ETV Bharat / bharat

પોલીસે ચીનની મહિલાની કરી ધરપકડ, ભારતીય કરંસીનો મોટો સ્ટોક ઝડપાયો - ભારતીય ચલણનો જંગી જથ્થો કર્યો જપ્ત

હિમાચલના મંડી જિલ્લામાં પોલીસે ચીની મૂળની એક મહિલાની ધરપકડ કરી છે. (police arrested chinese woman with fake documents)પોલીસે મહિલા પાસેથી 6 લાખ 40 હજારની ભારતીય ચલણ અને 1 લાખ 10 હજારની નેપાળી ચલણ પણ જપ્ત કરી છે. મહિલા પાસે ચીન અને નેપાળના કેટલાક દસ્તાવેજો છે. હાલ પોલીસ તારીખ 27 ઓક્ટોબર સુધી મહિલા પોલીસ રિમાન્ડ પર છે.

પોલીસે ચીની મહિલાની કરી ધરપકડ, ભારતીય ચલણનો જંગી જથ્થો કર્યો જપ્ત

author img

By

Published : Oct 26, 2022, 2:11 PM IST

મંડી(હિમાચલ પ્રદેશ): પોલીસે હિમાચલના મંડી જિલ્લાના તિબેટીયન મઠમાંથી ચીની મૂળની એક મહિલાની ધરપકડ કરી છે. (police arrested chinese woman with fake documents)જો કે આ ધરપકડ તારીખ 22 ઓક્ટોબરની રાત્રે થઈ હતી, પરંતુ પોલીસે સમગ્ર મામલો સંપૂર્ણ રીતે ગુપ્ત રાખ્યો હતો.

  • Himachal Pradesh | We arrested a Chinese woman with fake documents. She was living with forged documents. We've seized cash worth Rs 6.40 lakh. 2 cell phones also recovered by police. The woman was taking religious Buddhist teachings at Monestry in Chauntra in district: Mandi SP

    — ANI (@ANI) October 26, 2022 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

શંકાસ્પદ દસ્તાવેજો: પોલીસને માહિતી મળી કે જોગીન્દરનગર સબ-ડિવિઝન હેઠળના ચૌંટારામાં એક મઠમાં એક મહિલા છેલ્લા 15 દિવસથી રહે છે, જે પોતાને નેપાળી મૂળની હોવાનો દાવો કરી રહી છે, જ્યારે મહિલા નેપાળની રહેવાસી હોવાનું જણાતું નથી. આ મહિલા અહીં બૌદ્ધ ધર્મનું શિક્ષણ મેળવવા આવી છે. જેના આધારે પોલીસની ટીમે ઘટના સ્થળે જઈને તપાસ હાથ ધરી હતી. મહિલાની પૂછપરછ કરવામાં આવી હતી અને તેના રૂમની પણ તલાશી લેવામાં આવી હતી. રૂમમાંથી કેટલાક શંકાસ્પદ દસ્તાવેજો મળી આવ્યા હતા.

મહિલાની ધરપકડ: આ દસ્તાવેજોમાં મહિલાઓના કેટલાક દસ્તાવેજો ચીનના છે અને કેટલાક નેપાળના છે. બંને દસ્તાવેજોમાં મહિલાની ઉંમર પણ અલગથી લખવામાં આવી છે. આ સાથે જ મહિલા પાસેથી 6 લાખ 40 હજારની ભારતીય ચલણ અને 1 લાખ 10 હજારની નેપાળી ચલણ પણ મળી આવી છે. આ શંકાસ્પદ બાબતોને ધ્યાનમાં રાખીને પોલીસે મહિલાની ધરપકડ કરી છે. મહિલા પાસે બે મોબાઈલ ફોન પણ હતા, જેને વધુ તપાસ માટે મોકલી દેવામાં આવ્યા છે.

પોલીસ રિમાન્ડ: તારીખ 23 ઓક્ટોબરે મહિલાને જોગીન્દરનગર કોર્ટમાં રજૂ કરવામાં આવી હતી, જ્યાંથી તેને તારીખ 27 ઓક્ટોબર સુધી પોલીસ રિમાન્ડ પર મોકલવામાં આવી છે. મંડી એસપી શાલિની અગ્નિહોત્રીએ આ બાબતની પુષ્ટિ કરી છે. તેમણે જણાવ્યું કે, "મહિલા અહીં કયા હેતુથી રહેતી હતી, આ મામલે તપાસ શરૂ કરવામાં આવી છે. કેન્દ્ર સરકારને પણ આ અંગેની તમામ માહિતી આપવામાં આવી છે અને ત્યારબાદ કેન્દ્ર તરફથી આવનારી ટીમની સામે વધુ તપાસ કરવામાં આવશે."

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.