મુંબઈ: સતારા શહેરના બજાર સમિતિ પરિસરમાં ભૂમિપૂજન રેલી બાદ સાંસદ ઉદયનરાજે ભોસલે અને ધારાસભ્ય શિવેન્દ્રરાજે ભોસલે સહિત 50 લોકો વિરુદ્ધ સતારા શહેર પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો છે. એટલું જ નહીં આ વિવિાદ નાયબ મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસ સુધી પહોંચ્યો છે.
વિકાસના કામોનો વિરોધ : ગઈકાલના વિવાદ પછી બંને નેતાઓ ગુરુવારે સવારે કરાડમાં નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસને અલગ-અલગ મળ્યા હતા. બજાર સમિતિના પ્રમુખ વિક્રમ પવારે આપેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, સાંસદ ઉદયનરાજે ભોસલે સહિત 50 લોકો બજાર સમિતિની આયોજિત બાંધકામ સાઇટ પર આવ્યા હતા. પોલીસમેન હતા ત્યારે પણ તેમણે ત્યાં કરવામાં આવી રહેલા વિકાસના કામોનો વિરોધ કર્યો હતો.
લોખંડના કન્ટેનરની તોડફોડ : વિકાસ કાર્યોનો વિરોધ કરી રહેલા સાંસદ ઉદયનરાજે ધમકી આપી હતી કે જો તે આ જગ્યાએ પગ મૂકશે તો હોબાળો કરશે. એટલું જ નહીં ઘટનાસ્થળે રાખવામાં આવેલા લોખંડના કન્ટેનરની તોડફોડ કરી હતી જેમાં બે લાખ રૂપિયાનું નુકસાન થયું હતું. વિકાસના કાર્ય શરુ થઇ શક્યું નથી. વિક્રમ પવારે ફરિયાદમાં જણાવ્યું છે કે ઉદયનરાજે તેમને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ ફરિયાદ અનુસાર સાંસદ ઉદયનરાજ ભોંસલે સહિત 50 લોકો સામે કેસ નોંધવામાં આવ્યો છે.
નાયબ મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસ સુધી પહોંચ્યો વિવાદ : સતારા બજાર સમિતિના આયોજિત બિલ્ડિંગના વિકાસ કામો માટેના ભૂમિપૂજન સમારોહ દરમિયાન જ આ પ્રકારનો વિવાદ થયા પછી પછી બંને નેતાઓ,સાંસદ ઉદયનરાજે ભોસલે અને ધારાસભ્ય શિવેન્દ્રરાજે ભોસલે ગુરુવારે સવારે કરાડમાં ક્રિષ્ના હોસ્પિટલના આરામ ખંડમાં નાયબ મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસને મળ્યાં હતાં. ધારાસભ્ય શિવેન્દ્રરાજે ભોસલે નાયબ મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસને પહેલાં મળવા પહોંચ્યાં હતાં. તે સમયે ઉદયનરાજે ભોસલે નીચે જ બેઠાં હતા.ધારાસભ્ય શિવેન્દ્રરાજે ભોંસલે ફડણવીસને મળીને નીચે આવ્યા તે બાદ સાંસદ ઉદયનરાજે નાયબ મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસને મળવા ગયાં હતાં.