ભંડારા(મહારાષ્ટ્ર): એક કમનસીબ ઘટનામાં, ભંડારા મહારાષ્ટ્રમાં એક મહિલાએ તેની બે સગીર પુત્રીઓ સાથે શુક્રવાર અને શનિવારની વચ્ચેની રાત્રે વૈનગંગા નદીમાં કૂદીને આત્મહત્યા કરી હોવાનું અધિકારીઓએ જણાવ્યું હતું.
નદીમાં કૂદીને જીવનનો અંતઃ આ ઘટના શનિવારે સવારે 12 વાગ્યે ભંડારા તાલુકાના વૈનગંગા નદીના કિનારે આવેલા તિદ્દી ગામમાં બની હોવાનું કહેવાય છે જ્યાં મહિલાની ઓળખ દીપાલી શિતલ ખંગાર (ઉંમર વર્ષઃ 28) અને તેની પુત્રીઓ દેવાંશી (ઉંમર વર્ષઃ 3) અને વેદાંશી(ઉંમર વર્ષઃ 2) તરીકે થઈ હતી. તેઓએ નદીમાં કૂદીને જીવનનો અંત આણ્યો હતો.
ઘટનાસ્થળે જઈને કેસઃ આ ઘટના શનિવારે સવારે ત્યારે પ્રકાશમાં આવી છે.(WOMAN SUICIDE WITH 2 DAUGHTERS) જ્યારે સ્થાનિક લોકોએ સવારે લગભગ 10 વાગ્યે નદીમાં ત્રણ મૃતદેહો તરતા જોયા હતા. સ્થાનિકોએ આ અંગે પોલીસને જાણ કરી હતી. બાદમાં કારધા પોલીસ સ્ટેશનની એક ટીમ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને મૃતદેહોને બહાર કાઢ્યા હતા. પોલીસ ઈન્સ્પેક્ટર થોરાટ અને તહેસીલદાર અરવિંદ હિંગે ઘટનાસ્થળે જઈને કેસ નોંધ્યો હતો.
આત્મહત્યાનું કારણ અસ્પષ્ટ: પોલીસ ઈન્સ્પેક્ટર થોરાટ અને તહસીલદાર અરવિંદ હિંગે ઘટનાસ્થળે જઈને પંચનામું કર્યું હતું. પોલીસ ઘટનાની તપાસ કરી રહી છે. પરંતુ આપઘાતનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી. મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે જનરલ હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. બે નાના બાળકો સાથે માતાના આપઘાતના કારણે સમગ્ર વિસ્તારમાં આક્રોશની લાગણી ફેલાઇ છે.