ETV Bharat / bharat

મિશન સાથેના માણસ: ન્યાયમૂર્તિ રમણના ખભે મુશ્કેલ કાર્યોનો ભાર - Justice T S Thakur

"જ્યારે લોકો આપણા સુધી નથી પહોંચી શકતા તો આપણે તેમના સુધી પહોંચવું પડે." આ સોનેરી શબ્દો બરાબર એક મહિના પહેલાં ઉચ્ચાર્યા હતા ન્યાયમૂર્તિ એન. વી. રમણે. દિલ્લીમાં એક ઉદ્ઘાટન સમારોહને સંબોધતા, તેમણે લોકોને નિઃશુલ્ક કાનૂની સહાયની તરફેણ કરી હતી. આજે ભારતના 48મા ન્યાયમૂર્તિ તરીકે સોગંદ લેનારા તેઓ આંધ્ર પ્રદેશના બીજા વ્યક્તિ છે, જેઓ દેશના સર્વોચ્ચ કાનૂની પદ પર પહોંચ્યા છે. આ પહેલાં ન્યાયમૂર્તિ સુબ્બા રાવ પાંચ દાયકા પહેલાં સીજેઆઈ (ભારતના મુખ્ય ન્યાયમૂર્તિ)નું પદ શોભાવી ચૂક્યા છે.

ન્યાયમૂર્તિ રમણ
ન્યાયમૂર્તિ રમણ
author img

By

Published : Apr 24, 2021, 9:08 PM IST

Updated : Apr 25, 2021, 2:48 PM IST

ન્યૂઝ ડેસ્ક : વર્ષ 2019માં બંધારણ દિવસ પર તેમનું પ્રવચન આપતાં, ન્યાયમૂર્તિ રમણે કહ્યું હતું, "આપણે નવાં સાધનોને ચલણમાં લાવવા જોઈએ, નવી પદ્ધતિઓ વિકસાવવી જોઈએ, નવી રણનીતિઓની શોધ કરવી જોઈએ અને નવું ન્યાયશાસ્ત્ર વિકસાવવું જોઈએ જેથી બંધારણીય ઉદ્દેશ્યો પ્રાપ્ત કરવા માટે ન્યાયી નિર્ણયો આપી શકાય અને યોગ્ય રાહત આપી શકાય." એવું બહોળા પાયે માનવામાં આવે છે કે તેમની ભારતના મુખ્ય ન્યાયમૂર્તિ તરીકે ૧૬ મહિનાની અવધિમાં ન્યાયમૂર્તિ રમણ તેમના શબ્દોને કાર્યનાં વાઘાં જરૂર પહેરાવશે.

પાંચ દાયકા પહેલાં ન્યાયમૂર્તિ ટી. એસ. ઠાકુરે જાહેરમાં ટીકા કરી હતી કે ન્યાયતંત્ર વિશ્વસનીયતાની કટોકટીનો સામનો કરી રહ્યું છે. સમય જતાં પરિસ્થિતિ સુધરવાના બદલે બગડી જ છે. મુખ્ય ન્યાયમૂર્તિ એસ. એ. બોબડેની અવધિમાં ટૂંકાવવામાં આવેલા સર્વોચ્ચ ન્યાયાલયમાં પાંચ પૈકી એકેય જગ્યા ભરવામાં આવી નથી. આ વર્ષે આ યાદીમાં પાંચ વધુ જગ્યા ઉમેરાશે. ન્યાયમૂર્તિ રમણ પાસે અનિર્ણયનો બોજો ઘટાડવા માટે જ નહીં, પરંતુ ખાલી જગ્યાઓ ભરવા માટે પણ સમાન સત્તા અને અધિકારવાળા સમૂહ (કૉલેજિયમ)માં એકમતતા પ્રાપ્ત કરવાનું પડકારજનક કામ છે.

દેશભરમાં અનિર્ણિત કેસોની સંખ્યા ૪.૪ કરોડ ચિહ્ન પર પહોંચી ગઈ છે ત્યારે સર્વોચ્ચ ન્યાયાલયની બંધારણીય પીઠે ભારતના બંધારણની કલમ ૨૨૪ એ હેઠળ વચગાળાના ન્યાયાધીશોની નિમણૂક માટે લીલી ઝંડી બતાવી હતી. આ નિમણૂકની જવાબદારી પણ ન્યાયમૂર્તિ રમણના ખભા પર આવશે. ઘરને વ્યવસ્થિત કરવાની સાથે, ન્યાયમૂર્તિ રમણે ન્યાયના રથને આગળ પણ ધપાવવો પડશે અને રૉસ્ટરના માસ્ટર (સૂચિના સ્વામી) તરીકે વિજેતા ઉભરી આવવાનું કામ પણ તેમના ખભે છે. એટર્ની જનરલ કે. કે. વેણુગોપાલના મતે, ભારતના મુખ્ય ન્યાયમૂર્તિ પાસે લાંબા ગાળાના સુધારાઓ કરવા માટે ઓછામાં ઓછી ત્રણ વર્ષની અવધિ હોવી જોઈએ. ભારતના મુખ્ય ન્યાયમૂર્તિએ ગતિશીલ રીતે કામ કરવું જોઈએ જેમાં તેને વિધાનપાલિકા અને કાર્યપાલિકા બંનેનું સમર્થન મળવું જોઈએ જેથી ભારતના બંધારણમાં કલ્પના કરાયા પ્રમાણે બધા દેશવાસીઓને ન્યાય સુનિશ્ચિત કરી શકાય. અત્રે ભારત રત્ન અને પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીના શબ્દો યાદ કરવા જોઈએ. તેમણે મત દર્શાવ્યો હતતો કે જો ભારતના વડા પ્રધાન અને ભારતના મુખ્ય ન્યાયમૂર્તિ ચોક્કસ સમયગાળે મળતા રહે તો ઘણી સમસ્યાઓ ઉકેલી શકાય છે.

ન્યાયપાલિકા આંતરમાળખાના વિકાસ માટે નાણાં ભંડોળની તીવ્ર તંગીનો સામનો કરી રહી છે કારણકે તેના પર કરાતા ખર્ચને અ-આયોજન ખર્ચ તરીકે ગણવમાં આવે છે. આ ઉપરાંત ન્યાયમૂર્તિ રમણે પોતે પણ તાજેતરમાં અંગૂલિ નિર્દેશ કર્યો હતો કે કાનૂની શિક્ષણનાં નબલાં ધોરણ ચિંતાનું અન્ય કારણ છે.

રાજ્ય ન્યાય શિક્ષણ સંસ્થાના અધ્યક્ષ તરીકે ન્યાયમૂર્તિ રમણે ન્યાયિક અધિકારીઓના પ્રશિક્ષણનાં ધોરણો સુધારવા માટે સતત પ્રયત્નો કર્યા છે. રાષ્ટ્રીય કાનૂની સેવા પ્રાધિકરણ (નેશનલ લિગલ સર્વિસિસ ઑથોરિટી) અધ્યક્ષ તરીકેની સ્થિતિમાં, તેમને સઘન રીતે લોક અદાલતો યોજવા માટે પ્રસિદ્ધિ મળી છે. ભારતના ન્યાયમૂર્તિ તરીકે તેમની બઢતીને સર્વોચ્ચ ન્યાયાલયના બાર એસોસિએશને સાચી રીતે જ 'આશાના કિરણ' તરીકે વર્ણવી હતી. જ્યારે દેશની આરોગ્ય પ્રણાલિ કૉવિડની અસરમાં પડી ભાંગી છે અને સંકીર્ણ રાજકીય વિચારણાને જોતાં અન્ય સંસ્થાઓ પણ આ રીતે જ અનુસરી રહી છે ત્યારે સર્વોચ્ચ ન્યાયાલય લોકોના અધિકારોની સુરક્ષા માટે એક માત્ર કિલ્લો બચ્યો છે. ન્યાયમૂર્તિ રમણની મુખ્ય ભૂમિકા ન્યાયપાલિકાનાં મૂલ્યો અને સન્માનને જાળવી રાખવાની રહેશે.

ન્યાયમૂર્તિ કોકા સુબ્બા રાવે તેમણે આપેલા સીમાચિહ્નરૂપ આદેશોમાં તેમના પોતાના પ્રમાણિકતા અને નિર્ભયતાના કુદરતી ગુણોનું પ્રતિબિંબ પાડીને કાનૂની વર્તુળોમાં પોતાના માટે એક નવીન કેડી કંડારી હતી. એવી વ્યાપક આશા છે કે ન્યાયમૂર્તિ રમણની અવધિ પણ આ જ માર્ગે આગળ વધશે.

Last Updated : Apr 25, 2021, 2:48 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.