- પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાને દુઆરે રાશન યોજના શરુ કરી
- રાજ્યના 10 કરોડ લોકોને ઘરઆંગણે રાશનનો લાભ મળશે
- દુઆરે રાશન યોજના દ્વારા 42000 નોકરીઓનું સર્જન
- મમતાએ વિધાનસભા ચૂંટણી પહેલા યોજના શરુ કરી
કોલકાતા: પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનર્જીએ(pashchim bangal CM Mamata Banerjee) દુઆરે રાશન યોજનાનું ઉદ્ઘાટન કર્યું છે. દુઆરે રાશન યોજનાએ(duaare rashan yojana) રાજ્યનાં લગભગ 10 કરોડ જેટલા લોકોને ફાયદો થશે.પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાનએ કહ્યું કે, સરકારે રાશન ડીલરો માટેનું કમિશન 75 રૂપિયાથી વધારીને 150 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ કરવાનો નિર્ણય કર્યો છે. તેમજ દુઆરે રાશન યોજના દ્વારા રાજ્યના 10 કરોડ લોકોને મદદ કરવામાં આવશે.
મમતાના રાજ્યમાં ઘરઆંગણે રાશન મળશે
મમતા બેનર્જીએ કહ્યું કે, હું તમામ રાશન ડીલરોને તેને સફળ બનાવવા વિનંતી કરીશ. હવેથી રાજ્યના 10 કરોડથી વધુ લોકોને દર મહિને ચોક્કસ દિવસે તેમના ઘરઆંગણે રાશન(Ration at home) મળશે. દરેક ડીલરને ઓછામાં ઓછા બે લોકોની નિમણૂક કરવાની મંજૂરી આપવામાં આવશે જે તેમને રાશન મેળવવામાં મદદ કરશે.
આ ઉપરાંત વેપારી દ્વારા નિયુક્ત કરાયેલા લોકોને દર મહિને 10,000 રૂપિયાનો પગાર મળશે. સરકાર 5000 રૂપિયા ચૂકવશે અને બાકીની રકમ વેપારી ચૂકવશે. તેથી 21,000 ડીલરો માટે 42000 નોકરીઓનું(pashchim bangal job) સર્જન થશે. સ્થાનિક યુવાનોને પણ ફાયદો થશે. તેમજ આ માટે સરકારે 160 કરોડ રૂપિયા ખર્ચવા પડશે. સરકાર લોકોને રાશન આપવાની વ્યવસ્થા માટે વાહનો ખરીદવા 21000 રાશન ડીલરોને એક-એક લાખ રૂપિયાની આર્થિક સહાય આપશે.
વિધાનસભા ચૂંટણી પહેલા મમતા બેનર્જીએ યોજનાની જાહેરાત કરી
બેનર્જીએ આ વર્ષે માર્ચ-એપ્રિલમાં યોજાનારી વિધાનસભા ચૂંટણી (pashchim banga Assembly elections) પહેલા આ યોજનાની જાહેરાત કરી હતી, જેના હેઠળ ડીલરો લાભાર્થીઓના ઘરે રાશન પહોંચાડશે. રાજ્યને વધુ રાશન ડીલરોની જરૂર પડશે અને રાશન ડીલર માટે અરજી કરવા માટે જરૂરી મૂડી 1 લાખ રૂપિયાથી ઘટાડીને 50000 રૂપિયા કરવામાં આવશે.
રાશન કાર્ડની માહિતી મોબાઈલ દ્રારા મળી રહેશે
મુખ્યપ્રધાન બેનર્જીએ રેશન ડીલરને આ યોજના સામે વાંધો ઉઠાવતા કોર્ટનો સંપર્ક ન કરવા વિનંતી કરી હતી. રાશન વિક્રેતાઓના એક જૂથે આ યોજના સામે કલકત્તા હાઈકોર્ટમાં(Calcutta High Court) અરજી કરી હતી પરંતુ તેમની અરજી ફગાવી દેવામાં આવી હતી.
કાર્યક્રમમાં, બેનર્જીએ રાજ્ય સરકારના ખાદ્ય અને પુરવઠા વિભાગ માટે એક વોટ્સેપ ચેટબોટ અને એક મોબાઈલ એપ્લિકેશન ફૂડ સાથી:અમર રાશન મોબાઈલ( Amar Ration Application) એપ પણ લોન્ચ કરી. આ એપ દ્વારા લોકો રાશન કાર્ડ માટે કેવી રીતે અરજી કરવી અને કેવી રીતે કરવી તેની માહિતી મેળવી શકશે.
આ પણ વાંચોઃ ગુજરાતના રાજકારણમાં તૃણમૂલ કોંગ્રેસના પ્રવેશને લઈને વિવિધ રાજકીય પક્ષોની પ્રતિક્રિયા
આ પણ વાંચોઃ પશ્ચિમ બંગાળના કલાકારોએ મમતા બેનર્જીને દેવી દુર્ગા તરીકે દર્શાવતી બનાવી મૂર્તિઓ