- ખેડૂતો આંદોલનમાં અપરાધિક કેસ
- સામે આવી ખેડૂતને સળગાવવાની ઘટના
- દારૂપીને કરી હતી માથાકૂટ
બહાદુરગઢ: હરીયાણાના બહાદુરગઢમાં ચાલી રહેલા ખેડૂત આંદોલન (Farmers Protest) એક દુખદ સમાચાર સામે આવ્યા છે. જ્યાં આંદોલન દરમ્યાન એક વ્યક્તિને જીવતો સળગાવવામાં આવ્યો હતો. આ વ્યક્તિની ઓળખાણ બહાદુર ગઢના કસાર ગામના એક ખેડૂત, મુકેશ તરીકે કરવામાં આવી છે.
મૃતકે આંદોલનમાં પીધો હતો દારૂ
એવો આરોપ પણ લગાવવામાં આવ્યો છે્ કે મુકેશ નામના મૃતકે બુધવારે સાંજે 4 લોકો સાથે ખેડૂત આંદોલનમાં દારૂ પીધો હતો. પછી તેને અન્ય લોકો સાથે માથાકૂટ થઇ ગઇ હતી જેના કારણે આરોપીઓએ મુકેશ પર તેલ છાંટીને તેને સળગાવી દીધો હતો.
પરીવારજનોએ મૃતદેહ સ્વિકારવાની પાડી ના
ઘાયલ મુકેશને આનન-ફાનન હૉસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો ત્યાં સુધીમાં તે 90 ટકા સળગી ગયો હતો. રાત્રે અઢી વાગે ખેડૂતે પોતાનો જીવ ગુમાવ્યો હતો. જો કે આ ઘટના બાદ પરીવારજનોએ મૃતદેહ સ્વિકારવાની ના પાડી છે. પરીજનોએ એક સભ્યને સરકારી નોકરની પણ માંગ કરી છે.