ETV Bharat / bharat

ત્રીજી વખત મમતા બેનર્જી પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન બન્યા, વડાપ્રધાન મોદીએ અભિનંદન પાઠવ્યા - Trinamool Congress

તૃણમૂલ કોંગ્રેસ (TMC)નાં પ્રમખ મમતા બેનરજીએ બુધવારે ત્રીજી વખત મુખ્યપ્રધાન તરીકે શપથ લીધા હતા. મમતા બેનરજી શપથ લેવા માટે રાજભવન પહોંચ્યા હતા. અહીં રાજ્યપાલ જગદીપ ધનખડે તેમને શપથ લેવડાવ્યા હતા. જોકે, કોરોનાના કારણે શપથગ્રહણ સમારોહ સાદગીપૂર્ણ રીતે કરવામાં આવ્યો હતો. તેઓને ત્રીજી વખત મુખ્યપ્રધાન બનવા પર વડાપ્રધાન મોદીએ અભિનંદન પાઠવ્યા હતા.

Mamata
Mamata
author img

By

Published : May 5, 2021, 11:42 AM IST

Updated : May 5, 2021, 12:36 PM IST

  • મમતા બેનરજી ત્રીજી વખત બંગાળના મુખ્યપ્રધાન બન્યાં
  • મમતા બેનરજીએ રાજભવનમાં મુખ્યપ્રધાન પદના શપથ લીધાં
  • કોરોનાના કારણે શપથ સમારોહ સાદગીપૂર્ણ રીતે યોજાયો

કોલકાતાઃ તૃણમૂલ કોંગ્રેસે પશ્ચિમ બંગાળમાં ત્રીજી વખત સરકાર બનાવી છે. આ સાથે જ મમતા બેનરજી સતત ત્રીજી વખત રાજ્યના મુખ્યપ્રધાન બન્યાં છે. મમતા બેનરજીએ બુધવારે મુખ્યપ્રધાન તરીકે ત્રીજી વખત શપથ લીધાં હતાં. મમતા બેનરજી શપથ લેવા માટે રાજભવન પહોંચ્યા હતા. અહીં કોરોનાના કારણે સાદગીપૂર્ણ રીતે સમગ્ર સમારોહ યોજાયો હતો.

આ પણ વાંચોઃ પટનામાં નીતિશ કુમાર કેબિનેટનું બીજીવાર વિસ્તરણ, 17 પ્રધાનોએ કર્યા શપથ ગ્રહણ

અમુક નેતાઓને જ શપથ સમારોહનું આમંત્રણ મોકલાયું હતું

આપને જણાવી દઈએ કે, પશ્ચિમ બંગાળના પૂર્વ મુખ્યપ્રધાન બુદ્ધદેવ ભટ્ટાચાર્ય, વિધાનસભાના વિપક્ષના નેતા અબ્દુલ મન્નાન અને માકપાના વરિષ્ઠ નેતા બિમાન બોસને આ શપથ કાર્યક્રમનું આમંત્રણ મોકલવામાં આવ્યું હતું.

આ પણ વાંચોઃ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં વધુને વધુ મતદાન થાય તે માટે શપથ કાર્યક્રમ યોજાયા

કોરોનાના કારણે કોઈ પણ રાજ્યોના મુખ્યપ્રધાનોને નહોંતા બોલાવાયા

અધિકારીઓએ જણાવ્યું હતું કે, દેશમાં કોરોના મહામારીની સ્થિતિને ધ્યાનમાં રાખી અન્ય રાજ્યોના મુખ્યપ્રધાનો અને રાજકીય દળોના નેતાઓને સમારોહમાં આમંત્રિત કરવામાં નહતા આવ્યા. જોકે, મમતા બેનરજીએ એકલા જ શપથ લીધાં હતાં. શપથ સમારોહમાં BCCIના અધ્યક્ષ સૌરવ ગાંગુલીને આમંત્રિત કરાયા હતા.

વડાપ્રધાન મોદીએ અભિનંદન પાઠવ્યા

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મમતા બેનર્જીને પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન પદના શપથ લેવા બદલ અભિનંદન પાઠવ્યા છે.

Last Updated : May 5, 2021, 12:36 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.