- મધ્યપ્રદેશમાં આસમાની આફતને કારણે જનજીવન ખોરવાયું
- અનેક ગામોથી સંપર્ક ખોરવાયા
- ગૃહમંત્રી પણ ફસાયા પૂરમાં
દતિયા: મધ્ય પ્રદેશના ગૃહમંત્રી નરોત્તમ મિશ્રા દતિયામા પૂર ગ્રસ્ત ગામમાં રેસક્યુ ઓપરેશનની તપાસ કરવા પહોચ્યા હતા, પણ તે ખુદ એક ઘરની અગાસીમાં ફસાઈ ગયા હતા. એરફોર્ષની ટીમ તેમને એરલિફ્ટ કરીને બહાર કાઢ્યા હતા. નરોત્તમ મિશ્રા NDRFની બોટમાં લાઈવ જેકેટ પહેરીને કોટરા ગામમાં પહોચ્યા હતા. ત્યા તેમણે કેટલાલ લોકોને એક ઘરમાં ફસાયેલા જોયા હતા તો તે જાતે અગાસીમાં પહોંચી ગયા હતા SDRFની ટીમે લોકોને તો સુરક્ષિત બચાવી લીધા હતા પણ ગૃહપ્રધાન અગાસીમાં ફસાઈ ગયા હતા. આ વચ્ચે પાણીનુ વહેણ વધી ગયુ હતું અને હોડી ઘર સુધી પહોંચી ન શકી. થોડી વાર પછી એરફોર્સની ટીમે ગૃહમંત્રીનું રેસક્યું ઓપરેશન કર્યું હતું. ટીમે મંત્રી પહેલા ગામલોકોનું રેસક્યું કરીને સુરક્ષિત સ્થાન પર પહોંચાડ્યા હતા.
ગૃહમંત્રીએ હોડી દ્વારા કરી તપાસ
ગૃહમંત્રી નરોત્તમ મિશ્રા દાતિયા અને ડબરામાં પૂર પ્રભાવિત ગામોનું હવાઈ અને બોટ દ્વારા તપાસ કરવા પહોંચ્યા હતા. તેમણે દતિયાની નદીઓના પાણી સ્તરની પણ તપાસ કરી હતી. આ દરમિયાન પૂર પ્રભાવિત લોકોની મુલાકાત લેઈ ભોજન-આવાસની વ્યવસ્થાને લઈને જરૂરી દિશા-નિર્દેશ આપ્યા હતા. નરોત્તમ મિશ્રાએ કહ્યું કે , સિંધ નદીના કિનારાના ગામડાઓ ખૂબ ખરાબ રીતે પૂરથી પ્રભાવિત થયા છે. સેના અને વાયુસેના પૂર ગ્રસ્ત વિસ્તારમાં ફસાયેલા લોકોને રેસક્યુ કરી સુરક્ષિત સ્થાને પહોંચાડી રહ્યા છે.
આ પણ વાંચો : 5 વર્ષની ઉજવણી : 5 ઓગસ્ટના રોજ Kisan Sanman Dayની ઉજવણી થશે
પૂરના કારણે કેટલાય ગામનો સંપર્ક ખોરવાયો
સિંધ નદીના કિનારે વસેલા ગામોમાં નદીના પાણી ઘૂસી ગયા હતા. નદીનું જળસ્તર વધાવાના કારણે ઈંદરગઢ ક્ષેત્રના રૂર અને કુથૈલ ગામ વચ્ચે સંપર્ક તૂટી ગયો હતો. કેટલાય બીજા ગામના સંપર્ક તૂટૂ ગયા હતા. મંગળવારે લમકના ટાપૂ ક્ષેત્રમાં પાણી અને કાદવ વધવાને કારણે કેટલાય લોકો તેમા ફસાઈ ગયા હતા. મહુઅર નદીમાં પાણી ઝડપથી વધ્યું અને લોકોના ઘર ટાપૂમાં ફેરવાઈ ગયા. બડોની પોલીસે રેસક્યું ઓપરેશ કરી તેમને સુરક્ષિત બહાર કાઢ્યા હતા.
આ પણ વાંચો : રાજસ્થાનના બુંદીમાં વરસાદની તબાહી, મકાન ધરાશાયી થતા એક જ પરિવારના 7 સભ્યો જીવતા દટાયા