ETV Bharat / bharat

અટકાયતી પ્રજ્ઞા ઠાકુરને ત્રાસ આપવાની ફરિયાદ પર માનવાધિકાર આયોગે પોલીસ વડાને સમન્સ પાઠવ્યું - માલેગાંવ બ્લાસ્ટ કેસમાં વર્ષ 2008

માનવાધિકાર આયોગે પોલીસ વડાને 6 એપ્રિલે તેની સમક્ષ હાજર થવા જણાવ્યું છે. વ્યવસાયે વકીલ આદિત્ય મિશ્રાએ 2018માં રાષ્ટ્રીય માનવ અધિકાર પંચમાં ફરિયાદ નોંધાવી હતી.

અટકાયતી પ્રજ્ઞા ઠાકુરને ત્રાસ આપવાની ફરિયાદ પર માનવાધિકાર આયોગે પોલીસ વડાને સમન્સ પાઠવ્યું હતું

author img

By

Published : Feb 24, 2021, 4:56 PM IST

  • પ્રજ્ઞાસિંહ ઠાકુરની કસ્ટડી અંગેની ફરિયાદનો મામલો
  • માનવાધિકાર આયોગે પોલીસ વડાને 6 એપ્રિલે હાજર થવા જણાવ્યું
  • વકીલ આદિત્ય મિશ્રાએ 2018માં રાષ્ટ્રીય માનવ અધિકાર પંચમાં ફરિયાદ નોંધાવી

મુંબઈ: મહારાષ્ટ્ર રાજ્ય માનવાધિકાર આયોગે માલેગાંવ બ્લાસ્ટ કેસમાં વર્ષ 2008ના આરોપી પ્રજ્ઞાસિંહ ઠાકુરની કસ્ટડી અંગેની ફરિયાદ પર રાજ્યના પોલીસ મહાનિર્દેશકને સમન્સ જારી કર્યું હતું. માનવાધિકાર આયોગે પોલીસ વડાને 6 એપ્રિલે તેની સમક્ષ હાજર થવા જણાવ્યું છે. વ્યવસાયે વકીલ આદિત્ય મિશ્રાએ 2018માં રાષ્ટ્રીય માનવ અધિકાર પંચમાં ફરિયાદ નોંધાવી હતી. તે દરમિયાન ઠાકુર (હાલમાં ભાજપના સાંસદ)એ ટીવી પર એક મુલાકાતમાં આરોપ લગાવ્યો હતો કે, ધરપકડ બાદ રાજ્ય (મહારાષ્ટ્ર)ની આતંકવાદ વિરોધી ટુકડી (એટીએસ) દ્વારા તેની પર અત્યાચાર ગુજારવામાં આવ્યો હતો. આયોગેે આ મામલો રાજ્ય માનવાધિકાર પંચને આપ્યો હતો. પિટિશનમાં વિનંતી કરવામાં આવી છે કે આયોગે ઠાકુરના આક્ષેપોનું ધ્યાન લેવું જોઈએ કારણ કે તે "ભારતીય બંધારણની કલમ 21 (જીવન અને અંગત સ્વાતંત્ર્ય) ને લગતો મુદ્દો છે".

માલેગાંવમાં થયેલા બ્લાસ્ટ કેસમાં મુખ્ય આરોપી

પ્રજ્ઞા ઠાકુર હાલમાં જામીન પર જેલની બહાર છે. તે 29 સપ્ટેમ્બર, 2008ના રોજ ઉત્તર મહારાષ્ટ્રના માલેગાંવમાં થયેલા બ્લાસ્ટ કેસમાં મુખ્ય આરોપી છે. શહેરની એક મસ્જિદ પાસે બાઇક પર બોમ્બ ફાટતાં છ લોકોનાં મોત નીપજ્યાં હતા અને 100 થી વધુ લોકો ઘાયલ થયા હતા.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.