અયોધ્યાઃ જિલ્લાના ગ્રામીણ વિસ્તારના, ગોસાઈગંજ પોલીસ સ્ટેશન (Gosaiganj Police Station) હેઠળના તેલિયાગઢ વિસ્તારમાં, લવ જેહાદનો (Love Jihad case Gosaiganj) એક સનસનીખેજ મામલો સામે આવ્યો છે. જેમાં એક પિતાએ આક્ષેપ કર્યો છે કે, તેની 19 વર્ષની પુત્રીનું પડોશમાં રહેતા મુસ્લિમ સમાજના યુવક દ્વારા, અપહરણ (Kidnapping, by a youth from the Muslim community) કરવામાં આવ્યું છે અને હવે યુવકના પરિવારજનો દીકરીને પુત્રવધુ બનાવવાની ધમકી આપી રહ્યા છે.
ઘરમાંથી રુપિયા અને દાગીના પણ લીધા: પીડિતાના પિતાએ એવો પણ આરોપ લગાવ્યો છે કે, ઘરની બહાર નીકળતી વખતે તેની પુત્રીએ 1 લાખ રોકડા અને સોના-ચાંદીના દાગીના પણ લીધા હતા. પીડિતાના પિતાની ફરિયાદના આધારે, ગોસાઈગંજ પોલીસ સ્ટેશનમાં, આરોપી યુવક તેમજ તેના પિતા અને 3 ભાઈઓ વિરુદ્ધ ગંભીર કલમોમાં કેસ નોંધીને ગુમ થયેલી યુવતી અને તેના કથિત પ્રેમીની શોધ કરવામાં આવી રહી છે.
દીકરીનો જીવ જોખમમાં: પડોશમાં રહેતા વાહિદના પુત્ર, મહેતાબ દ્વારા પુત્રીને પ્રેમની જાળમાં ફસાવી હતી. ત્યારબાદ, યુવક અને તેના 3 ભાઈઓ અને પિતા વાહિદની મદદથી તેની 19 વર્ષની પુત્રીને ગાયબ કરી દીધી. ફરિયાદ કર્યા બાદ, જ્યારે તે આરોપીના ઘરે પહોંચ્યો તો આરોપી અને તેના પરિવારના સભ્યોએ તેને જાનથી મારી નાખવાની ધમકી (Death threat) આપી હતી અને કહ્યું હતું કે, હવે તે તેની પુત્રીને તેના ઘરની વહુ બનાવી દેશે અને તેનો ધર્મ બદલી નાખશે, આ ઘટના ગુરુવારે બપોરની જણાવવામાં આવી રહી છે. હાલમાં પોલીસે, કલમ 34, 504, 506, 392,393, 366 હેઠળ કેસ નોંધ્યો છે અને હવે આરોપીની શોધ કરી રહી છે.