ETV Bharat / bharat

મુંબઈમાં દિશા સાલિયાન મોત મામલે SIT તપાસનો આદેશ ? આદિત્ય ઠાકરેની મુશ્કેલીઓ વધશે - વિધાનસભાનું શિયાળુ સત્ર

મુંબઈમાં દિશા સાલિયાન આત્મહત્યા કેસમાં શિંદે સરકાર SIT તપાસ કરાવી શકે છે. જેના કારણે ઠાકરે જૂથના ધારાસભ્ય આદિત્ય ઠાકરેની મુશ્કેલીઓ વધી શકે છે. ઉલ્લેખનિય છે કે, ત્રણ વર્ષ અગાઉ દિવંગત અભિનેતા સુશાંતસિંહ રાજપૂતની મેનેજર દિશા સાલિયાનનું બિલ્ડીંગ પરથી પડી જવાથી મોત નીપજ્યું હતું. SIT Inquiry in disha saliyan death case

આદિત્ય ઠાકરેની મુશ્કેલીઓ વધશે
આદિત્ય ઠાકરેની મુશ્કેલીઓ વધશે
author img

By ETV Bharat Gujarati Team

Published : Dec 7, 2023, 5:43 PM IST

મુંબઈ : દિશા સાલિયાન આત્મહત્યા કેસમાં આદિત્ય ઠાકરેની મુશ્કેલીઓ વધી શકે છે. એવી ચર્ચા છે કે શિંદે સરકાર આદિત્ય ઠાકરેની SIT તપાસ કરાવશે. મંત્રી દીપક કેસરકરે સંકેત આપ્યા છે કે દિવંગત અભિનેતા સુશાંતસિંહ રાજપૂતની મેનેજર દિશા સાલિયનના આત્મહત્યા કેસમાં પૂર્વ મંત્રી અને ઠાકરે જૂથના ધારાસભ્ય આદિત્ય ઠાકરે મારફત તપાસ કરવામાં આવશે.

SIT તપાસ થઈ શકે : એડિશનલ કમિશનર ઓફ પોલીસના નેતૃત્વમાં SIT દ્વારા તપાસ હાથ ધરવામાં આવશે. ગયા સત્રમાં ગૃહપ્રધાન દેવેન્દ્ર ફડણવીસે SIT તપાસના આદેશ આપ્યા હતા. પ્રાપ્ત માહિતી અનુસાર દિશા સાલિયાનના મોતની તપાસનો આદેશ આજે આવે તેવી શક્યતા છે. એસઆઈટીની ટીમ એડિશનલ પોલીસ કમિશનરના નેતૃત્વમાં કામ કરશે. એવી માહિતી પણ સામે આવી રહી છે કે સુજાતા સૌનિક આજે SIT તપાસ અંગે આદેશ આપી શકે છે.

ગૃહ વિભાગે આપ્યો આદેશ : કેન્દ્રીય પ્રધાન નારાયણ રાણે, નીતિશ રાણે અને ભાજપ છેલ્લા કેટલાક મહિનાઓથી દિશા સાલિયાન મોત કેસમાં આદિત્ય ઠાકરે પાસેથી તપાસની માંગ કરી રહ્યા છે. નાગપુરમાં ગત શિયાળુ સત્રમાં ગૃહપ્રધાન દેવેન્દ્ર ફડણવીસે આ મામલાની નોંધ લઈને SIT તપાસનો આદેશ આપ્યો હતો. એક વર્ષ બાદ ગૃહ વિભાગે આ મામલે આદિત્ય ઠાકરેની SIT તપાસના આદેશ આપ્યા છે.

શું હતો મામલો ? ત્રણ વર્ષ પહેલાં 8 જૂન 2020 ના રોજ મલાડના રહેણાંક મકાનના 14 મા માળેથી પડી જવાથી દિશા સાલિયાનનું મૃત્યુ થયું હતું. માત્ર છ દિવસ પછી 14 જૂન, 2020 ના રોજ અભિનેતા સુશાંતસિંહ રાજપૂતનો મૃતદેહ તેના ઘરેથી મળી આવ્યો હતો. મુંબઈ પોલીસે બંને કેસની તપાસ કર્યા બાદ તારણ કાઢ્યું હતું કે, દિશા સાલિયાનનું મૃત્યુ બિલ્ડિંગના 14 મા માળેથી પડી જવાથી થયું હતું.

દિશા સાલિયાન મોત કેસ : આ મામલામાં આદિત્ય ઠાકરેને ક્લીનચીટ આપતાં પોલીસે કહ્યું હતું કે, આ મૃત્યુનો કોઈ રાજકીય સંબંધ નથી. આજથી વિધાનસભાનું શિયાળુ સત્ર શરૂ થયું છે. આ પૃષ્ઠભૂમિમાં પૂર્વ મંત્રી અને ઠાકરે જૂથના ધારાસભ્ય આદિત્ય ઠાકરેની દિશા સાલિયાન આત્મહત્યા મામલામાં એસઆઈટી તપાસ કરે તેવી શક્યતા છે. આ કારણે એવું કહેવામાં આવી રહ્યું છે કે સરકાર સત્રના પહેલા જ દિવસે વિપક્ષને બેકફૂટ પર લાવવાનો પ્રયાસ કરી રહી છે.

  1. વસુંધરા રાજેએ સંસદીય બોર્ડની બેઠક વચ્ચે જેપી નડ્ડાને મળવા માટે સમય માંગ્યો
  2. લાલુપ્રસાદ યાદવે અમિત શાહ પર નિશાન સાધ્યું, જમ્મુ કાશ્મીર અંગેના નિવેદન પર વળતો પ્રહાર કર્યો

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.