થયું હતુ. હુક્કેરી તાલુકાના યમકનામરડી નજીક અનંતપુર ગામના વર્ધન એરાન્ના બેલી (ઉમર 5)નું અવસાન થયું છે.(Manjha thread kills Five year old boy) આ ઘટના બેલગાના ગાંધી નગરમાં નેશનલ હાઈવે પર બની હતી.
ગરદન કપાઈ ગઈ: દિવાળીના તહેવારના ભાગરૂપે બાળક તેના પિતા સાથે બેલગવી શહેરમાં નવા કપડાં ખરીદવા આવ્યો હતો. કપડા ખરીદ્યા પછી છોકરો બાઇકની સામે બેઠો હતો અને તેના પિતા બાઇક ચલાવી રહ્યા હતા. આ દરમિયાન તેના ગળામાં પતંગનો માંજો ફસાઈ ગયો, જેના કારણે તેની ગરદન કપાઈ ગઈ. તેના ગળામાં એટલો ઊંડો ઘા હતો કે તેનું ઘટનાસ્થળે જ મોત થયું હતું.
તંત્ર સામે સવાલ: જો કે માંઝાના દોરા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો, પરંતુ તે હજુ પણ બજારમાં વેચાય છે. બાળકના પરિવારજનોએ માંગ કરી છે કે, જિલ્લા વહીવટીતંત્ર અને પોલીસ મંઝા પર સંપૂર્ણ પ્રતિબંધ મુકવા માટે જરૂરી પગલાં લે.