ETV Bharat / bharat

અમરાવતી કેમિસ્ટની હત્યાના માસ્ટરમાઇન્ડની ધરપકડ - અમરાવતી ક્રાઈમ

મહારાષ્ટ્રના અમરાવતીમાં કેમિસ્ટ ઉમેશ કોલ્હેની હત્યાના કેસમાં પોલીસે માસ્ટરમાઇન્ડની ધરપકડ કરી છે. આ કેસમાં પોલીસે મુખ્ય આરોપી ઈરફાન ખાન (35) સહિત 7 આરોપીઓની ધરપકડ (NIA on Amaravati chemist murder case) કરી છે. મહારાષ્ટ્રના અમરાવતીમાં એક કેમિસ્ટની હત્યા કરવામાં આવી હતી કારણ કે, તેણે ભાજપના સસ્પેન્ડ કરાયેલા પ્રવક્તા નુપુર શર્માના સમર્થનમાં પોસ્ટ કરી હતી.

અમરાવતી કેમિસ્ટની હત્યાના માસ્ટરમાઇન્ડની ધરપકડ

author img

By

Published : Jul 3, 2022, 11:30 AM IST

અમરાવતી (મહારાષ્ટ્ર): મહારાષ્ટ્રના અમરાવતીમાં કેમિસ્ટ ઉમેશ કોલ્હેની હત્યાના (Amravati chemist stabbed to death) મુખ્ય આરોપીની પોલીસે નાગપુરથી ધરપકડ કરી છે. પોલીસે આ કેસમાં અત્યાર સુધીમાં 7 આરોપીઓની ધરપકડ કરી છે. ઈરફાન ખાન આ હત્યાનો મુખ્ય આરોપી છે. પોલીસનું કહેવું છે કે, ઈરફાને નૂપુર શર્માને ટેકો આપવા બદલ કેમિસ્ટને મારી નાખવાની સૂચના આપી હતી (Umesh Prahladrao Kolhe murder case) અને તેણે તેની હત્યાનું કાવતરું ઘડ્યું હતું. ઈરફાન ખાન એક NGO ચલાવે છે.

આ પણ વાંચો: તમે રાજ્યમાં સરકાર ઉથલાવશો તો અમે દિલ્હીની બહાર કાઢી મૂકીશુ: ચંદ્રશેખર રાવ

હત્યાની તપાસ NIAને સોંપી: મહારાષ્ટ્રના અમરાવતી શહેરમાં 54 વર્ષીય કેમિસ્ટની ચાકુ મારીને હત્યા કરવામાં (NIA on Amaravati chemist murder case) આવી હતી. પોલીસના જણાવ્યા અનુસાર, કેમિસ્ટ ઉમેશ પ્રહલાદરાવ કોલ્હેએ ભારતીય જનતા પાર્ટી (BJP) ના સસ્પેન્ડ કરાયેલા પ્રવક્તા નુપુર શર્માના સમર્થનમાં સોશિયલ મીડિયા પર કથિત રીતે કેટલીક ટિપ્પણીઓ કરી હતી. ડેપ્યુટી કમિશનર (Prophet remarks row) ઓફ પોલીસે કહ્યું કે, આ પોસ્ટને લઈને કેટલાક લોકોએ ઉમેશની હત્યા કરી હતી. ગૃહ મંત્રાલયે આ હત્યાની તપાસ NIAને સોંપી દીધી છે. જેનાથી હત્યા પાછળનું કાવતરું, સંસ્થાઓની સંડોવણી અને આંતરરાષ્ટ્રીય સંબંધોની ઝીણવટભરી તપાસ થશે. સાથે જ NIAની ટીમ તપાસ માટે અમરાવતી પહોંચી છે.

પોલીસે મુખ્ય આરોપીની પણ ધરપકડ કરી: પોલીસ અધિકારીના (Medical store owner killed in Amaravati) જણાવ્યા અનુસાર 21 જૂને ઉમેશની હત્યાના સંબંધમાં અત્યાર સુધીમાં કુલ છ લોકોની ધરપકડ કરવામાં આવી છે. આ કેસમાં પોલીસે મુદાસિર અહેમદ ઉર્ફે સોનુ, શાહરૂખ પઠાણ ઉર્ફે બાદશાહ હિદાયત ખાન, અબ્દુલ તોફિક ઉર્ફે નાનુ શેખ તસ્લીમ, શોએબ ખાન ઉર્ફે ભુર્યા સાબીર ખાન, અતીબ રાશિદ રાશિદ અને યુસુફ ખાન બહાદુર ખાનની ધરપકડ કરી છે. તેમજ પોલીસે મુખ્ય આરોપી ઈરફાન ખાન (35)ની પણ ધરપકડ કરી છે. અમરાવતી શહેરના ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ વિક્રમ સાલીએ કહ્યું છે કે, ઉમેશ કોલ્હેએ નૂપુર શર્માના સમર્થનમાં સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી હતી, તેથી જ તેની હત્યા કરવામાં આવી હતી.

કોલ્હેની 21 જૂને હત્યા કરવામાં આવી: પોલીસે શુક્રવારે (Nagpur communal killing) રાત્રે આરોપી યુસુફ ખાનની ધરપકડ કરી હતી. ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટે યુસુફ ખાનને 6 જુલાઈ સુધી પોલીસ કસ્ટડીમાં મોકલી દીધો છે. આ કેસના અન્ય આરોપી અતીબ રાશિદ રાશિદને ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવ્યો છે. તેમજ આ ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે, જેમાં ત્રણ આરોપીઓ બાઇક પર આવતા દેખાય છે. રાજ્ય પોલીસના જણાવ્યા અનુસાર, કોલ્હેની 21 જૂને રાત્રે 10થી 10.30 વાગ્યાની વચ્ચે હત્યા કરવામાં આવી હતી, જ્યારે તે પોતાની દુકાન બંધ કરીને ટુ-વ્હીલર પર ઘરે પરત ફરી રહ્યો હતો.

ઘટનાને દબાવવાનો પ્રયાસ: તેમજ આ ઘટનાને લઈને સાંસદ નવનીત રાણાએ અમરાવતી પોલીસ કમિશનર આરતી સિંહને હટાવવાની માંગ કરી છે. તેમણે આક્ષેપ કર્યો હતો કે, અમરાવતી પોલીસ કમિશનરે ઘટનાને દબાવવાનો પ્રયાસ કર્યો હતો. ઉલ્લેખનીય છે કે, નૂપુર શર્માએ પયગંબર મોહમ્મદ વિરુદ્ધ વાંધાજનક ટિપ્પણી કરી હતી, જેના વિરોધમાં દેશ અને દુનિયાના ઘણા ભાગોમાં પ્રદર્શનો થયા હતા. અમરાવતી પોલીસ કમિશનર ડૉ. આરતી સિંહે શનિવારે જણાવ્યું હતું કે, "કેમિસ્ટની હત્યાના સંબંધમાં પાંચ લોકોની ધરપકડ કરવામાં આવી છે અને મુખ્ય આરોપી ઈરફાન ખાન (32)ની શોધ ચાલી રહી છે, જે એનજીઓ ચલાવે છે.

આ પણ વાંચો: મહારાષ્ટ્રમાં સ્પીકર પદ માટે આજે ચૂંટણી, MVAના આ ઉમેદવાર મેદાને

નુપુર શર્માના સમર્થનમાં પોસ્ટ શેર કરી: રાજસ્થાનના ઉદયપુરમાં દરજી કન્હૈયા લાલની હત્યાના એક અઠવાડિયા પહેલા આ ઘટના બની હતી. અમરાવતી સિટી કોતવાલી પોલીસ સ્ટેશનના એક અધિકારીએ કહ્યું, 'ઉમેશ અમરાવતી શહેરમાં દવાની દુકાન ચલાવતો હતો. તેણે કથિત રીતે નુપુર શર્માના સમર્થનમાં કેટલાક વોટ્સએપ ગ્રુપમાં એક પોસ્ટ શેર કરી હતી. ઉમેશે ભૂલથી આ પોસ્ટ એક વોટ્સએપ ગ્રુપમાં મોકલી હતી જેમાં અન્ય સમુદાયના સભ્યો પણ હતા.

ઉમેશની હત્યાનું કાવતરું: અધિકારીના જણાવ્યા અનુસાર ઈરફાન ખાન નામના વ્યક્તિએ કથિત રીતે ઉમેશની હત્યાનું કાવતરું ઘડ્યું હતું અને આ માટે પાંચ લોકોની મદદ લીધી હતી. તેણે કહ્યું કે, ઈરફાને તે પાંચ લોકોને 10 હજાર રૂપિયા આપવા અને કારમાં સુરક્ષિત રીતે ભાગી જવા માટે મદદ કરવાનું વચન આપ્યું હતું. આ પહેલા બીજેપીના મહારાષ્ટ્ર રાજ્યના પ્રવક્તા શિવરાય કુલકર્ણીએ માંગ કરી હતી કે, NIA એ તપાસ કરવી જોઈએ કે અમરાવતીમાં કેમિસ્ટની હત્યાનો સંબંધ નુપુર શર્મા સાથે છે કે નહીં. તેણે કહ્યું કે એવું લાગતું નથી કે ઉમેશ કોલ્હેની હત્યા લૂંટ માટે કરવામાં આવી છે. આરોપીએ લૂંટ માટે છરીનો ઉપયોગ કર્યો હોત તો તે તેનો સામાન અને પૈસા લઈને ભાગી ગયો હોત.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.