- મહારાષ્ટ્રમાં મન મુકીને વરસ્યા મેઘરાજા
- આજે મુંબઈના સમુદ્રમાં 1.32 વાગ્યે 4.34 મીટરની હાઈટાઈડ રહ્યું
- મુંબઈ પશ્ચિમ ઉપનગરમાં 92.38 મિમી વરસાદ થયો
- લોકોને દરિયા કિનારાથી દૂર રહેવા હવામાન વિભાગની સલાહ
મહારાષ્ટ્રઃ રાજ્યમાં વરસાદનું આગમન થઈ ચૂક્યું છે. ગઈકાલે રાત્રે ધોધમાર વરસાદ પડવાથી અનેક વિસ્તારમાં પાણી ભરાઈ ગયા હતા. જોકે, 21 જિલ્લામાં સૌથી વધુ વરસાદ વરસ્યો છે. ભારતીય હવામાન વિભાગે જણાવ્યું હતું કે, 13-14 જૂન બે દિવસના સમયગાળામાં મુંબઈ શહેર અને ઉપનગરોના કેટલાક ભાગમાં ધોધમાર વરસાદ પડવાની સંભાવના છે. તેવામાં BMCના ડિઝાસ્ટર મેનેજમેન્ટ ડિપાર્ટમેન્ટે (Disaster Management Department) લોકોને દરિયા કિનારાથી દૂર રહેવાની સલાહ આપી છે.
આ પણ વાંચો- તાપી જિલ્લાના અનેક પથંકમાં વરસાદ, લોકોને કાળઝાળ ગરમીમાંથી મળી રાહત
રત્નાગિરી અને રાયગઢમાં 13 જૂન માટે રેડ એલર્ટ જાહેર
મુંબઈ અને તેની આસપાસના વિસ્તારોમાં હવામાન વિભાગે ભારે વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે. હવામાન વિભાગે મહારાષ્ટ્રના રત્નાગિરી અને રાયગઢ જિલ્લામાં 13 જૂન માટે ભારે વરસાદ માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે. મુંબઈ અને પાડોશી ઠાણેના કેટલાક વિસ્તારમાં શનિવારે ભારે વરસાદ થઈ શકે છે.
આ પણ વાંચો- Gujarat rain news - વલસાડમાં બીજા દિવસે પણ મેઘાવી માહોલ, અડધાથી 2 ઈંચ વરસાદ
વિવિધ વિસ્તારમાં NDRFની ટીમ તહેનાત
આપને જણાવી દઈએ કે, મહારાષ્ટ્રના 36માંથી 21 જિલ્લામાં એકથી 10 જૂનની વચ્ચે 60 ટકા વધુ વરસાદ વરસ્યો છે. ભારતીય હવામાન વિભાગે શુક્રવારે આ અંગે જાણકારી આપી હતી. ભારે વરસાદના એલર્ટ વચ્ચે સ્થાનિક તંત્રએ એનડીઆરએફના 15 દળને વિવિધ હિસ્સામાં તહેનાત કર્યા છે. NDRFના મહાનિદેશક એસ. એન. પ્રધાને જણાવ્યું હતું કે, રત્નાગિરીમાં ચાર દળોને અને મુંબઈ, પાલઘર, રાયગઢ, સિંધુદુર્ગમાં 2-2 દળ અને ઠાણે-કુર્લામાં એક-એક દળને તહેનાત કરાયા છે.