- સ્વતંત્ર ભારતમાં ડોક્ટર ભીમરાવ આંબેડકરે દેશ પર તેમની અમીટ છાપ છોડી
- લાખો દલિતો અને સમાજના પછાત વર્ગના સશક્તિકરણ માટે લડાઈ લડી હતી
- અસ્પૃશ્યતા સામેની લડાઈ લડનારા મહાન નેતા આજે પણ દેશની જનતાના પ્રેરણા સ્તોત્ર
ન્યૂઝ ડેસ્ક: બંધારણના ઘડવૈયા ડૉ. આંબેડકરનું 6 ડિસેમ્બર 1956ના દિવસે અવસાન થયું હતુ, ત્યારે આ દિવસને મહાપરિનિર્વાણ દિવસ (Mahaparinirvan Diwas 2021) તરીકે ઉજવવામાં આવે છે. સ્વતંત્ર ભારતમાં ડોક્ટર ભીમરાવ આંબેડકરે દેશ પર તેમની અમીટ છાપ છોડી છે. તેઓ ઉચ્ચ શિક્ષિત, રાજનેતા, ન્યાયશાસ્ત્રના નિષ્ણાંત અને મહાન અર્થશાસ્ત્રી હતા. આ ઉપરાંત મહિલાઓ, દલિતો અને સમાજના પછાત વર્ગના સશક્તિકરણ માટે લડાઈ લડી હતી. તેઓ હમેશા દેશની સંપ્રભુતા, અખંડતા અને દરેક માટે સમાન અવસરના નિમાર્ણ માટે સંઘર્ષ કરતા રહ્યાં હતા. તેમના નેતૃત્વમાં તૈયાર કરવામાં આવેલું દેશનું બંધારણ સાત દાયકાઓથી આપણું નેતૃત્વ કરે છે. અસ્પૃશ્યતા સામેની લડાઈ લડનારા મહાન નેતા આજે પણ દેશની જનતાના પ્રેરણા સ્તોત્ર છે.
સ્વતંત્ર ભારતમાં ડોક્ટર ભીમરાવ આંબેડકરે દેશ પર તેમની અમીટ છાપ છોડી
ભારતનું બંધારણ લખવા માટે નિયુક્ત કરવામાં આવેલી બંધારણ સભાએ વિવિધ મુદ્દાઓ પર વિચાર કરવા માટે 22 સમિતિ અને 7 પેટા સમિતિની રચના કરી હતી. જેમાં સૌથી મહત્વપૂર્ણ 29 ઓગસ્ટ 1947ના રોજ રચવામાં આવેલી ડ્રાફ્ટ કમિટી હતી. જેમાં અધ્યક્ષ અને 6 સભ્યો હતાં. ડોક્ટર ભીમરાવ આંબેડકર પણ તેમાંના એક હતા. સ્વતંત્ર ભારતમાં ડોક્ટર ભીમરાવ આંબેડકરે દેશ પર તેમની અમીટ છાપ છોડી છે. તેઓ ઉચ્ચ શિક્ષિત, રાજનેતા, ન્યાયશાસ્ત્રના નિષ્ણાંત અને મહાન અર્થશાસ્ત્રી હતા.
બંધારણ ઘડવૈયા ડૉ. આંબેડકરનું 6 ડિસેમ્બર 1956ના દિવસે અવસાન થયુ
બંધારણ ઘડવૈયા ડૉ. આંબેડકરનું 6 ડિસેમ્બર 1956ના દિવસે અવસાન થયું હતુ. ત્યારે આ દિવસે સોમવારે મહાપરિનિર્વાણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. સ્વતંત્ર ભારતમાં ડોક્ટર ભીમરાવ આંબેડકરે દેશ પર તેમની અમીટ છાપ છોડી છે. તેઓ ઉચ્ચ શિક્ષિત, રાજનેતા, ન્યાયશાસ્ત્રના નિષ્ણાંત અને મહાન અર્થશાસ્ત્રી હતા. તેમણે લાખો દલિતો અને સમાજના પછાત વર્ગના સશક્તિકરણ માટે લડાઈ લડી હતી. તેઓ હમેશા દેશની સંપ્રભુતા અખંડતા અને દરેક માટે સમાન અવસરના નિમાર્ણ માટે સંઘર્ષ કરતા રહ્યાં. તેમના નેતૃત્વમાં તૈયાર કરવામાં આવેલું દેશનું બંધારણ સાત દાયકાઓથી આપણું નેતૃત્વ કરે છે. અસ્પૃશ્યતા સામેની લડાઈ લડનારા મહાન નેતા આજે પણ દેશની જનતાના પ્રેરણા સ્તોત્ર છે.
ડો. આંબેડકરના વિચાર ખુબ જ સ્પષ્ટ હતા
ભારતનું બંધારણ લખવા માટે નિયુક્ત કરવામાં આવેલી બંધારણ સભાએ વિવિધ મુદ્દાઓ પર વિચાર કરવા માટે 22 સમિતિ અને 7 પેટા સમિતિની રચના કરી હતી. જેમાં સૌથી મહત્વપૂર્ણ 29 ઓગસ્ટ 1947ના રોજ રચવામાં આવેલી ડ્રાફ્ટ કમિટી હતી. જેમાં અધ્યક્ષ અને 6 સદસ્યો હતાં. ગાંધીજીએ પણ એ વાતનો સ્વીકાર કર્યો હતો કે, ડો. આંબેડકરના વિચાર ખુબ જ સ્પષ્ટ હતા. ગાંધીજીના મતાનુસાર આંબેડકર એ વાત જાણતા હતા કે, ભારત જેવા દેશમાં જ્યાં ભૌગોલિક સ્થિતિ, ધર્મ અને જાતિ ભિન્ન ભિન્ન છે એવા દેશ માટે યોગ્ય દિશા કઈ હોઈ શકે.
ડો. આંબેડકરે ખુદ 60થી વધુ દેશના બંધારણનો અભ્યાસ કર્યો હતો
બંધારણ સભામાં કોંગ્રેસની બહુમતી હોવા છતાં તમામ સભ્યોએ સર્વાનુમતે ડો. આંબેડકરના નામનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો. એ સમયે તેઓ કાયદા પ્રધાન હતા. બંધારણ સભા 11 વખત મળી. ડ્રાફ્ટ કમિટિના બધા સદસ્યો દ્વારા લેખિત અને મૌખિક રુપે આપવામાં આવેલા સૂચન રેકોર્ડ કરવામાં આવ્યા હતા. દરેક પ્રસ્તાવને લાંબી ચર્ચા, સમન્વય અને આંતરિક સહમતિ બાદ મંજૂર કરાઈ હતી. આ પ્રક્રિયાથી ડ્રાફ્ટ કમિટિના કામમાં ઘણો વધારો થયો હતો. દરેક ડ્રાફ્ટ તૈયાર કરવા માટે ડો. આંબેડકરે ખુદ 60થી વધુ દેશના બંધારણનો અભ્યાસ કર્યો હતો. 2 વર્ષ 11 મહિના અને 18 દિવસની લાંબી પ્રક્રિયા બાદ ડ્રાફ્ટ કમિટિએ હિન્દી અને અંગ્રેજીમાં બે કોપી તૈયાર કરી હતી. જેમાં ડોક્ટર આંબેડકરનો અથાક પરિશ્રમ હતો. 115 દિવસની ચર્ચા અને 2473 સંશોધન બાદ 26 નવેમ્બર 1949ના રોજ બંધારણ અપનાવવામાં આવ્યું.
આ પણ વાંચો: લોકશાહીનું ‘ઘરેણું’ આપણું બંધારણ
આંબેડકરે કહ્યું કે, બંધારણની દ્રષ્ટિએ સૌ સમાન છે
ભારતમાંથી પાકિસ્તાનના વિભાજનના કરવાના કડવા અનુભવ સિવાય આંબેકરે વધુ રાજ્યોના વિભાજનની ઇચ્છા કરી નહતી. દેશમાં સાર્વભૌમત્વ લાવવાનો તેમનો પ્રયાસ સરાહનીય હતો. ન્યાયતંત્રની સ્થાપના, બધા માટે એક નાગરિકત્વ અને કોઈપણ વિશેષ સવલત વિના બધા માટે સમાન ન્યાયના તેઓ પક્ષધર હતા. આંબેડકરે કહ્યું કે, બંધારણની દ્રષ્ટિએ સૌ સમાન છે. ઉપરાંત તેમણે 'એક વ્યક્તિ એક મત'ની નીતિ પર ભાર મૂક્યો હતો. અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના ઉત્થાન માટે, તેમજ તેમને સમાન તક મળી રહે તે માટે તેમણે વિધાનસભાઓમાં અનામત મત વિસ્તારોની વાત કરી અને તેમાં સફળ પણ રહ્યાં.
બંધારણ લખવા માટે રાત દિવસની સતત મહેનતને કારણે તબિયત ખરાબ થઈ
ડો. આંબેડકરે રોજગાર અને શિક્ષણ ક્ષેત્રમાં એસસી, એસટી અને ઓબીસીના અનામતનો 10 વર્ષ માટે પ્રસ્તાવ મુક્યો હતો. સરકારને આગ્રહ કર્યો હતો કે, એ વાતનું વિશેષ ધ્યાન રાખવામાં આવે કે, પછાત વર્ગના લોકોનું જીવન ધોરણ દેશના સવર્ણ લોકોના જીવન ધોરણને બરાબરી સુધી પહોંચે. બંધારણ લખવા માટે રાત દિવસની સતત મહેનતને કારણે તેમની તબિયત ખરાબ થઈ. સતત વાચનને કારણે તેમની આંખ પણ નબળી પડી. આ જ રીતે સતત બેસવાથી પીઠ અને ગોઠણના દુખાવાની પણ તકલિફ થવા લાગી. અનિયમિત જીવનશૈલી અને ઓછી ઉંઘને કારણે ડાયાબિટીઝ પણ થયું. અનેક બિમારીઓનો સામનો કરતા આખરે 6 ડિસેમ્બર 1956ના દિવસે તેમનું અવસાન થયું હતુ.
આ પણ વાંચો: ભારતીય બંધારણના ઘડવૈયા આંબેડકરની અજાણી વાતો, જાણો....