- ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ LPGની કિંમત 100 રૂપિયા વધારી
- ધરેલું LPG સિલિન્ડરની કિંમતમાં કોઈ વઘારો નહીં
- LPG સિલિન્ડરની કિંમતમાં વધારાથી રેસ્ટોરન્ટના ખાણી-પીણીમાં મોંઘવારી
નવી દિલ્હી: મોંઘવારીનો માર સહન કરી રહેલી જનતાને ડિસેમ્બર મહિનાના પહેલા જ દિવસે મોટો જટકો લાગ્યો છે. ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ LPGની કિંમતમાં રૂપિયા 100 સુધીનો વઘારો ઝીંક્યો છે. દિલ્હીમાં 19 કિલોના કોમર્શિયલ LPG સિલિન્ડર (commercial LPG cylinder price increased) 2101 રૂપિયામાં મળી રહ્યાં છે. ગત 1 નવેમ્બરના રોજ LPG સિલિન્ડરની (LPG Cylinders Price Hike) કિંમતમાં 266 રૂપિયાનો વઘારો થયો હતો.
આ પણ વાંચો: દિલ્હીની જનતાને ઝટકો, LPG ગેસ સિલિન્ડરમાં 50 રૂપિયાનો વધારો
ધરેલું LPG સિલિન્ડરની કિંમતમાં કોઈ વઘારો નહીં
ધરેલું LPG સિલિન્ડરની કિંમતમાં કોઈ વઘારો કરવામાં આવ્યો નથી, પરંતુ કોમર્શિયલ LPG સિલિન્ડરની કિંમતમાં વધારાના કારણે રેસ્ટોરન્ટના ખાણી-પીણીમાં મોંઘવારી આવી શકે છે. દેશના મોટાભાગના રોજ્યોમાં સબસિડી વગરના 14.2 કિલોના LPG સિલિન્ડરની કિંમત રૂપિયા 1000 નજીક પહોંચી ગઈ છે. એવુ માનવામાં આવી રહ્યું છે કે, સરકારે સબસિડી આપવાનું બંધ કરી દીધું છે જેના કારણે ધરેલું LPG સિલિન્ડરની કિંમતમાં વધારો થઈ રહ્યો છે, જેની પુષ્ટી બેંક ખાતામાં સબસિડીની રકમ ન મળવાથી થઈ રહી છે.
આ પણ વાંચો: LPG Gas Cylinder Price: ભોપાલમાં LPG ગેસ સિલિન્ડરની કિંમતમાં 25 રૂપિયાનો વધારો
ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓને જ મળી શકે છે સબસીડીનો લાભ
સરકારે LPG પર સબસિડી આપવા અંગે કોઈ સ્પષ્ટતા કરી નથી. જેની ઈનકમ 10 લાખ રૂપિયા હોય તેવા લોકોને સબસીડી નહી મળે, તેનો લાભ માત્ર ઉજ્જવલા યોજનાના (Ujjwala Scheme) લાભાર્થીઓને જ મળશે. ભારતમાં લગભગ 29 કરોડ ગ્રાહકો પાસે LPG કનેક્શન છે, જેમાંથી 8.8 કરોડ ઉજ્જવલા યોજનાના ગ્રાહકો છે. સરકાર દ્વારા 2021-22ના બજેટમાં LPG અને કેરોસીન માટે માત્ર 14,073.35 કરોડ રૂપિયાની સબસિડીની જાહેરાત કરવામાં આવી હતી. જ્યારે 2020-2021માં સબસિડીની આ રકમ 39,054.79 કરોડ રૂપિયા હતી.