- હવામાં ફેરવવાથી વાગે છે આ વાંસળી
- આ જાદુઈ વાંસળીની વિદેશમાં પણ છે ખુબ માગ
- આ એક વાંસળીની કિંમત છે 100થી 300 રૂપિયા
છત્તીસગઢઃ અબુજમદની જાદુઈ વાંસળી, કે જે મોંઢાથી નહીં પરંતુ હવામાં ફેરવવાથી વાગે છે. હવે તમે વિચારતા હશો કે આ વાંસળી બને છે ક્યા, તેને કોણ બનાવે છે અને કોણ તેને ખરીદે છે… તો આ બધા સવાલોના જવાબો મેળવવા માટે તમારે છત્તીસગઢના બસ્તરના નારાયણપુર જવું પડશે. અહીંના ગઢબેંગલ ગામમાં તમને આ વાંસળી બનાવનારા અને તેે કેવી રીતે બને છે તેની સમગ્ર માહિતી કહેનારા લોકો મળશે.
વિદેશના લોકોની પણ પસંદગી
ગઢબેંગલ ગામ જિલ્લાના મુખ્ય મથકથી 5 કિમી દૂર છે. અહીં રહેતા પાંડિરામ માંડવી વર્ષોથી વાંસની ઘણી કલાકૃતિઓ બનાવે છે. તેમાંથી જ એક છે આ વાંસળી. પાંડિરામે કહ્યું કે, તેમણે બાળપણમાં તેમના પિતાને આ વાંસળી બનાવતા જોયા હતા. પહેલા તેને ઘરે ઉપયોગ કરવા માટે બનાવવામાં આવતી હતી. તેના પિતા રાત્રે આ વાંસળીને વગાડતા હતા. જેથી સાપ અને જંગલી પ્રાણીઓ રસ્તામાંથી બહાર નીકળી જાતા. ધીમે ધીમે લોકો તેને પસંદ કરવા લાગ્યા. જ્યારે માગ આવવા લાગી ત્યારે તેના પરિવારે આ હવાથી વાગવાવાળી વાંસળી બનાવવાનું શરૂ કર્યું હતું. આજે દેશમાં જ નહીં પણ વિદેશમાં પણ લોકો તેને પસંદ કરી રહ્યા છે.
આ પણ વાંચોઃ અમદાવાદમાં ટ્રાફિક સિગ્નલ પર વાંસળી વગાડી કરે છે કમાણી
આ વાંસળી કેવી રીતે બને છે અને તેને બનાવવા માટે શું સામાન જોઈએ? પાંડિરામ માંડવીના પુત્ર બિક્રમ પ્રતાપ માંડવીએ આ અંગેની આખી પ્રક્રિયા જણાવી છે.
વાંસળી બનાવવાની પ્રક્રિયા
- એક વાંસળી બનાવવા માટે બેથી અઢી ફૂટ વાંસની જરૂર પડે છે.
- વાંસ કાપવા માટે આરીનો ઉપયોગ કરવામાં આવે છે.
- વાંસને છોલવા માટે સ્ટૂલનો ઉપયોગ કરવામાં આવે છે.
- ફિનિસિંગ કરવા માટે બાહ્ય સ્તર આવશ્યક છે.
- વાંસમાં છિદ્રો બનાવવા માટે લોખંડના સળિયાનો ઉપયોગ કરવામાં આવે છે.
- ત્યારબાદ છેલ્લે એક અલગ-અલગ સાધનોનો ઉપયોગ કરવામાં આવે છે.
- છરીનો ઉપયોગ કરીને વાંસની વાંસળીમાં ડિઝાઇનનું કામ કરવામાં આવે છે.
- અંતિમ પ્રક્રિયા કરવા માટે કોલસા અને લાકડાથી ભરેલી ભઠ્ઠીની જરૂર પડે છે.
પ્રક્રિયા શું છે?
સૌથી પહેલા સૂકી વાંસ લેવી પડશે. વાંસમાં અંગૂઠાની બરાબર છિદ્ર હોવું જરૂરી છે. ત્યારબાદ આરીની મદદથી બે વાસને કાપવામાં આવે છે. પછી લાકડી ગરમ કરીને ગઠ્ઠાને વીંધવામાં આવે છે. ત્યારબાદ તપાસ કરવામાં આવે છે કે હવા આર-પાર થઈ રહી છે કે નહી. આ પછી બાહ્ય સ્તરને સાફ કરવામાં આવે છે, જેથી ડિઝાઇન બનાવી શકાય. સફાઈ કર્યા પછી ત્રણ વોશર્સ મૂકવામાં આવે છે. ત્યારબાદ કોલસામાં અલગ-અલગ છરીઓને ગરમ કરવામાં આવે છે, ત્યારબાદ બાંસુરી પર ડિઝાઇન બનાવવામાં આવે છે.
આ પણ વાંચોઃ અમદાવાદમાં અનોખી જન્માષ્ટમી, 40 લોકોએ 24 કલાક વાંસળી વગાડી કરી ઉજવણી
વાંસળી બનાવવા માટે કેટલો લાગે છે સમય
વાંસળી બનાવવા માટે બેથી ત્રણ કલાકનો સમય લાગે છે, પરંતુ જો કોઈ એક્સપર્ટ હોય તો તે એક કલાકમાં પણ બનાવી શકે છે.
વિદેશમાં પણ ખુંબ માગ
પાંડિરામ માંડવીએ રહ્યું કે, અહીં બનાવેલી વાંસળી ખૂબ પ્રખ્યાત છે. વર્ષ 1999માં ઈટલી દેશમાં આ વાંસળીને લઈ ગયા ત્યારે લોકોએ આને ખુબ પસંદ કરી હતી. તેની માગ પણ ઘણી વધારે છે. વર્ષ 2000માં આ વાંસળીને દિલ્હીના એક પ્રદર્શનમાં બતાવવામાં આવી હતી. જે બાદ તેની માંગ ઘણી વધી છે. લગભગ તમામ વાંસળી વેચી દેવામાં આવી હતી. તેણે જણાવ્યું હતું કે, તે પોતાની જાદુઈ વાંસળી અને કલા પ્રદર્શિત કરવા માટે બે વખત ઇટાલી અને રશિયા પણ ગયા હતા.
રશિયામાં આ વાંસળીને ખૂબ પસંદ કરવામાં આવી
પાંડિરામ માંડવીના પુત્ર બિરેન્દ્ર પ્રતાપ માંડવીએ જણાવ્યું કે, વાંસ ઉપરાંત લાકડામાં પણ કામ કરે છે. લાકડાની ઘણી ચીજો બનાવવામાં આવે છે. તેણે કહ્યું કે, તેના પિતા પંડિરામ માંડવી ઘણી વખત દિલ્હી, મુંબઇ જેવા મોટા શહેરો ઉપરાંત વિદેશમાં પણ ગયા છે. હેન્ડિક્રાફ્ટ ડેવલપમેન્ટ બોર્ડ, નવી દિલ્હી, કોલકાતા અને મુંબઇ દ્વારા વારંવાર આની માંગ કરવામાં આવે છે. તે પછી આ વાંસળીને રશિયા પણ લઈ ગયા હતા, ત્યા પણ આ વાંસળીને ખૂબ પસંદ કરવામાં આવી હતી.
ડિઝાઇન બનાવવામાં લાગે છે ઘણો સમય
વાંસના કાપવા અને છીલવાનું કામ કર્યા બાદ તેની ડિઝાઇન બનાવવા માટે ઘણો સમય લાગે છે, પરંતુ તે મુજબ, તેની કિંમત મળતી નથી. એક વાંસળી 100થી 300 રૂપિયામાં વેચાઈ છે. અગાઉ વાંસળીમાં કોઈ ડિઝાઈન બનાવવામાં આવતી ન હતી, પરંતુ હવે વાંસળીમાં ડિઝાઇન બનાવવામાં આવે છે. જેથી માર્કેટમાં સારો પ્રતિસાદ પણ મળ્યો છે. ભલે અબુજમદ વિસ્તારમાં આની કિંમત ઓછી મળતી હોય પરંતુ વિદેશમાં એક હજાર રૂપિયામાં આ વાંસળી વેચાઈ છે. ઇટાલીના મિલાન શહેરમાં તો આ વાંસળી દરેક ઘરની શોભા છે. નવી દિલ્હીના એક નિકાસ ગૃહે તાજેતરમાં બે હજાર વાંસળીનો ઓર્ડર આપ્યો છે.
નવી પેઢી વાંસળીનું કામ કરવા માંગતી નથી
હવે વાંસળી બનાવતા કારીગરો ખૂબ ઓછા છે. નવી પેઢી હવે વાંસળીનું કામ કરવા માંગતી નથી. પાંડિરામ માંડવીએ જણાવ્યું હતું કે, વાંસના કારીગરો તો કેટલાય છે, પરંતુ તેઓ વાંસળી બનાવવામાં વધારે રસ લેતા નથી. તેમણે જણાવ્યું કે, તેનો પુત્ર મેન સિંગ, બિરેન્દ્ર પ્રસાદ માંડવી વાંસળી બનાવતા શીખી રહ્યો છે. તેઓ હવે વાંસળી બનાવે છે. પાંડિરામ માંડવીએ કહ્યું કે, વધુ લોકો આ કળા શીખે અને તેને જીવંત રાખવી જોઈએ. તેમણે સરકાર-વહીવટીતંત્રને આ દિશામાં પગલા ભરવાની અપીલ કરી છે.