ETV Bharat / bharat

Love story of Dilip Kumar: દિલીપ કુમારની ફિલ્મોની જેમ તેમની લવ સ્ટોરી પણ છે દિલચસ્પ, જુઓ - દિલીપ કુમાર અને સાયરા બાનુના લગ્ન

હિન્દી સિનેમા (Hindi cinema)ના દિગ્ગજ અભિનેતા ટ્રેજડી કિંગ દિલીપ કુમાર (Tragedy King Dilip Kumar)નું આજે 98 વર્ષની વયે નિધન થયું છે. દિલીપ કુમાર (Dilip Kumar)ના પત્ની અભિનેત્રી સાયરા બાનુ (Actress Saira Banu) તેમનું ખૂબ જ ધ્યાન રાખતા હતા. દિલીપ કુમાર અને સાયરા બાનુની લવ સ્ટોરી (Dilip Kumar and Saira Banu's love story) પણ ખૂબ જ રોમાંચક છે. સાયરા બાનુ (Actress Saira Banu)એ બાળપણમાં જ દિલીપ કુમાર (Dilip Kumar) સાથે લગ્ન કરવાનું નક્કી કરી લીધું હતું. તેમણે વર્ષ 1966માં લગ્ન કર્યા હતા. જોકે, લગ્ન પછી તેમને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. સાયરા બાનુ ગર્ભવતી હતાં તે દરમિયાન જન્મ પહેલા જ તેમના બાળકનું મૃત્યુ થયું હતું, જેના કારણે તેમણે સંતાન થવા ન દીધા.

Love story of Dilip Kumar: દિલીપ કુમારની ફિલ્મોની જેમ તેમની લવ સ્ટોરી પણ છે દિલચસ્પ, જુઓ

author img

By

Published : Jul 7, 2021, 11:36 AM IST

  • હિન્દી સિનેમાના દિગ્ગજ અભિનેતા ટ્રેજડી કિંગ દિલીપ કુમાર (Tragedy King Dilip Kumar)નું 98 વર્ષની વયે નિધન
  • દિલીપ કુમાર અને સાયરા બાનુની લવ સ્ટોરી (Dilip Kumar and Saira Banu's love story) પણ ખૂબ જ રોમાંચક છે
  • દિલીપ કુમાર (Dilip Kumar)ને ઘણા લોકોએ સમજાવ્યા હતા તેમ છતાં પ્રેમમાં પાગલ દિલીપ કુમારે (Dilip Kumar) સાયરા બાનુ ( Saira Banu) સાથે લગ્ન કર્યા હતા

મુંબઈઃ 50 અને 60ના દશકમાં હિન્દી સિનેમાના અભિનેતા દિલીપ કુમાર (Tragedy King Dilip Kumar)ના નામનો સિક્કો ચાલતો હતો. તેઓ તે સમયના ચોકલેટી હીરો (Chocolate hero) હતા. લાખો છોકરીઓ તેમની દિવાની હતી. દિલીપ કુમારે (Tragedy King Dilip Kumar) વર્ષ 1966માં તેમનાથી 22 વર્ષ નાની અભિનેત્રી સાયરા બાનુ (Actress Saira Banu) સાથે લગ્ન કર્યા હતા. કહેવાય છે કે, પ્રેમમાં કોઈ ઉંમર નથી હોતી. એટલે જ સાયરા બાનુ (Actress Saira Banu) માત્ર 12 વર્ષની વયે દિલીપ કુમાર (Dilip Kumar)ના પ્રેમમાં પડી ગયાં હતાં અને તેમણે દિલીપ કુમાર (Dilip Kumar) સાથે જ લગ્ન કરવાનું નક્કી કર્યું હતું. તેમનું આ સપનું વર્ષ 1966માં પૂર્ણ થયું હતું. જ્યારે દિલીપ કુમારના લગ્ન થયા ત્યારે તેઓ 44 વર્ષના હતા. જ્યારે સાયરા બાનુ 22 વર્ષના હતાં. જોકે, સાચી લવ સ્ટોરી (Love Story) બંનેએ સાબિત કરી બતાવી છે.

દિલીપ કુમાર અને સાયરા બાનુ વચ્ચે 22 વર્ષનો ફરક હતો

આ પણ વાંચો- Dilip Kumar Death: 'ટ્રેજેડી કિંગ' દિલીપ કુમારનું નિધન, મુંબઈની હિંદુજા હોસ્પિટલમાં લીધા અંતિમ શ્વાસ

અભિનેત્રી સાયરા બાનુ (Actress Saira Banu)એ વર્ષ 1966માં દિલીપ કુમાર (Dilip Kumar) સાથે લગ્ન કર્યા હતા. ત્યારબાદ તેમણે અનેક મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. સાયરા બાનુ (Actress Saira Banu) ગર્ભવતી હતાં. તે દરમિયાન જન્મ પહેલાં જ તેમના બાળકનું મૃત્યુ થયું હતું. તે પછી તેમણે સંતાન આપવાની મંજૂરી આપી નહતી. દિલીપ કુમારે (Dilip Kumar) પોતાની આત્મકથા (Autobiography)માં પણ આ વાત કહી હતી કે, સાયરા મારા કરતા 22 વર્ષ નાની હતી. ઘણા લોકોએ મને કહ્યું હતું કે, તમારા વાળ ધોળા થઈ રહ્યા છે. તેમ છતાં મેં પીછેહઠ કરી નહીં. મારો તેના પ્રત્યેનો પ્રેમ ઓછો ન થયો. સાયરાએ મારા માટે ફારસી અને ઉર્દુ ભાષા પણ શીખી હતી.

આ પણ વાંચો- બાળપણથી લઇને મોટા થયા સુધીની સુશાંતની તસ્વીરો, જુઓ એક ઝલક...

દિલીપ કુમાર (Dilip Kumar) આ કારણથી મધુબાલા (Madhubala) સાથે લગ્ન ન કરી શક્યા

અભિનેતા દિલીપ કુમાર (Actor Dilip Kumar) મધુબાલા (Madhubala) સાથે લગ્ન (Marriage) કરવા માગતા હતા. દિલીપ કુમારે (Dilip Kumar) પોતાની આત્મકથા 'ધ સબસ્ટન્સ એન્ડ શેડો'માં (Autobiography 'The Substance and Shadow') તેમનો આ અનુભવ પણ વર્ણવ્યો હતો. ફિલ્મ 'નયા દૌર' પહેલાં જ તેઓ પ્રેમમાં પડ્યા હતા. તે બંને એકબીજા સાથે લગ્ન કરવા માગતા હતા. જોકે, મધુબાલાના પિતાએ આ લગ્નને મંજૂરી નહતી આપી. એટલે બંનેએ ફિલ્મના સમયે એકબીજા સાથે વાત કરવાનું બંધ કરી દીધું હતું. જોકે, બંનેએ પોતપોતાની દલીલને પોતાના કામ પર અસર થવા દીધી નહતી.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.