- મહારાષ્ટ્રમાં ઝીકા વાઇરસ સંક્રમણનો પ્રથમ કેસ નોંધાયો
- પુણે જિલ્લાના પુરંદર વિસ્તારની 50 વર્ષીય મહિલા ઝિકાં વાઇરસથી સંક્રમિત
- રાજ્યમાં ઝીકા વાયરસથી સંક્રમિતોની કુલ સંખ્યા 63
પુણે: મહારાષ્ટ્રમાં ઝીકા વાઇરસનો પ્રથમ કેસ નોંધાયો છે. પુણે જિલ્લાના પુરંદર વિસ્તારની 50 વર્ષીય મહિલા ઝીકા વાઇરસથી સંક્રમિત મળી હતી. મહિલાનો ચિકનગુનિયા ટેસ્ટ પણ પોઝિટિવ આવ્યો છે. રાજ્યના આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર, તે મહિલા હવે સ્વસ્થ થઈ ગયા છે અને તેના પરિવારના સભ્યોમાં હાલમાં વાઇરસના કોઈ લક્ષણો દેખાતા નથી. તે જ સમયે, કેરળમાં પણ ઝિકા વાઇરસના 2 નવા ચેપગ્રસ્ત દર્દીઓ મળી આવ્યા છે. રાજ્યમાં ઝીકા વાઇરસથી સંક્રમિતોની કુલ સંખ્યા 63 થઈ છે.
આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર...
આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર, જુલાઈની શરૂઆતથી જ પુરંદર તહસીલના બેલસર ગામમાંથી તાવના ઘણા કેસ નોંધાયા હતા. પુણેમાં નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ વાઇરોલોજી (NIV) માં પાંચ સેમ્પલ પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા હતા. જેમાંથી 3 સેમ્પલનો ચિકનગુનિયા ટેસ્ટ રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે, ત્યારબાદ, NIV ની એક ટીમે 27 જુલાઈથી 29 જુલાઈ વચ્ચે બેલસર અને પરિંચે ગામોની મુલાકાત લીધી અને 41 લોકોના લોહીના નમૂના એકત્રિત કર્યા. તેમાંથી ચિકનગુનિયાના 25 કેસ, ત્રણ ડેન્ગ્યુ અને એક ઝીકા વાઇરસ નોંધાયા છે.
આ પણ વાંચો: Zika Virus: કેરળમાં ઝીકા વાઈરસના કેસ નોંધાયા, જાણો શું છે ઝીકા વાઈરસના લક્ષણો?
આરોગ્ય વિભાગનો ગામમાં ડોર ટુ ડોર સર્વે
સ્ટેટ રેપિડ રિસ્પોન્સ ટીમે આજે આ વિસ્તારની મુલાકાત લીધી હતી અને સ્થાનિક રહેવાસીઓ સાથે તેઓએ શું સાવચેતી રાખવી તે અંગે વાત કરી હતી. આરોગ્ય વિભાગ ગામમાં ડોર ટુ ડોર સર્વે પણ કરશે. પુણે જિલ્લા વહીવટીતંત્રે લોકોને આ વાઇરસથી ડરસો નહી તેવી અપીલ કરી છે. વહીવટીતંત્રે લોકોને વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે ચેપના ફેલાવાને રોકવા માટે સખત મહેનત કરવામાં આવી રહી છે.
સૌપ્રથમ વખત વર્ષની શરૂઆતમાં કેરળમાં ઝીકા વાઇરસ
આ પહેલા સૌપ્રથમ વખત વર્ષની શરૂઆતમાં કેરળમાં માત્ર ઝીકા વાઇરસના ચેપના કેસ નોંધાયા હતા. હાલમાં દક્ષિણ રાજ્યમાં ઝીકા વાઇરસના 63 કેસ નોંધાયા હતા આ ચેપ એડીસ મચ્છર દ્વારા ફેલાય છે, જે ડેન્ગ્યુ અને ચિકનગુનિયાના વાહક પણ છે.
આ પણ વાંચો: Zika Virus: કોરોના વચ્ચે દેશમાં ઝીકા વાયરસની એન્ટ્રી, કેરળમાં મળ્યો પ્રથમ કેસ
ઝીકા વાઇરસના ચેપના કેટલાક સામાન્ય લક્ષણો
ઝીકા વાઇરસના ચેપના કેટલાક સામાન્ય લક્ષણો છે તાવ, શરીરમાં દુખાવો, ફોલ્લીઓ, સ્નાયુઓ અને સાંધાનો દુખાવો, અસ્વસ્થતા અથવા માથાનો દુખાવો. લક્ષણો સામાન્ય રીતે 2-7 દિવસ સુધી રહે છે અને મોટાભાગના ચેપગ્રસ્ત લોકોમાં લક્ષણો વિકસિત થતા નથી. ઝીકા વાઇરસના ચેપના કેટલાક સામાન્ય લક્ષણો છે તાવ, શરીરમાં દુખાવો, સ્નાયુઓ અને સાંધાનો દુખાવો, અસ્વસ્થતા અથવા માથાનો દુ;ખાવો લક્ષણો સામાન્ય રીતે 2-7 દિવસ સુધી રહે છે અને મોટાભાગના ચેપગ્રસ્ત લોકોમાં લક્ષણો વિકસિત થતા નથી.