ETV Bharat / bharat

મધ્યપ્રદેશના CM શિવરાજસિંહ ચૌહાણના 61માં જન્મદિવસે PM મોદી અને અમિત શાહે પાઠવી શુભેચ્છા - વડાપ્રધાન

મધ્યપ્રદેશના મુખ્યપ્રધાન શિવરાજસિંહ ચૌહાણનો આજે 61મો જન્મદિવસ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ તેમને જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી. આ સાથે જ તમામ વરિષ્ઠ નેતાઓ સહિત તમામ લોકોએ શિવરાજ સિંહને જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી.

મધ્યપ્રદેશના CM શિવરાજસિંહ ચૌહાણનો આજે 61મો જન્મદિવસ, PM મોદીએ પાઠવી શુભેચ્છા

author img

By

Published : Mar 5, 2021, 11:52 AM IST

  • મધ્યપ્રદેશના મુખ્યપ્રધાને જન્મદિવસે લીધો સંકલ્પ
  • જન્મદિવસ નિમિત્તે તૈયારીઓ કરવા કરી ઈનકાર
  • દરેક લોકોએ એક છોડ વાવવા મુખ્યપ્રધાનની અપીલ

ભોપાલઃ મધ્યપ્રદેશના મુખ્યપ્રધાન શિવરાજ સિંહ ચૌહાણનો આજે 61મો જન્મદિવસ હોવાથી ચોતરફથી તેમની પર શુભેચ્છાનો વરસાદ થઈ રહ્યો છે. વડાપ્રધાન મોદીથી લઈને મોટા મોટા નેતાઓએ તેમને જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી. મુખ્યપ્રધાન શિવરાજ સિંહે તેમના જન્મદિવસ નિમિત્તે નવો સંકલ્પ લીધો છે. તેમણે ટ્વિટ કરતા અપીલ કરી હતી કે, મારા જન્મદિવસ પર ફૂલના હાર, સ્વાગત દ્વાર, જય જય કારની જરૂર નથી. માત્ર તમે એક છોડ વાવો એટલે મારો જન્મદિવસ સાર્થક થશે.

ઉચ્ચ શિક્ષાપ્રધાન મોહન યાદવે મુખ્યપ્રધાનના આયુષ્ય માટે કરી પ્રાર્થના

બીજી તરફ ઉચ્ચ શિક્ષાપ્રધાન મોહન યાદવે મુખ્યપ્રધાન શિવરાજના જન્મદિવસ પર તેમને હાર્દિક શુભેચ્છા પાઠવી હતી. પ્રધાન મોહન યાદવે ટ્વિટ કરી મુખ્યપ્રધાનના આયુષ્ય અંગે બાબા મહાકાલને પ્રાર્થના કરી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.