- દિલ્હીમાં 50 રૂપિયા મોંઘું થયો LPG ગેસ સિલિન્ડર
- LPG ગેસ સિલિન્ડરમાં થયેલા ભાવ વધારા પર રાહુલે BJP સરકાર પર સાધ્યું નિશાન
- અબકી બાર, ચૌતરફા મહેંગાઈ કી માર: રણદીપ સુરજેવાલા
નવી દિલ્હી: દિલ્હીમાં લિક્વિડ પેટ્રોલિયમ ગેસ (LPG) ઘરેલું સિલિન્ડરની કિંમતમાં 50 રૂપિયા પ્રતિ યુનિટનો વધારો કરવામાં આવ્યો છે. 14.2 કિલો નવા LPG સિલિન્ડરનો ભાવ આવતીકાલે બપોરે 12 વાગ્યાથી રાષ્ટ્રીય રાજધાનીમાં લાગુ થશે.
રાહુલનો ભાજપ પર પ્રહાર, જનતા સાથે લૂંટ, ફક્ત બે નો વિકાસ
LPGની કિંમત વધવાને કારણે કોંગ્રેસે ભાજપ સરકાર પર નિશાન સાધ્યું છે. આ બાબતે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ટ્વિટ કરતા ગેસના સિલિન્ડરમાં થયેલા ભાવ વધારાને લૂંટ ગણાવી હતી. તેમણે કહ્યું કે, 'જનતા સાથે લૂંટ, ફક્ત બે નો વિકાસ.'
રણદીપ સુરજેવાલાનો BJP પર પ્રહાર
તો બીજી તરફ કોંગ્રેસ પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ ટ્વિટ કર્યું કે, અબકી બાર, ચૌતરફા મહેંગાઈ કી માર !
પેટ્રોલ અને ડીઝલની કિંમતો આસમાને
LPGના ભાવમાં વધારો તે સમયે થયો છે જ્યારે ભારતમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતો આસમાને પહોંચી ગઈ છે.