ETV Bharat / bharat

લખનઉ: નકલી રેમડેસીવીર ઇન્જેક્શન વેંચતા વ્યક્તિની કરવામાં આવી ધરપકડ - Corona medicine

લખનઉમાં નકલી રેમડેસીવીર ઇન્જેક્શન તથા કોરોનાની દવાઓની કાળા બજારી કરતા 6 લોકોની ધરપકજ કરવામાં આવી.

corona
લખનૌ: નકલી રેમડેસીવીર ઇન્જેક્શન વેંચતા વ્યક્તિની કરવામાં આવી ધરપકડ
author img

By

Published : Apr 24, 2021, 9:11 AM IST

  • લખનઉમાં રેમડેસીવીર ઇન્જેક્શન અને દવાની કાળા બજારી
  • પોલીસે 6 આરોપીની ધરપકડ કરી
  • પોલીસ જલ્દી બીજી આરોપીઓને ઝડપી પાડશે

લખનઉ: લોકો કોરોના મહામારીની બીજી લહેરમાં લોકો વધું સંક્રમિત થઈ રહ્યા છે. આ રોગને કારણે ચારે બાજુ હંગામો છે. તે જ સમયે, લોકો આ રોગથી બચવા માટે કોઈ માર્ગ શોધી રહ્યા છે. યુપીના લખનઉ જિલ્લાની પરિસ્થિતિ લગભગ તમામ જિલ્લાઓ કરતા વધુ ગંભીર છે. દર્દીઓને રીમડેસીવીર ઇંજેક્શનનું બ્લેક માર્કેટિંગ પણ રહ્યું છે. પરંતુ આ બ્લેક માર્કેટિંગની વચ્ચે ગુનેગારો પણ નકલી દવાઓ સપ્લાય કરતા જોવા મળે છે. આ અંગેની જાણ થતાં એસ.ટી.એફ.એ એક યુવકને બનાવટી રેમડેસીવીર ઈંજેક્શન સાથે ધરપકડ કરી હતી. જે બાદ પોલીસ તેના નેટવર્કની શોધ કરી રહી હતી. પરંતુ આ દરમિયાન, અમીનાબાદ અને નાકા પોલીસે પણ 6 આરોપીઓને પકડવામાં સફળતા મેળવી છે. આ આરોપીઓ પાસેથી નકલી રીમડેસીવીરના ઇન્જેક્શન પણ મોટા પ્રમાણમાં મળી આવ્યા હતા.

STF ટીમ જલ્દી જ નકલી ઇન્જેક્શન બનાવનારને શોધી કાઢશે

નોંધપાત્ર વાત એ છે કે, તાજેતરના સમયમાં, ઉદ્યોગપતિના પરિવારનો એક સભ્ય કોરોના પોઝિટિવ આવ્યો હતો. તેની હાલત બગડ્યા બાદ વેપારીએ એક વચેટિયા દ્વારા ડ્રગના વેપારી પાસેથી 25-25 હજારમાં રેમડેસીવીરનું ઈંજેકશન લીધું પરંતુ તે ઈંજેક્શન પર કોઈ કંપનીનું નામ લખ્યું નહતું. જ્યારે તેની તપાસ કરવામાં આવી, ત્યારે તે ઈન્જેક્શન નકલી હોવાનું બહાર આવ્યું, ત્યારબાદ પીડિતાએ STFના વરિષ્ઠ અધિકારીને ફરિયાદ કરી. ફરિયાદના આધારે STFની ટીમે એક યુવાનની ધરપકડ કરી હતી અને તેની ગુપ્ત જગ્યાએ પૂછપરછ કરી રહી છે. એસટીએફના સૂત્રોના જણાવ્યા અનુસાર તે હમણાં આ મામલે ઉતાવળ કરવા માંગતી નથી. કારણ કે આ ગેંગો બજારોમાં બનાવટી ઈન્જેકશન વેચી કરી રહી છે, આ સમગ્ર મામલાની તપાસ હમણાં થઈ રહી છે. તપાસ બાદ જ આ ગેંગનો પર્દાફાશ કરવામાં આવશે.

આ પણ વાંચો : પાલનપુર શહેરમાં રેમડેસીવીર ઈન્જેકશનની કાળાબજારી

પોલીસે પકડી પાડ્યો આરોપી

મોલ એવન્યુના રહેવાસી એક યુવકે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ જોયા પછી તેના ઉપર આપેલા નંબર પર સંપર્ક કર્યો. તે પછી ગુરુવારે રાત્રે તે નંબર પર સંપર્ક કર્યા બાદ અમીનાબાદનો પ્રકાશ કુલ્ફી તેની પાસેથી ઇન્જેક્શન લેવા ગયો હતો. જ્યાં પોતાનું નામ આમિર અબ્બાસ કહેતા આરોપી યુવકે જણાવ્યું કે તેણે ત્રણ હજાર રૂપિયામાં રેમડેસિવિર ઈંજેકશન આપ્યું હતું. પરંતુ જ્યારે ઇન્જેક્શન પર જોડણી ખોટી જોવા મળી, ત્યારે પીડિતાએ તે ઈંજેક્શનનો ફોટો લીધો અને તેને તેના ડોક્ટર સુલભ ગ્રોવરને મોકલ્યો. ડોક્ટરે કહ્યું કે ઈંજેક્શન ખોટું હતું ત્યારબાદ પીડિતાએ આરોપી પાસેથી વધુ 11 ઇન્જેક્શન માંગ્યા હતા. આરોપી કારની ડિક્કીમાંથી ઈંજેક્શન લેવા ગયો ત્યાં સુધી પીડિતાએ પોલીસને સ્થળ ઉપર બોલાવી. પોલીસે આરોપીની ધરપકડ કરી તેની પાસેથી બનાવટી રેમડેસીવીર ઈન્જેક્શનો મળી આવ્યા હતા. દરમિયાન આરોપી યુવકે નકલી ઇન્જેક્શન અંગે પોલીસ સમક્ષ કબૂલાત પણ કરી હતી.

કોરોનાની નકલી દવા પણ મળી આવી

આરોપી આમિર અબ્બાસના ઘરમાં પોલીસ ટીમે અમીનાબાદ વિસ્તારમાં એક મકાનમાં દરોડા પાડ્યા છે. દરોડા દરમિયાન પોલીસે તે ઘરમાંથી 10 હજારથી વધુ રિમડસીવીર ઇન્જેક્શન મળી આવ્યા હતા. આ સાથે જ પોલીસે તે ઘરમાંથી કોવિડ ટ્રીટમેન્ટમાં વપરાવામાં આવતી નકલી દવાઓ પણ મળી આવી છે. ઇન્સ્પેક્ટર અમીનાબાદ આલોકકુમાર રાયએ જણાવ્યું છે કે આ મામલે તમામ આરોપીઓની પૂછપરછ કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો : રેમડેસિવીર ઇન્જેક્શન કૌભાંડમાં 7 લોકો વિરુદ્ધ ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાઇ

ટોળકીના અન્ય વ્યકિતઓની જલ્દી થશે ધરપકડ

ADCP પશ્ચિમી રાજેશકુમાર શ્રીવાસ્તવએ આ બાબતે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો, રેમડેસીવીર અને કોરોનાની નકલી દવાઓ સાથે 6 લોકોને ધરપકડ કરવામાં સફળતા મળી છે. જેમાં અમીનાબાદ પોલીસે 4 આરોપીની ધરપકડ કરી હતી અને નાકા પોલીસે 2 આરોપીઓને બનાવટી દવા સાથે ધરપકડ કરી હતી. તેમણે કહ્યું છે કે આ મામલાની વધુ સઘન તપાસ કરવામાં આવી રહી છે. તપાસ દરમિયાન આ ગેંગના અન્ય સભ્યોની પણ ધરપકડ કરી શકાય છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.