ETV Bharat / bharat

ઠાકરે સરકારનો રાજ્યમાં કાયદા અને વ્યવસ્થાની કોઈ જ સમસ્યા ન હોવાનો દાવો - Home Minister Dilip Walse Patil

મહારાષ્ટ્રમાં ચાલી રહેલી રાજકીય ઉથલપાથલ (maharashtra political crisis) વચ્ચે, ગૃહ પ્રધાન દિલીપ વાલ્સે પાટીલે (Home Minister Dilip Walse Patil) કહ્યું કે, રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાના ભંગાણની કોઈ મોટી ઘટના બની નથી. આ ઉપરાંત ગુવાહાટી ગયેલા તમામ ધારાસભ્યોના કાર્યાલય અને નિવાસસ્થાનો પર પૂરતી સુરક્ષા પૂરી પાડવામાં આવી છે.

ગૃહમંત્રી: રાજ્યમાં કાયદા અને વ્યવસ્થાની કોઈ જ સમસ્યા નથી

author img

By

Published : Jun 27, 2022, 12:21 PM IST

મુંબઈ: મહારાષ્ટ્રમાં ચાલી રહેલી રાજકીય ઉથલપાથલ વચ્ચે, ગૃહ પ્રધાન દિલીપ વાલ્સે પાટીલે (Home Minister Dilip Walse Patil) કહ્યું કે, રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાના ભંગાણની કોઈ મોટી ઘટના બની નથી. આ ઉપરાંત ગુવાહાટી ગયેલા તમામ ધારાસભ્યોના કાર્યાલય અને નિવાસસ્થાનો પર પૂરતી સુરક્ષા પૂરી પાડવામાં આવી છે. ગૃહ મંત્રાલયના કાર્યાલય મહારાષ્ટ્રએ ટ્વિટર પર લખ્યું કે, "રાજ્યમાં આજે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિમાં ખલેલ પહોંચાડવાની કોઈ મોટી ઘટના નોંધાઈ નથી. આ ઉપરાંત ગુવાહાટીમાં ગયેલા કોઈપણ ધારાસભ્યોની સુરક્ષા પાછી ખેંચી લેવામાં આવી નથી.

આ પણ વાંચો: સંજય રાઉતના વિવાદાસ્પદ નિવેદન પર એકનાથ શિંદેએ આપી પ્રતિક્રિયા

શાંતિભંગ થશે તો કાયદેસરની કાર્યવાહી થાશે: ગૃહ મંત્રાલયના (Ministry of Home Affairs) કાર્યાલય મહારાષ્ટ્રએ ટ્વિટમાં જણાવ્યું હતું કે,"મહારાષ્ટ્ર પોલીસ એલર્ટ મોડ પર છે અને કોઈપણ કાયદો અને વ્યવસ્થાના મુદ્દાને પહોંચી વળવા માટે તૈયાર છે. રાજ્યના વિવિધ ભાગોમાં નિષેધાત્મક આદેશો અમલમાં છે. કોઈપણ વ્યક્તિ શાંતિને ખલેલ પહોંચાડવાનો પ્રયાસ કરશે તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. અગાઉના દિવસે મહારાષ્ટ્રના રાજ્યપાલ (Governor of Maharashtra) ભગત સિંહ કોશ્યારીએ કહ્યું હતું કે, તેમને શિવસેનાના 8 ધારાસભ્યો, 2 પ્રહાર જનશક્તિ પાર્ટીના ધારાસભ્યો અને 7 અપક્ષો તરફથી ફરિયાદો મળી છે કે, તેમના પરિવારોની પોલીસ સુરક્ષા ગેરકાયદેસર રીતે પાછી ખેંચી લેવામાં આવી છે. રાજ્યપાલે ફરિયાદમાં જણાવ્યું હતું કે, કેટલાક રાજકીય નેતાઓ દ્વારા ઉશ્કેરણીજનક અને ધમકીભર્યા નિવેદનોના સંદર્ભમાં ધારાસભ્યોએ તેમના ઘરો અને પરિવારોની સલામતી અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરી છે.

આ પણ વાંચો: જર્મનીમાં PM મોદી આજે મહત્વના મુદ્દાઓ પર કરશે ચર્ચાઓ..

બળવાખોર ધારાસભ્યોને 'Y+' શ્રેણીની સુરક્ષા: રવિવારે, કેન્દ્ર સરકારે આસામના ગુવાહાટીમાં રહેલા શિવસેનાના 15 બળવાખોર ધારાસભ્યોને 'Y+' શ્રેણીના સશસ્ત્ર સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (Central Reserve Police Force) સુરક્ષા કવચ પૂરું પાડ્યું હતું. જે ધારાસભ્યોને ચોવીસ કલાક CRPF (Central Reserve Police Force) સુરક્ષા પૂરી પાડવામાં આવી છે. તેમાં રમેશ બોરનારે, મંગેશ કુડાલકર, સંજય શિરસાટ, લતાબાઈ સોનાવણે, પ્રકાશ સુર્વે, સદાનંદ સરનાવણકર, યોગેશ દાદા કદમ, પ્રતાપ સરનાઈક, યામિની જાધવ, પ્રદીપ જયસ્વાલ, સંજય રાઠોડ, દાદા ભુતર,દિલીપ લાંડે, બાલાજી કલ્યાનાર અને સંદીપન ભુમરેનો સમાવેશ થાય છે. રવિવારે CRPF દ્વારા તેને જ સુરક્ષા પૂરી પાડવામાં આવી હતી, જેને શનિવારે ગૃહ મંત્રાલય તરફથી આદેશ મળ્યા હતા.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.